હાલમાં ધીરે ધીરે તહેવારની શરૂઆત થઇ ચુકી છે. છેલ્લા બે વર્ષથી મહામાંરીના લીધે તહેવારો પહેલા જેવા વ્યવસ્થિત રીતે ઉજવી શકાતા નથી. લગ્ન, મરણ અને બીજા સામાજિક કાર્યકમોમાં પણ નિયંત્રણ હોય છે. આ માટે સરકારની ગાઈડલાઈન્સનું પાલન કરવાનું રહેશે અને આ પાલનના ભંગ બદલ તમને દંડ પણ થઈ શકે છે.
હાલમાં જ ચાલી રહેલા તહેવારોની વણઝારને લીધે લોકો ગમે ત્યાં ફરવા જવાનું વિચારતા હોય છે. આ માટે લોકો ધાર્મિક સ્થળોએ, પર્યટક સ્થળે રજાના દિવસો હોવાથી અને તહેવારો હોવાથી ફરવા જાય છે. પરંતુ આ જગ્યાએ એક સામટા વ્યક્તિ ભેગા થવાની કોરોના ફેલાવાની શક્યતા વધી જાય છે. હાલમાં જ ત્રીજી લહેર આવવાની નિષ્ણાતો દ્વારા જાહેરાત કરવામાં આવી છે. જેથી સાવચેતી પણ રાખવી જરૂરી છે.
હમણાં ગયેલા રક્ષા બંધનના દિવસે લોકો ઘણા ધાર્મિક સ્થળોએ ઉમટી પડ્યા હતા. જેમાં સરકારી ગાઈડ લાઈન્સનું પણ લોકો દ્વારા પાલન કરવામાં નહોતું આવી રહ્યું. સોશિયલ ડિસ્ટન્સ કે માસ્ક વગેરે ભાગ્યે જ કોઈ લોકોએ પહેર્યા હતા. જે આવનારા સમયમાં સંક્રમણ ફેલાવાના સંકેતો આપે છે.
રક્ષા બંધનના દિવસે તેમજ 15 મી ઓગષ્ટનાં દિવસ પ્રસિદ્ધ જલારામ જલારામ બાપાના મંદિર વીરપુર ખાતે ભીડ જામી હતી તેમજ અન્ય ધાર્મિક સ્થળોએ પણ માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. જે બાબતને ધ્યાનમાં લઈને વીરપુર ખાતેનું આ જલારામ બાપા મંદિર અને રાજકોટનું સદગુરુ રણછોડદાસજી આશ્રમ સાતમ-આઠમના તહેવારોને લીધે તા- 27-8 થી 1 સપ્ટેમ્બર સુધી દર્શાનાથીઓ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ તહેવારોની શરુઆત બોળ ચોથથી થઇ જાય છે. આ પછી નાગ પાંચમથી પારણા નવમી સુધી એકધારા તહેવારો આવે છે. જેમાં અનેક જગ્યાએ મેળાઓ ભરાય છે. જેમાં ધાર્મિક સ્થળોએ લોકોની બહુ જ ભીડ જામે છે. હાલમાં લોકોમાં સંક્રમણ ન ફેલાય તે માટે અનેક સ્થળોએ ટ્રસ્ટી મંડળો દ્વારા આ સ્થળો બંધ રાખવાની વિચારણા થઈ રહી છે. જેમાં જલારામ બાપા આશ્રમ વીરપુર આ તહેવારો દરમિયાન બંધ રહેશે.