મિત્રો તમને આજ ના આ આર્ટીકલ માં અમે ફક્ત ૧૫ જ દિવસમાં ૩ કિલો જેટલુ વજન ઘટાડવા માટે આજે અમે તમને એક સરળ ટીપ્સ બતાવી દઈશું જેનો તમારે દરરોજ ઉપયોગ કરવાથી તમારા વધતા જતા વજન માં કંટ્રોલ થશે. અને તમને વધારે પડતા વજનમાંથી છુટકારો મળશે. આ નિયમ ખાસ કરીને તમારે સવારે નરણા કોઠે અપનાવાનો રહેશે. જો તમને વધુ પડતી ચરબી જામી ગઈ હશે તો પણ તે ધીમે ધીમે ઘટી જશે.
મોટા ભાગના વજન ઘટાડવા માટેના નિયમોમાં તમે જોયું હશે કે ખાસ કરીને તમારે ડાયટ પર ઉતારવાનું કહેતા હોય છે. માટે આ ઉપાય સૌથી શ્રેષ્ઠ અને ઉત્તમ ગણવામાં આવે છે. પહેલા તો તમારે વહેલી સવારે ઉઠીને ફ્રેશ થયા બાદ ૨ ગ્લાસ ભરીને નવશેકું પાણી પી લેવાનું. ત્યાર બાદ તમારે અડધો કપ ભરીને સંતરા ના જ્યુસમાં ૧ ચમસી ભરીને ઇસબગુલ મિક્સ કરી દયો ત્યારબાદ તેનું સેવન કરવાથી તમારો વજન ઝડપથી ઘટી જશે. આ બતાવેલ નિયમ તમારે દરરોજ વહેલી સવારે તેનો ઉપયોગ કરવાથી તમને વજન વધવાની સમસ્યામાંથી ખુબજ રાહત થશે. ત્યાર બાદ તમારે થોડીક એકસરસાઈઝ કરવી અથવા તો થોડી વાર તમે ચાલવા માટે જાવ. તમારે શરૂઆત માં સમય માં ભલે થોડી એકસરસાઈઝ ઓછી થશે તો ચાલશે ત્યારવા તેને ધીમે ધીમે વધારતી જવી. તમે એકસરસાઈઝ કરો એ પહેલા તમારે વાર્મઅપ અવશ્ય કરવું જોઈએ.
તમારે એકસરસાઈઝ કરીને આવ્યા બાદ ૧ કપ ભરીને ગરમ પાણી લેવું ત્યારબાદ તેમાં ૧ ચમસી ભરીને લીંબુનો રસ તેમાં નાખવો અને ૧ ચમસી ભરીને મધ પણ તેમાં નાખવું આ બધા જ મિશ્રણ કે બરાબર મિક્સ કરીને તેનું સેવન કરવાથી તમને વધતા જતા વજન માં ખુબજ ફાયદો થાય છે. આ ઉપરાંત પણ તમારે ચિયા સીડ્સ ને સહેજ શેકી લો અને તેને બરાબર પીસી લો અને પસી તેને દૂધ અથવા તો દહીં મિક્સ કરીને તેનું સેવન કરવાથી ખુબજ ફાયદો થાય છે.
તમારે ડાયટ માં ૨ વખત દિવસ દરમિયાન ગ્રીન ટી અથવા તો બ્લેક કોફી પીવી જોઈએ. તથા સવારના નાસ્તામાં પનીર ખાવાનું હંમેશા રાખવું જોઈએ. જેમ બને તેમ સૌથી વધુ પડતું પ્રોટીન નું સેવન કરવાનું રાખવું જોઈએ. થતા નાસ્તા માં દુધની જગ્યા એ દહીં ખાવાનું રાખવું જોઈએ .વધુ પડતા ફેટ વાળા ખોરાક ખાવાનું ટાળવું જોઈએ.
આમ, અમે તમને આ આર્ટીકલ માં જો તમારો વધુ પડતો વજન વધી ગયો હોય તો તેને કઈ રીતે સાવ કંટ્રોલ કરવો તેના માટેના ઉપાયો અને તેની સરળ ટીપ્સ પણ અમે તમને બતાવી દીધી.