આ દાંતના દુઃખાવાની સમસ્યા એક એવી સમસ્યા છે કે જે સૌથી હેરાન કરનારી સમસ્યા છે. જયારે દાંતમાં દુખાવો થાય ત્યારે વ્યક્તિ બરાબર ઊંઘી પણ શકતી નથી અને દાંત સતત દુખ્યા કરે છે. આ સમસ્યાને લીધે ઘણા લોકો સતત મૂંઝવણમાં રહે છે. આ દુખાવો ક્યારેક વધી જાય છે તો દાંતમાં ખરાબ અસર પણ કરી પહોચાડે છે. માટે તેની સમયસર સારવાર કરાવવી જોઈએ. ઘણી વખત દાંતની સમસ્યામાંથી કેન્સરની સમસ્યા પણ લાગુ પડી જાય છે, જે જીવલેણ સાબિત થાય છે.
ઘણા લોકોને દિવસે સતત કામમાં અને કાર્યમાં પરોવાયેલા રહેવાથી દાંતનો દુખાવો ઓછા પ્રમાણમાં અનુભવાય છે. જયારે જે રાત્રે ફ્રી થવાથી તેના પર ધ્યાન જવાથી આ દુખાવો વધારે અનુભવાય છે. જયારે આ રીતે થતા દાંતના દુખાવાને મટાડવાના ઉપાયો આયુર્વેદમાં પણ આપવામાં આવ્યા છે. કે જેનો તમે ઘરે જ ઉપાય કરીને આં દુખાવાને મટાડી શકો છો. આ ઉપાય તમે જયારે ડોક્ટરની સારવાર લેવી અશક્ય હોય, ત્યારે આ ઉપાય કરી શકાય છે. જયારે ગામડાના અંતરિયાળ વિસ્તારમાં તાત્કલિક ડોક્ટરની સારવાર લેવી શક્ય ન હોય ત્યારે આ દેશી ઉપાયો કરવાથી ઘણી જ રાહત મળે છે.
આ દાંતના દુખાવાને ઠીક કરવા માટે લવિંગ અને નારિયેળ તેલ ખુબ જ ઉપયોગી છે. લવિંગ અને નારીયેળના તેલનું મિશ્રણ આ સમસ્યાને ઠીક કરવા માટે ખુબ જ કારગર છે. જે માત્ર એક જ મિનીટમાં આ દાંતના દુખાવાને ઠીક કરી શકે છે. આ બંને દેશી ઓસડીયા તરીકે ખુબ જ ઉપયોગી છે. જે આપણા બધાના ઘરમાં અને રસોડામાં મળી રહે છે. આ માટે તેનો ઉપાય કરવો ખુબ જ સરળ છે. આ માટે નારિયેળ તેલ અને લવિંગ ના પાવડરનું અડધી લઈને તેને મિક્સ કરીને મિશ્રણ બનાવો.
આ મિશ્રણ તમે તમારા દાંત અને પેઢાં પર જ્યાં પર દુખાવો થતો હોય ત્યાં પર દાંત વડે કે હાથની આંગળીઓની મદદથી ઘસી શકો છો. આ સિવાય એક ચપટીમાં લઈને આ મિશ્રણને દાંતની ફરતે કે દાંતની વચ્ચે મૂકી શકાય છે.
આ રીતે તમે માત્ર એક જ વખત ઉપાય કરશો ત્યારથી જ તમને રાહત થવા લાગશે.આ ઉપાયથી માત્ર એક જ મિનીટમાં દાંતનો દુખાવો ગાયબ થઇ જશે. તમને પહેલાના દુખાવામાં ખુબ જ રાહત મળશે. તમે શાંતિથી આરામ કરી શકશો. આ રીતે આ મિશ્રણને થોડા દિવસસતત લગાવતા રહેવાથી દુખાવો સાવ મટી જશે.
આમ, આ એક દાંતના દુખાવાને ગાયબ કરવાનો ખુબ જ અસરકારક ઉપાય છે. આ ઉપાયથી શરીરમાં કે ગળામાં કોઈ આડઅસર થતી નથીં. માટે આ ઉપાય કોઈ પણ પ્રકારના સંકોચ વગર કરી શકાય છે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.