આપણે શરીરમાં ખોરાકની જરૂરીયાત અને પોષક તત્વો માટે અલગ અલગ અનેક પ્રકારના ખોરાક અને ચીજ વસ્તુઓનું સેવન કરીએ છીએ. આ વસ્તુઓ આપણે દવા તરીકે તેમજ શરીરમાં પડી રહેલી પોષકતત્વોની ઉણપ પૂરી કરવા માટે લઈએ છીએ.
પરંતુ આપણે આ ખોરાક લેતી વખતે અમુક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. આ ખાદ્ય પદાર્થોમાં અમુક પ્રભાવશાળી એવી વસ્તુઓ હોય છે કે જેનું શરીરમાં ખુબ જ મહત્વ હોય છે. પરંતુ આવી બેથી વસ્તુઓનું સેવન કરતી વખતે તેના ગુણ અને તેના સ્વભાવ વિશે જાણી લેવું જોઈએ. ઘણી વખત એવી બે કે વધારે વસ્તુઓના સ્વભાવ અલગ અલગ હોય અને તેનું સેવન સાથે કરવામાં આવે તો તે શરીરમાં નુકશાન કરી શકે છે. આવા ખોરાકને વિરુદ્ધ આહાર કહેવામાં આવે છે.
જો આ ખોરાક સાથે ખાવામાં આવે તો તેની ગંભીર અસર અને પ્રભાવ શરીર પર પડે છે. માટે આપણે ક્યાં ક્યાં ખોરાક વિરુદ્ધ આહાર છે. આપણા રોજીંદા જીવનમાં પણ આપણે જાણતા કે અજાણતા વિરુદ્ધ આહાર લઇ લેતા હોઈએ છીએ. શરુઆતમાં આ ખોરાક ખાવાથી તેની અસર વર્તાતી નથી. પરંતુ લાંબા સમયે તેની અસર દેખાય છે.
આવા વિરુદ્ધ રોજબરોજ કે નિયમિત ખાવામાં આવે તો જેની અસર શરીરમાં ચોક્કસ દેખાય છે. ઘણી વખત આપણે આવી વસ્તુઓ ખાવાની આદત પડી જાય છે. જેની અસર શરીરમાં આવી શકે છે અને આપણને તેના કારણની પણ ખબર હોતી નથી. લાંબા ગાળે તે નુકશાન કારક છે. આપણા આયુર્વેદમાં આવા બે થી વધારે વિરુદ્ધ આહાર સાથે ન ખાવાની સલાહ આપી છે. માટે કોઈ દિવસ વિરુદ્ધ આહારનું સેવન ન કરવું.
આ આર્ટીકલમાં અમે આવા વિરુદ્ધ આહાર વિશે જણાવી રહ્યા છીએ. જેનું સેવન કરવાથી શરીરમાં ઘણા રોગો આવવાની શક્યતા રહે છે. જેમાં દૂધ સાથે મૂળા, ડુંગળી, લસણ અને મીઠું ક્યારેય ન લેવું. આ બંને વિરુદ્ધ આહાર છે. આ સાથે ખાવાથી રીએક્શન આવે છે અને જેમાંથી પોઈઝન બને છે.
આ પછી મૂળા અને અડદની દાળ ક્યારેય ન ખાવી. મૂળા અને અડદની દાળ વિરુદ્ધ અસર કરે છે. મૂળા સાથે આ વસ્તુ ખાવાથી તેની તકલીફો થોડા દિવસમાં જ બતાવવાની શરૂ થઇ જાય છે. માટે મૂળા અને દાળ ખાવાથી શરીરમાં તેના સ્વભાવની માઠી અસર કરે છે.
આજે બધી જ વસ્તુઓમાં બટર નાખવાનું ચલણ વધતું જાય છે. ખાસ કરીને શહેરોમાં લોકો નવા નવા ખોરાકનો ટેસ્ટ કરે છે અને આ બધી જ વસ્તુઓમાં બટર ઉમેરતા હોય છે. આજે લોકો કોઈને કોઈ પ્રકારે બટર ખાતા હોય છે. આ બટર સાથે લીલું શાકભાજી કયારેય ન ખાવું જોઈએ. બટરને રોટલા. રોટલી . ખીચડી કે ભાત સાથે ખાઈ શકાય છે. પરંતુ આયુર્વેદમાં લીલા શાકભાજી સાથે બટર ખાવાનો પ્રતિબંધ કરવામાં આવ્યો છે.
દહીં અને કેળા પણ વિરુદ્ધ આહાર છે. માટે દહીં સને કેળા સાથે ક્યારેય પણ નહિ ખાવા જોઈંએ. અત્યારના સમયમાં લોકો મઠો બનાવીને તેમાં કેળા નાખીને સેવન કરવામાં આવતું હોય છે. આ મઠ્ઠામાં કેળા અને બીજી અનેક ફ્રુટની વસ્તુઓ ઉમેરવામાં આવી હોય છે. આ બધી જ વસ્તુઓ નાખીને ગળ્યો મઠો બનાવવામાં આવે છે. જે એક પ્રકારે વિરુદ્ધ આહાર છે. માટે આ કેળા અને દહીં સાથે ન ખાવા.
આ સિવાય મધ, ઘી, તેલ અને પાણી સરખા પ્રમાણમાં ક્યારેય ન લેવા. આ બધી વસ્તુઓ સાથે લેતી વખતે એકનું પ્રમાણ ઓછું લેવું તો બીજાનું પ્રમાણ વધારે રાખવું. મધ અને ઘી સરખા પ્રમાણમાં લેવામાં આવે તો તે પોઈઝન બને છે. માટે આમાંથી એક ઓછુ અને એક વધારે પ્રમાણમાં લઈએ તો તે દવા તરીકે ઉપયોગી છે.
ઠંડું પીણું અને ગરમ પીણું ક્યારેય સાથે ન પીવું જોઈએ. ઘણા લોકો હોટેલ અને રેસ્ટોરન્ટમાં જમવાના શોખીન હોય છે. જેમાં લોકો ગરમ ગરમ નાસ્તો કરતા હોય છે, જેની સાથે ઠંડા પીણા અને આઈસ્ક્રીમ પણ ખાતા હોય છે. ઘણા લોકો સૂપ સાથે કોલ્ડ્રીકસ પણ પીવે છે. આ એક ગરમ અને બીજી ઠંડી વસ્તુ હોવાથી તે વિરુદ્ધ આહાર બની જાય છે. પરંતુ આ લાંબા ગાળે ખુબ જ નુકશાન કરે તેવી આદત છે.
આ ઠંડી અને ગરમ વસ્તુ ખાવાથી તેની સીધી જ અસર હોજરી પર થાય છે. જે હોજરીમાં ગરમ વસ્તુ નાખ્યા બાદ તેમાં આ ઠંડી વસ્તું નાખવાથી તે હોજરીના કાર્યને ભૂલાવી દે છે. જેની હોજરીને યોગ્ય રીતે કામ કરતી અટકાવે છે. જેનાથી હોજરીને નુકશાન થવાની અને આડ અસર થવાની શક્યતા છે. માટે કોઈ પણ સમયે ગરમ ભોજન કે ગરમ પીણા સાથે ઠંડી વસ્તુનું સેવન ન કરવું જોઈએ. આ બંને વસ્તુનું સેવન કરવું હોય એ વચ્ચે 45 મિનીટ જેટલા સમયનું અંતર રહેવું જોઈએ.
જૂનું અનાજ અને નવું અનાજ પણ વિરુદ્ધ આહાર જ છે. ઘણી વખત મોટા ભાગે લોકો જૂના અનાજ નું જ સેવન કરતા હોય છે અને અમુક લોકો નવું જ અનાજ ખાતા હોય છે. પરંતુ આ બંને વસ્તુઓ મિક્સ કરીને આ બંને જુના અને નવા અનાજમાંથી બનાવેલી વસ્તુઓ ખાવાથી વિરુદ્ધ આહાર છે. આયુર્વેદમાં આવી વસ્તુઓ ખાવાનો નિષેધ કરવામાં આવ્યો છે. ઘણી વખત લોકો કોઈ એક પ્રકારના અનાજમાંથી બનાવેલી વસ્તુઓ ન ભાવતી હોવાથી જુનાં અને નવા અનાજનું મિશ્રણ કરતા હોય છે. પરંતુ આ વિરુદ્ધ આહાર હોવાથી સાથે સેવન ન કરવું.
આમ, આ ઉપરોક્ત અમે બતાવ્યો છે તે ખોરાક સાથે ન ખાવી, આ વસ્તુઓ સાથે ખાવાથી શરીરમાં ઘણી વધી આડઅસર કરે છે, કરોળિયા, સફેદ ડાઘ, સફેદ કોઢ, ચામડીના રોગો જેવા અનેક રોગો થવાની શક્યતા રહે છે. ઘણી વખત લકવો અને પક્ષાઘાત જેવા રોગો થવાની આ વિરુદ્ધ આહાર કરવાથી રહેલી છે. માટે આવા વિરુદ્ધ આહાર સાથે ન ખાવા જોઈએ. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.