હાલના સમયમાં વિટામીન B-12ની કમીની સમસ્યા સામાન્ય બનતી જાય છે. મોટા ભાગના લોકોને આ સમસ્યા હોય છે. વિટામીન B-12ની ઉણપ એ શરીરમાં ખુબ જ અસર કરતી સમસ્યા છે. આ સમસ્યાને લીધે શરીરમાં ઘણા બધા રોગની સંભાવનાઓ રહેલી છે.
માનવ શરીરને ચલાવવા માટે વિટામીન B-12નો પુરવઠો સતત શરીરને મળતો રહેવો જોઈએ. અને જો આ પુરવઠામાં એટલે કે વિટામીન B-12 માં અછત ઉભી થાય તો શરીરમાં ઘણી બધી તકલીફો સર્જાય છે. વિટામીન B-12 એક એવું પોષણ છે જે શરીરના નર્વસ સિસ્ટમને અને શરીરના રક્તકણોને એકદમ તંદુરસ્ત બનાવે છે.
વિટામીન B-12 શરીરમાં DNA બનાવવામાં ખુબ જ મહત્વનો ભાગ ભજવે છે. ઘણા લોકોનું એવું માનવું છે કે જે લોકો માંસાહારી હોય છે, કે જે માંસ ખાતા હોય છે. જેમકે ઈંડા, માછલી વગેરે ખાય છે. તેના શરીરમાં વિટામીન B-12 ની કમી કયારેય સર્જાતી નથી. પરંતુ જે લોકો શાકાહારી છે એના શરીરમાં વિટામીન B-12 ની કમી સર્જાય છે.
પરંતુ વાસ્તવમાં આવું નથી, કારણ કે શાકાહારી પણ ઘણા બધા એવા ખોરાક છે જે ખોરાક નિયમિત લેવાથી ક્યારેય તમારા શરીરમાં વિટામીન B-12 ની કમી ઉભી થતી નથી. ઘણા એવા શાકાહારી ખોરાક છે જેની અંદર ભરપુર માત્રામાં વિટામીન B-12 મળી રહે છે.
વિટામીન B-12 ની કમીથી શરીરમાં થાક ખુબ જ લાગે, શરીરમાં અશક્તિ જેવું રહે, ડોક્ટર પાસે જાય તો પણ સામાન્ય રીપોર્ટમાં કાઈ જ બતાવે. હાથ પગમાં કારણ વિનાની ઝણઝણાટી થાય, ખાલી ચડે કે હાથ પગમાં ધ્રુજારી આવે, હાથપગમાં વારંવાર ખાલી ચડી જાય, મોઢામાં વારંવાર ચાંદીઓ પડી જાય કે મોઢામાં ચોલાઈ જવું.
આ સિવાય શરીરમાં આળસ આવે, અકળામણ થાય, હોઠની કિનારીઓ વારંવાર ફાટી જાય, ચામડી પર કાળા ચાંઠા પડે, શરીરમાં રક્તકણોની ખામી ઉભી થાય, ભૂખ લાગતી ઓછી થઈ જાય, યાદ શક્તિ એકદમ નબળી પડી જાય અથવા તો સ્મૃતિ ભ્રમ થવા લાગે, ચામડી પીળી પડી જાય, ચામડી પીળી પડી જાય, આંખોની સમસ્યાઓ ઉભી થાય, વારંવાર ઝાડા ઉલટી થાય, તમારા પગ લડખડાય, હાલવા ચાલવામાં તકલીફ પડે, ડિપ્રેશન કે ભયનો અનુભવ થાય. આવા ઘણા બધા લક્ષણો જોવા મળે છે.
આ લક્ષણો એવું કહેવા માંગે છે કે તમારા શરીરમાં વિટામીન B-12 ઘટે છે અથવા તો વિટામીન B-12 ઓછું થઇ ગયું છે અથવા વિટામીન B-12 ની કમી છે જે તમારે પૂરી કરવી જોઈએ. વિટામીન વિટામીન B-12 ની ઉણપ બે રીતે પૂરી શકાય છે. એક તો ખોરાકમાં ફેરફાર કરીને અને બીજી એલોપેથી સારવાર લઈને આ ઉણપ પૂરી કરી શકાય છે.
જેની અંદર વિટામીન વિટામીન B-12 ભરપુર માત્રામાં છે તેવા ખોરાકનું સેવન કરવાથી આ ઉણપ પૂરી થઇ શકે છે.
