GujaratIndia

ઘરમાં સતત ઝઘડાં થતા હોય તો આ એક ઉપાય અપનાવી લો, બધો કંકાસ દુર થઇ જશે

ઘણા લોકો પોતાની સફળતાનું શ્રેય પોતાન ઘરને માનતા હોય છે, જેમાં કેટલાક લોકો એવા હોય છે, જે પોતાના નવા ઘરમાં રહેવા જતા હોય છે,  ત્યારથી જ પોતાની સફળતાના દ્વાર ખુલી જતા હોય છે. ઘણા બધા લોકો સાથે આવું બનતું હોય છે.

કેટલાક લોકો સાથે આવી ઉલટી ઘટના બનતી હોય છે. જે લોકોને જુના ઘરમાં ખુબ જ સફળતા મળી હોય છે, જયારે તે નવા ઘરમાં રહેવા લાગે છે, ત્યારથી તેઓને પનોતી લાગી તેમ અનુભવતા હોય છે. અને એક સમય એવો આવે છે કે જયારે બધું જ સમાપ્ત થઇ ગયું હોય છે.

આ ઘટના અને સિસ્ટમમાં આપણા ત્યાં વર્ષોથી કાર્ય કરી રહેલું વાસ્તુશાસ્ત્ર કામ કરતું હોય છે. આ બાબતમાં ઘરની અશાંતિનું રાઝ આજુ બાજુની જમીનમાં જ છુપાયેલું હોય છે. કે જ્યાં તમારું ઘર બન્યું હોય છે. આ જગ્યાએ વાસ્તુશાસ્ત્ર અનુસાર  ઓ તમારા ઘરમાં શાંતિ ન હોય તો બધું જ બેકાર છે.

આ માટે તમારે જયારે નવું ઘર કે ફ્લેટ ખરીદો છો તો ત્યારે તમારે વાસ્તુશાસ્ત્ર અનુસાર બધી જાણકારી મેળવીને આ મકાન કે ઘર ખરીદવું જોઈએ. જો તમે નવું ઘર બનાવો છો તો તમારે તે વાસ્તુશાસ્ત્ર અનુસાર બનાવવું જોઈએ.

આ માટે વાસ્તુશાસ્ત્રમાં આ બાબતે ઘણી માહિતી આપેલી છે, જેને તમારે અનુસરવી જોઈએ જેમાં, તમારે જોવું જોઈએ કે તમે જે જમીન તમારા રહેણાંક માટે મકાન બનાવી રહ્યા છો તે આ પહેલા કોઈ સ્મશાન કે કબ્રસ્તાન માટે ઉપયોગમાં લેવામાં આવતી જમીન તો નથી ને. જો તમે આવી જમીનનો ઉપયોગ કરશો તો તે તમારી ઘરની શાંતિને અચૂક બગાડી શકે છે.

આ સિવાય આયુર્વેદમાં અને બીજા શાસ્ત્રોક્ત વિધિ કે એ આપણે ત્યાં વર્ષોથી પ્રસલિત છે જે અનુસાર તમારે મકાન બનાવવું જોઈએ. જેમાં આયુર્વેદ અનુસાર જોઈએ તો ફટકડીને સ્વાસ્થ્યનો ખજાનો માનવામાં આવે છે,  જે તમારા ઘરમાંથી નકારાત્મકતાને દૂર કરી શકે છે. આ જે ઘણા રોગોને પણ ઠીક કરે છે. આ માટે ફટકડીનો ઉપયોગ કરવાથી ઘરમાંથી કંકાશ દૂર થાય છે.

જે લોકોના ઘરે વારંવાર કંકાશ રહેતો હોય, તે લોકોને ઘરે સતત બીમારી આવ્યા કરતી હોય તેમજ મગજમાં ટેન્શન કે તણાવ રહેતો હોય, આવા લોકોએ પોતાના ઘરમાં એક બાઉલમાં ફટકડી ભરીને કોઈ ખૂણામાં મૂકી દેવી જોઈએ. તેનાથી ઘરમાંથી તણાવનું વાતાવરણ ઠીક થઇ જશે.

ઘરમાં વડીલોને ઘણી સમસ્યા ઓ આવતી હોય છે, જેથી આ વડીલો જ્યાં સુવે છે ત્યાં તેમના પલંગ નીચે એક લોટામાં પાણી ભરો અને આ પાણીમાં ફટકડી નાખો. જેનાથી તમારા ઘરમાં શાંતિ આવશે અને ઘરમાં રહેતા ક્જીયાઓ દૂર રહેશે.

ઘરમાં પ્રગતી અને વિકાસ માટે આ રીતે ફટકડીના પ્રયોગો કરવા જોઈએ. લાલ રંગના કપડામાં થોડી ફટકડી નાખીને તેની પોટલી બનાવીને ઘરના કોઈ ર્ક ખૂણામાં મૂકી દેવી જોઈએ કે જેનાથી તમારા ઘરમાંથી બધી જ સમસ્યાઓ ઠીક થઇ જશે.

આ સિવાય જો વાસ્તુદોસ્તની સમસ્યા તમને રહેતી હોય તો તમે 50 ગ્રામ ફટકડીને બાઉલમાં નાખીને તેને ઘરની પૂજામાં રાખી શકો છો, આ પગલા લેવાથી તમારા ઘરનો વાસ્તુદોષ દૂર થઇ જશે. આવી રીતે ફટકડીને એક પોજીટીવ વસ્તુ ગણવામાં આવે છે, જે તમારા ઘરની  સમસ્યા ઠીક કરવામાં ઉપયોગી થઇ શકે છે.

આ રીતે તમે તમારા ઘરની સમસ્યાઓ ઠીક કરવા માટે આ ફટકડીનો ઉપયોગ કરી શકો છો, જે તમારા ઘરમાંથી દરેક પ્રકારની નાની મોટી સમસ્યાને ઠીક કરી મુકશે. તમારા ઘરમાં  રહેતા કંકાશ જેવા પ્રોબ્લેમને ઠીક કરશે. આ સિવાય તમારે ઘરને પણ યોગ્ય વાસ્તુશાસ્ત્ર મુજબ બનાવવું જોઈએ.

Gujaratime.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

What's your reaction?

Related Posts

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *