ભારતીય સંસ્કૃતિમાં રુદ્રાક્ષને ખુબ જ પવિત્ર અને લાભકારી માનવામાં આવે છે. ઘણા લોકોને રુદ્રાક્ષ પહેરવાનો શોખ હોય છે, પણ રુદ્રાક્ષ ધારણ કરવાના ઘણા બધા નિયમો છે જે આપડે જાણવા જોઈએ નહીતર લાભ થવાની જગ્યાએ નુકસાન પણ થઇ શકે છે.
રુદ્રાક્ષને ભગવાન શિવનો પ્રસાદ ગણવામાં આવે છે. માન્યતા એવી છે કે આ દિવ્ય ફળ દિવ્ય રત્ન ભગવાન શિવના આંસુઓમાંથી બનેલું છે. વિવિધ પ્રકારના રત્નોમાં રુદ્રાક્ષનું પોતાનું એક અલગ મહત્વ ધરાવે છે.
રુદ્રાક્ષ વિશે એવું કહેવામાં આવે છે કે તે મહાદેવના આંખ માંથી નીકળેલા આંસુ માંથી નિર્માણ થયું છે. હિંદુ ધર્મમાં રુદ્રાક્ષ ને વિશેષ સ્થાન આપવામાં આવે છે. રુદ્રાક્ષને ધારણ કરવાથી અનેક ફાયદાઓ થાય છે. રુદ્રાક્ષને ધારણ કરવાથી જ્યોતિષશાસ્ત્ર અનુસાર તેના ખુબજ ફાયદાઓ હોય છે. રુદ્રાક્ષ લોકોની વિચારસરણીને સકારાત્મક બનાવે છે.
રુદ્રાશ વિશે એવું પણ કહેવામાં આવ્યું છે કે રુદ્રાક્ષને જો ધાર્મિક વિધિઓ સાથે પહેરવામાં આવે તો તેને શુભ માનવામાં આવે છે. રુદ્રાક્ષ વિશે એવું પણ માનવામાં આવે છે રુદ્રાક્ષને ધારણ કર્યા પછી તેના અમુક ખાસ નિયમોનું પાલન કરવું જોઈએ. જો તમને રુદ્રાક્ષને ધારણ કરવાના નિયમોનું પાલન ન કરો તો તે અપવિત્ર કે સમસ્યા ઉભી થઈ જાય છે.
કેવા કેવા લોકોએ રુદ્રાશને ધારણ ન કરવો જોઈએ.
જે માતા એ નવજાત શુશુંને જન્મ આપ્યો હોય છે તે માતા અને બાળક થોડા સમય માટે અશુદ્ધ હોય છે. આવી સ્થિતિમાં માતાએ ભૂલથી પણ રુદ્રાક્ષને ધારણ કરવો નહિ. તથા એવું પણ કહેવમાં આવે છે રુદ્રાક્ષ ધારણ કરવા વાળાએ આ રૂમમાં પ્રવેશ કરવો નહિ. જો તમારે આ રૂમમાં પ્રવેશ કરવો જોય તો રુદ્રાક્ષને ઉતારીને પસી જ તે રૂમમાં પ્રવેશ કરવો જોઈએ.
તમે ઘણા લોકોને રુદ્રાક્ષને કાળા દોરમાં ધારણ કરતા જોયા હશે, પણ તમે આવી ભૂલ ના કરતા. રુદ્રાક્ષને હંમેશા લાલ કે પીળા ધાગામાં પહેરવું જોઈએ. કાળા દોરવામાં પહેરવાથી તેનો યોગ્ય લાભ મળતો નથી.
જેમણે પણ રુદ્રાક્ષ ધારણ કર્યો હોય છે તેમણે ભૂલથી પણ ધૂમ્રપાન કરવું જોઈએ નહિ, તથા માંસાહારી ખોરાક ખાવો જોઈએ નહિ. તેનાથી ફાયદો થવાને બદલે નુકશાન થવાની શકયતાઓ રહેલી છે.
તમે જયારે સુતા હોવ છો તો ત્યારે પણ રુદ્રાક્ષને ધારણ ન કરવો જોઈએ. તમે સુવાના થોડા જ સમય પહેલા રુદ્રાક્ષને ઉતારી લો અને અને તેને બની શકે તો તમારા ઓચિકા નીચે રાખીને પસી સુઈ જવાથી તમારા મનને શાંતિ મળે છે.
જયારે તમે કોઇપણની અંતિમયાત્રામાં ગયા હોય તો પણ તમારે રુદ્રાક્ષને સાથે પહેરીને ન જવું જોઈએ. આ તમારા રુદ્રાક્ષને અશુધ બનાવે છે. જે તમને આગળ જતા ખુબજ પરેશાન કરે છે.
આમ, અમે તમને આ આર્ટીકલના માધ્યમ દ્વારા જો તમે રુદ્રાક્ષ ધારણ કરવા માંગતા હોવ તો તેના મુખ્ય કેવા કેવા નિયમોનું પાલન કરવું જોઈએ તેના વિશે અમે તમને બનતી માહિતી આપી.
નોંધ: અહીંયા આપેલી જાણકારી ધાર્મિક આસ્થા અને લોક માન્યતાઓ પર આધારિત છે. તેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. તેને સામાન્ય જન રૂચિને ધ્યાનમાં રાખીને રજૂ કરવામાં આવી છે.