Gujarat

આર્થિક સંકટથી પરેશાન મહિલાએ માઁ મોગલની માનતા રાખી

જો તમે દ્રઢ વિશ્વાસ થી માં મોગલ ઉપર ભરોસો રાખો એટલે માં મોગલ તમારું ચોકસ્સ પણે કામ કરે છે. ગુજરાતમાં એવા ઘણા દેવી દેવતાઓ છે કે તેમના મંદિરો આવેલા છે તથા આ દેવી દેવતાઓ તેમના ભક્ત જનોને પરચા આપતા હોય છે અને તેમની મનોકામના પણ પૂર્ણ કરતા હોય છે. તમને કોઈપણ દેવી દેવતા ઉપર વિશ્વાસ હોવો જરૂરી છે તમે જેને માનો છો તેમને વિશ્વાસથી માનશો તો તમારી દરેક ઇચ્છાઓ પૂરી કરશે. એવું કહેવામાં આવ્યું છે કે તમે જો એક પથ્થરને વિશ્વાસથી માનશો તો તે પથ્થર પણ તમારું કામ કરશે.

તમે જો ખરા હદયથી સ્મરણ કર્યું હશે તો એક દિવસ નક્કી તમને સફળતા અપાવશે તેની ગેરંટી છે. મોટા ભાગના ભક્ત જનોનું એવું કહેવું છે કે માં મોગલનું પ્રાગટ્ય થતા ભાવિક ભક્તજનોને માં પ્રત્યે અખૂટ અસ્થા બંધાઈ ગઈ છે.

તેવા એક એવા સરસ મજાના સ્થાળ વિશે વાત કરવી છે તો કચ્છ જિલામાં આવેલું કબરાઉં જ્યાં માં મોગલના બેચણા છે અને ત્યાં ગાદી પતિ તરીકે મણીધર બાપુ ત્યાં કાર્યભાર સંભાળે છે. આ કબરાઉં સ્થળની વાત કરીએ તો અહિયાં માં મોગલના બેચણા છે. જે ભક્ત જનો માતાજીને ભાવથી માનતા માને છે તેમની માં મોગલ ઇચ્છાઓ પૂરી કરે છે. તથા મહત્વની વાત તો એ છે કે અહિયાં જે લોકો માંના શરણે આવે છે અને તે ક્યારેય દુઃખી થઈને જતા નથી.

જે લોકો અહિયાં માં મોગલની માનતા માને છે તેમની માં મોગલ મનોકામના પૂર્ણ કર્યા બાદ જે માનતા પૂરી કરવા માટે ભક્તો અહિયાં માં ના શરણોમાં દોડે છે અહિયાં માં મોગલના સાનિધ્યમાં એવા પણ  કેટલાય કિસ્સાઓ બની ચુક્યા છે કે જે ભક્તોની ઈચ્છાઓ પૂરી થઇ જાય તો તે માનતા પૂરી કરવા માટે અહિયાં આવે છે ત્યારે મા ના શરણોમાં હજારો રૂપિયા દાન સ્વરૂપે આપતા હોય છે ત્યારે ત્યાના ગાદીપતિ એવા મણીધર બાપુ કહે છે કે માં મોગલ કાઈ પૈસાના ભૂખ્યા નથી એતો ફક્ત ભાવના જ ભૂખ્યા છે માં ને તમે સાચા દિલથી માનો એટલે માં તમારી મનોકામના પૂર્ણ કરે છે. મણીધર બાપુ કહે છે કે તમે જે માતાજી ઉપર વિશ્વાસ રાખ્યો છે એજ સૌથી વધારે મહત્વનું છે.

હવે આપણે એક સત્ય બનેલી ઘટના વિશે અને માં મોગલના પરચા વિશે વાત કરવાની છે આ ઘટના એક મહિલાની છે આ મહિલાની આર્થિક સ્થિતિ બહુ નબળી છે તથા પૈસાની દ્રષ્ટિ આ મહિલાની સ્થિતિ બહુ નબળી હતી, તેથી તેમણે મનોમન નક્કી કરી લીધું હતું કે જો મારી આર્થિક સ્થિતિ સારી થશે તો અને મારી ઈચ્છાઓ પૂર્ણ થશે તો કબરાઉંમાં માં મોગલની તેમને મનોમન માનતા રાખી એટલે માતાજીએ તેની અરજ પણ સાંભળી.

થોડાક જ સમય પછી આ મહિલાની માં મોગલની કૃપાથી અને તેમના પરનો અતુટ વિશ્વાસથી તેમની માં મોગલે પણ અરજી સાંભળી અને થોડાક જ સમયમાં જ તેમની આર્થિક સ્થિતિ પણ સારી થઇ ગઈ તેમજ તે મહિલાને જે પણ આર્થિક સ્થિતને કારણે સમસ્યા હતી તે સમસ્યા દુર થઇ ગઈ એટલે તે મહિલાએ માનેલી માનતા પૂરી કરવા માટે માં મોગલના સાહિત્યમાં કચ્છમાં કબરાઉંમાં બિરાજમાન માં મોગલના સાનિધ્યમાં તે મહિલા દોડી આવી.

મહિલા ભક્તે ખરા દિલથી માં મોગલ ઉપર વિશ્વાસ રાખ્યો એટલે માં એ તેની અરજી સાંભળી અને તે મહિલાનું ઘર પણ બની ગયું અને તેમની આર્થિક સ્થિતિ પણ પહેલા જેવી હતી તેની કરતા સારી થઈ ગઈ તેથી તે મહિલાએ અહિયાં ગાદી પતિ એવા મણીધર બાપુના શરણોમાં 11000 રૂપિયા આપ્યા ત્યારે મણીધર બાપુએ તે મહિલાને કહ્યું કે આ પૈસાની માં ને કોઈ પ્રકારની જરૂર નથી, આ પૈસા તમે તમારી પાસે જ રાખો તમારે બસ એક જ વાત યાદ રાખવાની કે તમારે ફકત માં મોગલ ઉપર વિશ્વાસ રાખશો એટલે માં મોગલ જરૂર તમારી બધી ઈચ્છાઓ પૂરી કરવા આવશે જ આ બાપુ એ મહિલાને કહેતા જ મહિલાના ચહેરા ઉપર હર્ષની લાગણી પ્રસરી ઉઠી માં મોગલના શરણોમાં નત મસ્તક નમન કર્યા.

આમ, તમે કોઇપણ પરિસ્થિતિમાં હોવ તો ત્યારે ફક્ત માં મોગલ ઉપર વિશ્વાસ રાખશો તો તેનાથી માતાજી તમારા ઉપર પ્રસન્ન થશે અને તમારી બધી જ મનોકામના પૂર્ણ થશે. જય માં મોગલ. 

Gujaratime.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

What's your reaction?

Related Posts

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *