Health

સવારે વાસી મોઢે પાણી પીતા હોય તો 3 બાબતો નું ધ્યાન રાખજો

પાણી આપણા શરીર માટે ખુબ જ ઉપયોગી છે. શરીરમાં સુસ્તી જાળવી રાખવા માટે અને શરીરને રોગમુક્ત રાખવા માટે પાણીનો પણ અગત્યનો ભાગ છે. જો શરીરમાં દિવસ દરમિયાન જરૂરી પ્રમાણમાં પાણી પીવામાં આવે તો શરીર તંદુરસ્ત રહે છે. પરંતુ પાણી સ્વચ્છ અને યોગ્ય સમયે પીવું જરૂરી છે.

ઘણા લોકો સવારે ઉઠીને 80 ટકા વાસી મોઢે પાણી પી લેતા હોય છે. જો તમે પણ દરરોજ સવારે ઉઠીને વાસી મોઢે પાણી પીતા હોય તો આ બે બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ. જેમાં કોઈપણ દિવસે રાત્રે બ્રશ કર્યા વગર સુઈ ન જવું. સૂતા પહેલા દાંતને સરખી રીતે સાફ કરી દેવા, દાંતને ચોખ્ખા કરી દેવા.

જો તમે રાત્રે બ્રશ કર્યા વગર કે દાંતને સાફ કર્યા વગર સવારે વાસી મોઢે પાણી પીવામાં આવે તો તેના પૂરતા ફાયદા મળી શકશે નહિ. રાત્રે મોઢું સાફ ન કરવામાં આવે તો દાંતોની અંદર જે ખોરાકના નાના કણ હશે તેમાં આખી રાત્રી દરમિયાન સડો લાગે છે. જેમાં સુક્ષ્મ બેક્ટેરિયાનું નિર્માણ થાય છે. જયારે તમે વાસી મોઢે પાણી પીશો ત્યારે આ સુક્ષ્મ બેક્ટેરિયા તમારા પેટમાં જશે.

આ બેક્ટેરિયા શરીરમાં જવાથી ગેસ્ટ્રીક સમસ્યાઓ થશે, હોજરીનો સોજો અને ડાયેરિયા આવા ઘણા બધા પ્રોબ્લેમ ઉભા થશે. સરવાળે આ બધી સમસ્યાઓ આપણેને નુકશાન કરી શકે છે. જો બ્રશ ન કરવામાં આવે તો દાંતમાં જે બેક્ટેરિયા હશે તે ધીમે ધીમે સડો પેદા કરે છે. જેનાથી લાંબા સમયે દાંતની તકલીફો થશે.

જો તમારે વાસી મોઢે પાણી પીવાની ટેવ હોય તો રાત્રે બ્રશ કર્યા વગર સુઈ ન જવું. બ્રશ કરીને તેમજ ઉળ ઉતારીને જ સૂવું. જો તમારી કફની પ્રકૃતિ હોય તમારે ગરમ પાણી કરવું, આ ગરમ પાણીમાં થોડું  લીંબુ કાપીને તેના ટુકડામાંથી રસ કાઢીને આ ગરમ પાણીમાં નાખવો અને આ પાણીને પી જવું. આ રીતે ગરમ કરેલા પાણીને ઠંડું પડવા દીધા બાદ સાવ ઠંડું પડી ગયા બાદ તેમાં મધ અને લીંબુ નાખીને પણ વાસી મોઢે પી શકાય છે. આ પાણી પીધા બાદ એક કલાક સુધી કાઈપણ ખાવાનું નથી.

આ સિવાય ઘણા લોકોને પિત્તની પ્રકૃતિ હોય છે. માટે પિત્તની પ્રકૃતિ વાળા જો હુંફાળું પાણી અને લીંબુ નાખીને પીશે તો તેઓને મોટી સમસ્યા ઉભી થશે. એ લોકો માટે સલાહ છે કે જેઓને હાઈપર એસીડીટી છે, છાતીમાં કે પેટમાં બળતરા થાય છે. પિત્તની પ્રકૃતિ હોય એવા લોકોને વાસી મોઢે પાણી પીવું હોય તો ગોળાનું પાણી પીવું.

આવા લોકોએ માટલાનું પાણી પીવું, પરંતુ તેમાં લીંબુ નાખવું નહિ. આ પાણીમાં જીરું નાખી શકાય છે. કારણ કે લીંબુ એ પિત્તશામક છે. આ સિવાય સાદું માટલાનું પાણી પણ પી શકાય છે. આ પાણીમાં સિંધવ મીઠું અને જીરાનો પાવડર નાખીને પણ તેને પી શકાય છે. આ રીતે કરવામાં આવશે તો એસીડીટીમાં કોઈ સમસ્યા નહિ કરે અને એસીડીટી હશે તો મટી જશે.

સવારે તમે વાસી મોઢે પાણી પીતા હોય તો પાણી ખુબ જ ઝડપથી ગટગટાવીને પીવું ન જોઈએ. આંખી રાત્રિ દરમિયાન મોઢામાં જે લાળ જમા થાય છે તે લાળ આલ્કલીન છે. આખી રાત્રી દરમિયાન આપણા પેટમાં એસીડ જમાં થાય છે. એસીડનો ભરાવો થાય છે. આપણા શરીરમાં હાઈડ્રોક્લોરિક એસીડ શરીરમાંથી છૂટો પડીને તેનો ભરાવો હોજરીમાં થાય છે.

