આપણા દેશમાં જયારથી મોટર વ્હીકલમાં સુધારો થયો છે ત્યારથી વાહન બાબતે સરકારે ઘણા બધા નિર્ણયો લેવામાં આવ્યા છે. જે હેલ્મેટ, ફાસ્ટેગ, નંબર પ્લેટ અને પર્યાવરણને ધ્યાનમાં લઈને પ્રદુષણ બાબતે અનેક સુધારાઓ કડકાઈથી નિયમો કરવામાં આવ્યા છે. હાલમાં જ પ્રદુષણની બાબતને લઈને સરકાર દ્વારા અનેક સરકારે મહત્વનો નિર્ણય લીધો છે.
જેમાં સરકાર હવે તમારા 15 વર્ષથી જૂના કોમર્શીયલ વાહનો અને 20 વર્ષથી જૂના પેસેન્જર વાહનો હવે સરકાર કડકાઈ કરીને ભંગારમાં મોકલી દેશે. આ બાબતને લઈને આ સરકારે હવે નિર્ણય લીધો છે. આ બાબતને લઈને આ સ્કેપયાર્ડ નક્કી કરવા માટે કેન્દ્રીય પરિવહન મંત્રીએ ગાંધીનગરની મુલાકાત લીધી હતી.
હાલજ પ્રદુષણ બાબતને લઈને ચિંતાજનક રીપોર્ટ આવ્યો છે. જેમાં આગામી 50 વર્ષમાં પ્રદુષણનાં હિસાબે તાપમાન વધી જવાનું અને હિમ પ્રદેશોમાં બરફ ઓગળી રહ્યો હોવાના સંકેતો આવ્યા છે. જેની અસર સમુદ્રની સપાટી વધવાની અને ઘણા બધા રોગો થવાની પણ સંભાવના પણ છે.
માટે સરકાર દ્વારા આ બાબતને લઈને જુના વાહનો ભંગારમાં મોકલી દેવાની નીતિ ઘડવામાં આવી છે. આજ રોજ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી દ્વારા ગુજરાતનાં મહાત્મા મંદિર ખાતેથી આ બાબતની જાહેરાત કરવામાં આવી હતી.
હવે તમારું વાહન જૂનું થઈ ગયું હશે અને પપર્યાવરણનાં માપદંડોનો ભંગ કરતું હશે તો તમને તમારું વાહન જપ્ત કરી લેવામાં આવશે અને તેને ભંગાર વાડામાં મોકલી દેવામાં આવશે. આ માટે પણ ગુજરાતમાં ચારથી પાંચ સ્થળોએ ભંગાર વાડા બનાવવાની જાહેરાત પણ સરકાર દ્વારા કરવામાં આવી છે. પૃથ્વી પરના પ્રદુષણ માટે આ જુના વાહનો જવાબદાર હોવાનું તપાસ સમિતિનાં ધ્યાનમાં આવ્યું હતું.
સરકાર દ્વારા ઘડવામાં આવેલી નવી નીતિ પ્રમાણે તમારે યોગ્ય સમયના અંતરે વાહનને ચેક કરાવવાના નિયમો બનાવવામાં આવ્યા છે. આ આ જો તમે આ સમયે વાહનનો ફિટનેસ રીપોર્ટ કરવાની ટેસ્ટમાં તમારું વાહન ફેલ થશે તો તમારા વાહનને ભંગારમાં મોકલી દેવાની ફરજ પાડવામાં આવશે. આ બાબતે હ્બે ઓક્ટોબરથી જ આ ફિટનેસ ટેસ્ટ કરવાના શરુ થઇ જશે. જેમાં નિષ્ફળ જનારા વાહનનો રરીપોર્ટ ઓનલાઈન મૂકી દેવામાં આવશે. આ રીતે તમારું વહન આ ટેસ્ટમાં ત્રણ વખત ફેલ થશે તો સ્ક્રેપ કરવાની ફરજ પાડવામાં આવશે.
ફેક્ટરીઓમાં અને અન્ય એકમોમાં ફર્નેશ ઓઈલ અને અન્ય સીએનજીની વપરાશ કરવાની પણ ભલામણ કરવાંમાં આવી છે. આ બાબતે સરકાર દ્વારા વાહનો ભાંગવાના એકમો સ્થાપવાની પણ જાહેરાત કરી છે. જેમાં સરકાર દ્વારા ગુજરાતની નામાંકિત કંપનીઓ સાથે આ વાહન ભાંગવાના ઉદ્યોગો સ્થાપવા બાબતે કરારો કરવામાં આવ્યા છે.
જો કે સરકાર હવે જુના વાહન આ રીતે ભંગારમાં આપી નવા વાહનો લેવામાં સરકાર રાહત આપશે. જેમાં જુનું વાહન ભંગારમાં એટલે કે સ્ક્રેપમાં આપનારાઓને પ્રમાણ પત્ર આપવામાં આવશે. તેમજ રોડ ટેક્સમાં 25 ટકાની રાહત આપવામાં આવશે. કોર્મશિયલ વાહનો માટે આ ટકાવારી 15 ટકાની રાખવામાં આવી છે. આ બાબતને લઈને સરકાર મોટર વ્હીકલ ટેક્સમાં પણ 25 ટકા સુધીની રાહત આપવામાં આવશે. નવા વાહન ખરીદી શો રૂમ કિમતના 4 થી 6 ટકા સુધીની રાહત આપવામાં આવશે.