વિટામીન B-12 ને કોબાલ્મીન પણ કહેવામાં આવે છે. વિટામીન B-12 છે એ એક પાણીમાં ભળી જતું વિટામીન છે જે આપણા શરીરમાં લાંબા સમય સુધી સંગ્રહ નથી થઇ શકતો. માટે તેને નિયમિત લેવું પડે છે. વિટામીન B-12 પાણીમાં દ્રાવ્ય હોવાથી આપણા શરીરમાં જે પેશાબ વાટે નીકળી જાય છે. વિટામીન B-12 શરીરમાં લાલ રક્તકણો બનાવે છે જેના લીધે એનીમિયા થતો નથી.
આ માટે સૌપ્રથમ 20 થી 25 ગ્રામ ધાણા લેવા. જે સુકા ધાણા આવે છે તે લેવા. લીલી કોથમીર લેવી નહિ. આ ધાણા કરિયાણાની દુકાને મળતા હોય છે. આ ધાણા લાવીને સૌપ્રથમ તેને સાફ કરી લેવા. સાફ કરીને તેને તેને તેને મસળી લેવા. જેનાથી ફાડા થઈ જશે. આ ફાડાને તડકામાં સૂકવી લેવા. ધાણા તડકામાં બરાબર સુકાઈને ગરમ કડક જાય ત્યારે તેનો દળીને કે ખાંડીને પાવડર કરી લેવો.
આ પછી 100 ગ્રામ જેટલો ગોળ લેવો. આ માટે શુદ્ધ દેશી ગોળ હોવો જોઈએ. ત્યારબાદ એક થી બે ચમચી જેટલુ ઘી લેવું. આ માટે દેશી ગાયનું ઘી લેવું. જે પોષકતત્વો ગાયના ઘીમાં હોય છે જે બીજા કોઈ ઘીમાં નથી હોતા. આ આ દવા બનાવવા ગાયનું ઘી જ વાપરવું.
ત્યારબાદ ઘીને ગરમ કરીને આ ત્રણેય વસ્તુઓને મિક્સ કરી દેવી. આ મિશ્રણ થોડું કઠણ થાય એટલે તેની બોરના ઠળિયા જેવડી ગોળીઓ બનાવી લેવી. બોરના ઠળિયા જેવડી ગોળીઓ બનાવીને તેને ડબ્બીમાં ભરીને મૂકી દેવી.
આ ગોળીઓ સવારે અને સાંજે એક એક ગોળી સુચવી. આ ગોળી જયારે જમવાનું થાય તે પહેલા એક ગોળી મોઢામાં મુકીને સુચવી કે સગળવી એટલે કે એક સાથે ખાઈ જવી નહિ. આ ગોળી લાળમાં ભળીને પેટમાં જશે એટલે તેનું પાચન પણ યોગ્ય રીતે થશે. આવી રીતે આ ઉપાય સવારે અને સાંજે બે ટાઈમ આ ઉપાય કરવો. ગોળી ખાઈને તરત પછી જમવા બેસી જવું.
આ ઉપાય કરવાથી ગોળ અને ધાણામાં પુષ્કળ માત્રામાં વિટામીન B12 હોય છે. આ ઉપાય કરવાથી જો શરીરમાં વિટામીન B12 ઘટતું હશે. તો તેની અછત પૂરી થઈ જશે અને ભવિષ્યમાં પણ ક્યારેય B12ની અછત આ ગોળી ખાવાથી ઉભી નહી થાય.
આ સિવાય આ ઉપાય કરવાથી વિટામીન B12ના લીધે શરીરમાં નાની મોટી સમસ્યાઓ હશે તો તે દૂર થઈ જશે. શરીર પણ એકદમ હળવું ફૂલ અને તંદુરસ્ત થઈ જશે. આ ઉપાય વિટામીન B12ની ઉણપ પૂરી કરવાનો ખુબ જ સરસ ઉપાય છે.
આમ, આ રીતે ઉપરોક્ત પ્રક્રિયા કરી ગોળી બનાવીને તમે વિટામીન B12 ની ઉણપ પૂરી કરવા માટેની ગોળીઓ બનાવીને તેનું સેવન કરી શકો છો. આ ઉપાય કરવાથી શરીરમાં ઘણા બધા ફાયદાઓ પણ મળે છે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.
મિત્રો આ માહિતી વૈજ્ઞાનિક તથ્યો અને જુના આયુર્વેદના પુસ્તકોનું સંકલન તેમજ આયુર્વેદિક ડોક્ટરની સલાહ પ્રમાણે લખી છે. વાચક મિત્રો દરેક ની તાસીર અને પ્રકૃતિ અલગ અલગ હોય છે.