ભારતીય ચૂંટણી પંચની વેબસાઈટ એક વ્યક્તિ દ્વારા હૈક કરવામાં આવી હતી. જેમાં તેણે અનેક હજારોની સંખ્યામાં નકલી ચુંટણી કાર્ડ બનાવી નાખ્યા છે. આ ઘટના ઉત્તરપ્રદેશનાં સહારનપુરની જિલ્લામાં બની છે. જેને લઈને પોલીસ દ્વારા આ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આ સહારનપુરના વરિષ્ઠ પોલીસ અધિકારી એસ. ચેન્નપાએ જણાવ્યું છે કે આ વ વ્યક્તિ દ્વારા યુપીમાં આવેલા નકુડ વિસ્તારમાં તેને આ રીતે ચુંટણી કાર્ડ બનાવ્યા છે.
આ આરોપીનું નામ વિપુલ સૈની છે અને તે એક કમ્પ્યુટરની દુકાન ધરાવે છે. જ્યાંથી તેમણે સરકારની ચુંટણીપંચની વેબસાઈટ હેક કરી લીધી હતી. જ્યાંથી તે પાસવર્ડ દ્વારા લોગીન કરતો હતો. જેવી રીતે ચુંટણી પંચના અધિકારી જે પાસવર્ડ દ્વારા લોગીન કરતા તે તેવા જ પાસવર્ડથી લોગીન કરતો હતો.
આ બાબતે ચુંટણી પંચને ગરબડ થઇ હોવાની જાણ થતા તપાસ એજેન્સીને વાત કરી, જેના આ વ્યક્તિની શંકાના આધારે ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં તેને હજારો ચુંટણી કાર્ડ કાઢ્યા હોવાનું કબુલ્યું છે. જે મધ્ય પ્રદેશના હરદા નિવાસી અરમાન મલિકના ઈશારે આ કામ કરતો હોવાનું કહ્યું છે.
જેને ત્રણ મહિનામાં દશ હજારથી વધારે મતદાર કાર્ડ બનાવ્યા છે. જેમાં સાઈબર સેલ અને સહારનપુર ક્રાઈમ શાખાના સંયુક્ત ટીમે આ વ્યક્તિની ધરપકડ કરી લીધી છે. આ આરોપીના આ બેંક ખાતામાંથી 60 લાખ રૂપિયા મળી આવ્યા છે. પોલીસે હાલ પછીથી તેમની લેવડદેવડ પર પ્રતિબંધ મૂકી દીધો છે. હવે પોલીસ આ દિશામાં પણ તપાસ કરશે. પોલીસે આ વ્યક્તિની ઓફીસ અને ઘરેથી કોમ્પ્યુટર જપ્ત કરી લીધા છે.
આ વ્યક્તિને બીસીએ સુધીનો અભ્યાસ કરેલો છે અને તેના પિતા એક ખેડૂત છે. તેને આ જીલ્લાની એક કોલેજમાંથી બીસીએ કરેલું છે. જેના લીધે તે કોમ્પ્યુટર વિશેનું જ્ઞાન ધરાવે છે. આ વ્યક્તિને આ રીતે ચુટણીકાર્ડ દીઠ 100 થી 200 રૂપિયા મળતા હતા. હાલ પોલીસ દ્વારા વધારે તપાસ અર્થે કોર્ટમાં કસ્ટડીની માંગ કરી છે.
આમ, આ વ્યક્તિએ કેવી રીતે ચુંટણી પંચની વેબસાઈટ હેક કરી. તેને ક્યાં ક્યા લોકોને ચુટણી કાર્ડ બનાવી આપ્યા છે. જે બાબતની તપાસ હવે પોલીસ કરશે. આ સિવાય તેને બીજી કોઈ સરકારી વેબસાઈટ હેક કરી છે કે નહિ તે તપાસ કરવામાં આવશે.