ખૂબ જ ગંભીર બીમારી SMA-1 થી પીડાતા કોડીનારના વિવાન વાઢેરનું અમદાવાદ ખાતે અચાનક નિધન થયું છે. આજે સોલા સિવિલ હૉસ્પિટલ ખાતે વિવાનનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. વિવાનના નિધન સાથે છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા મિશન વિવાનનો પણ અંત આવ્યો છે. વિવાનના પિતાએ કહ્યું, વિવાન મિશનને મેસેજ આપું છું કે હવે મદદ માટે ફંડ ન ઉઘરાવે.
ધૈર્યરાજ માટે લોકોએ સહાયનો ધોધ વરસાવી 16 કરોડનું ઈન્જેક્શન આપી તેનું જીવન બચાવ્યું..આવી જ એક ગંભીર બીમારીથી પીડાઇ રહ્યો હતો વિવાન. વિવાન જેને સ્પાઈન મક્યુલર એટ્રોફી નામની બીમારી છે. ચાર મહિનાના આ માસૂમને બચાવવા માટે માતા પિતા દરદર ભટકી મદદની ગુહાર લગાવી રહ્યા છે તેમજ ઘણા ફેમસ અભિનેતા અને અમુક રાજકારણી દ્વારા પણ મદદ માટે અભિયાન ચાલવામાં આવ્યું હતું. ઘણા મહિનાથી મિશન વિવાન ચાલી રહ્યું હતું અને તેમાં 2 કરોડ જેટલું દાન પણ આવી ગયું હતું.
પણ કુદરતને કરવું ને વિવાન ને અચાનક છીનવી લીધો. કોડીનારના વિવાનનું અમદાવાદ ખાતે હોસ્પિટલમાં અચાનક નિધન થયું છે જેના પગલે પરિવાર અને સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. વિવાનના માતા પિતા દ્વારા તનતોડ મહેનત કરી હતી પણ કુદરતે કઈક અલગ જ વિચાર્યું હશે.
છેલ્લા ચાર મહિનાથી માત્ર ચાર મહિનાની ઉંમરના વિવાનને બચાવવા માટે વિવાન મિશન શરૂ કરવામાં આવ્યું હતું. આ મિશન અંતર્ગત વિવાનની સારવાર માટેનો ખર્ચ એકઠો કરવામાં આવી રહ્યો હતો. સારવાર માટે 16 કરોડ રૂપિયાની જરૂર સામે અત્યારસુધીમાં મિશન દ્વારા 2 કરોડથી વધુની રકમ ભેગી કરી હતી
વિવાનનો પરિવાર જે ગીર સોમનાથના આલીદર ગામનો વતની છે. વિવાનના પિતા કચ્છની ખાનગી કંપનીમાં નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા પણ વિવાનની ગંભીર બીમારીએ પરિવારને ચિંતીત બનાવી દીધો છે. વિવાનનાં માતા-પિતા તેને બચાવવા માટે સતત લોકોને મદદ કરવા માટે અપીલ કરી રહ્યાં હતાં. જોકે રૂપિયા 16 કરોડ એકઠા થાય એ પહેલાં જ વિવાનનું અચાનક નિધન થયું છે. વિવાનની સારવાર માટે 16 કરોડની રકમની જરૂર હતી, પરંતુ અત્યાર સુધી માત્ર 2 કરોડ 20 લાખ જેટલી જ રકમ એકઠી થઈ શકી હતી. હજુ પણ 13 કરોડ 80 લાખ જેટલી રકમ એકઠી કરવાની બાકી હતી.