ગુજરાત સરકારમાં નવા મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલની નિમણુક કરવામાં આવી છે. જેઓ ગુજરાતના ખુબ જાણીતા ભાજપના નેતા છે. જેઓ પાટીદાર સમાજમાંથી આવે છે. જેઓ ગુજરાતમાં સક્રિય નેતા છે અને સમાજમાં સારું પ્રભુત્વ ધરાવે છે. પાટીદાર સમાજના આ નેતા ભાજપમા અનેક કાર્યોમાં ભાજપમાં સક્રિય રહ્યા છે.
ભુપેન્દ્ર ભાઈ રજનીકાંત ભાઈ પટેલ ગુજરાતના અમદાવાદ ઘાટલોડિયા વિસ્તારના ધારાસભ્ય છે. જે પાટીદાર સમાજમાં સારું પ્રભુત્વ ધરાવે છે અને કન્સલ્ટીટીંગ એન્જીનીયરની ડીપ્લોમાં ડીગ્રી ધરાવે છે. તેમજ તેવો આ વિહાન એસોસિયેટ વ્યવસાય ધરાવે છે, જેઓ 57 વર્ષની ઉમરના છે. જ
ભુપેન્દ્રભાઈ પટેલની ડીપ્લોમાંમાં સિવિલ એન્ગ્જીનીયરની ડીપ્લોમાં ડીગ્રી અમદાવાદ પોલીટેકનીકલ કોલેજમાંથી કરેલી છે. તેમને આ ડીગ્રી 1982માં પૂર્ણ કરી છે. આ પ્રમાણે જોઈએ તો તેઓ ધોરણ 12 પાસ છે. ભુપેન્દ્ર પટેલનો જન્મ 15 જુલાઈ 1962 નાં રોજ અમદાવાદમાં થયો છે.
૨૦૧૭ની ચાલુ વિધાન સભાની ચૂંટણીમાં તેઓ કોન્ગ્રેસના નેતા શશીકાંત પટેલ સામે લડીને વિજેતા બન્યા છે. જેઓએ 117000 મતોથી જીત મેળવી હતી. જેમની આ ધારાસભ્ય તરીકેની પહેલી જ ટર્મ છે. તેઓ ગુજરાતનાના 17માં મુખ્યમંત્રી બન્યા છે. જેમના નામની જાહેરાત થતા જ તેમને નીતિન પટેલ અને વિજય રૂપાણીના આશીર્વાદ લીધા હતા.
જેઓ હાલની મહામારીમાં બાળકોના કોઇપણ પ્રકારની આર્થિક આવક ન હોય અને બાળકોના ઉચ્ચ શિક્ષણ જેવી આર્થિક સહાય માટે આગળ પડતી ભૂમિકા ભજવી હતી.
ભુપેન્દ્ર પટેલ જે વિસ્તારના ધારાસભ્ય છે. જે વિસ્તારમાં આનંદીબેન પટેલ પણ ધારાસભ્ય તરીકે જીતતા આવ્યા છે. આ પહેલા તેઓ અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળના ચેરમન પણ રહી ચુક્યા છે. અમદાવાદ મહાનગર પાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ રહી ચુક્યા છે. તેમને આનંદી બેન પટેલના અત્યંત વિશ્વાસુ માનવામાં આવે છે.
પાટીદાર સમાજની પાટીદાર ધારાસભ્યની માંગને આ રીતે મોદીં સરકારે આ રીતે પૂરી કરી છે. આ નામની જાહેરાત કરવાની કેન્દ્રના બે કેન્દ્રીય મંત્રીશ્રી નરેન્દ્રસિંહ તોમર અને પ્રહલાદ જોશીને સોપવામાં આવી હતી. જેઓએ કમલમ ખાતે ધારાસભ્યોની કોર મીટીંગ દરમિયાન પોતાનાં સંબોધન ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલના નામની જાહેરાત કરી છે. જેઓ કેન્દ્રીય કક્ષાએથી મોદી અને અમિત શાહ સાથેની માહિતી બાદ આ નામનું કવર લઈને આવ્યા હતા.