આ માટે સવારે પાણી પીતા હોઈએ ત્યારે પાણીને મોઢામાં લઈને એ ઘૂંટડાને મોઢામાં મમળાવવો. આ ઘુંટડાને મમળાવીને નીચે ઉતારી લેવો. આ પછી બીજો ઘૂંટડો લેવો તેને પણ મમળાવો અને પછી ગળે ઉતારવો. ટૂંકમાં શાંતિથી ગ્લાસમાં પાણી ભરવું, સોફામાં બેસવું અને બેઠા પછી ધીમે ધીમે સરબત પીતા હોય, દવા પીતા હોય એ રીતે એક ઘુટડો લીધો, મોઢામાં મમળાવવો અને પછી મોઢામાં ઉતારવો. આ રીતે આ પાણી પીવું. આ રીતે જો વાસી મોઢે જે પાણી પીવાના ફાયદા છે તેનો પુરેપુરો લાભ મળી શકે છે.

જો આ 3 નિયમોનું પાલન કરવામાં આવે તો ખુબ જ ફાયદો થાય છે. જો આ 3 બાબતોની કાળજી રાખ્યા વગર વાસી મોઢે પાણી પીવામાં આવે તો એકપણ ફાયદો મળશે નહિ. માટે આ નિયમો નિયમિત અપનાવવા જોઈએ અને એ પ્રમાણે પાણી પીવું જોઈએ. આ રીતે આ પ્રયોગ જો કાયમ માટે કરવામાં આવે તો તેની શરીરમાં ખુબ જ સારી અસર થાય છે.

માનવ શરીરને સ્વસ્થ અને ફીટ રાખવામાં પાણીની અહમ ભૂમિકા હોય છે. માનવ શરીરમાં પાણીની માત્રા 50 થી 60 ટકા હોય છે. ભરપુર માત્રામાં પાણી પીવાથી, શરીરમાં મૌજૂદ હાનીકારક અને ઝેરીલા તત્વો પરસેવો અને મૂત્ર દ્વારા શરીરની બહાર નીકળી જાય છે. જેનાથી વિષાણુંથી બચાવ થાય છે, બીમારીઓ થતી નથી.

સવારે વાસી મોઢે આ રીતે પાણી પીવાથી શરીરની સરખી રીતે સફાઈ થાય છ૩. પાણી શરીરના અંગો અને ઉત્તકોની રક્ષા કરે છે. તે કોશિકાઓ સુધી પોષક તત્વો અને ઓક્સીજન પહોચાડે છે. તે પોષક તત્વોને તોડવામાં મદદ કરે છે. આ સિવાય પાણી આપણા શરીરના તાપમાનને પણ નિયંત્રિત કરે છે.

આમ, પણ આપણે સવારમાં ઉઠીએ છીએ ત્યારે આપણા શરીરને પાણીની ખુબ જ જરૂર હોય છે. સવારે ઉઠીને આ રીતે પાણીનું સેવન કરવામાં આવે તો શરીરનું તાપમાન નિયંત્રિત રાખવામાં તે મદદ કરે છે. ગરમ પાણીમાં લીંબુ નાખીને વાસી મોઢે પીવામાં આવે તો શરીરનું આંતરિક તાપમાન ઓછું થઈ જાય છે. જેના લીધે આપણા શરીરમાં ચયાપચયની પ્રક્રિયા શરૂ થઈ જાય છે. જેનાથી શરીરનો વજન અને શરીર પણ વધતું અટકે છે.

વાસી મોઢે પાણી પીવાથી તમાન અને માનસિક સમસ્યાઓ ઠીક થાય છે. મગજ શાંત રહે છે. આ રીતે પાણી પીવાથી મગજને ઓક્સીજન મળે છે અને તે મગજને તાજગીભર્યું બનાવે છે. જેનાથી મગજ સક્રિય રહે છે.

ઘણા લોકોને પેટમાં કબજીયાતની સમસ્યા પણ વાસી મોઢે પાણી પીવાથી થાય છે. વાસી મોઢે પીધેલું પાણી રાત્રે શરીરમ બનેલા હાનીકારક તત્વોને પેશાબ વાટે બહાર કાઢવાનું કાર્ય કરે છે, જેનાથી પેશાબમાં જલન, યુરીન ઈન્ફેકશન અને અન્ય સમસ્યાઓ મટી જાય છે.

આ રીતે વાસી મોઢે પીધેલું પાણી શરીરને ડીટોકસીફાઈ કરવામાં સહાયક હોય છે, શરીરને તાત્કાલિક ઉર્જા આપે છે, મગજ તેજીથી કામ કરે છે, સંક્રમણથી બચાવ કરે છે, વજન ઘટાડે છે, ચામડી પર ચમક આવે છે, નવી કોશીકાનું નિર્માણ થાય છે, પેશાબ સંબંધી સમસ્યાઓમાં આરામ મળે છે.

આમ, આ રીતે ઉપરોક્ત બતાવ્યા પ્રમાણે કાળજી રાખીને વાસી મોઢે પાણી પીવામાં આવે તો શરીરમાં ખુબ જ ફાયદો થાય છે. શરીર આ રીતે પાણી પીવાથી ઉપરોક્ત ફાયદાઓ મળી શકે છે. આ સિવાય પણ ઘણા બધા ફાયદાઓ મળે છે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.

Gujaratime.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

What's your reaction?

Related Posts

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *