અમુક સ્થિતિ એવી આવે છે કે જયારે વ્યક્તિની ધીરજ ખૂટી જાય છે. આ સ્થિતિમાં અનેક વ્યક્તિઓને ખરાબ સ્થિતિનો સામનો કરવો પડે છે. જેમાંથી અમૂક લોકો એટલી હદે કંટાળી જતા હોય છે કે જે આપઘાત કરી બેસે છે.
હાલમાં ચાલી રહેલી માહામાંરીમાં ઘણા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ઘણા લોકોની સ્થિતિ દિન પ્રતિદિન એટલી ખરાબ થતી ગઈ કે જેનાથી જેને ખાવામાં પણ ફાંફા પડવા લાગ્યા છે. આવી સ્થિતિ ઘણા લોકોને સર્જાઈ છે. અમુક લોકોને નોકરી કે રોજગાર છુટ્યા અથવા પડી ભાંગ્યા છે. જેનાથી માણસની ધીરજ ખૂટી હોય તેવા કિસ્સા સામે આવે છે.
હાલમાં જ વાસંદામાં એક સાથે એક જ ઘરના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી લીધી હોય તેવી ઘટના બહાર આવી છે. જેમાં એક અસ્થિર મગજના વ્યકતિએ આંબાના વૃક્ષ પર ચડીને આપઘાત કર્યો છે. જે જુવાન જોધ દીકરાની લાશ જોઇને માતા પિતા પણ ભાંગી પડ્યા હતા અને તેમને પણ આ જ વૃક્ષની ડાળી પર લટકીને આત્મહત્યા કરી લીધી છે.
ઘણા સમય સુધી પરિવારના સભ્યોની ભાળ ન મળતા મૃતક ની બહેને શોધખોળ આદરી હતી, ત્યારે તેને નજીકના આંબાના વૃક્ષ પરથી આ રીતે લટકતા મૃતદેહ જોવા મળ્યા હતા. આ ઘટનાને લઈને સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ છે.
આ મૃતકને પત્ની અને ત્રણ વર્ષની બાળકી પણ છે, જેના કલ્પાંતથી સમગ્ર પંથકમાં ગમગીની શોકનો માહોલ સર્જાયો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ યુવાને પહેલા પણ ત્રણ વખત આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ વાસંદાના મોળાઆંબા ગામમાં ગોપજી ઘોટાળ રહેતા હતા અને તેઓ ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા, જેમાં તેમના આ દીકરાને કોરોના મહામારી લાગુ પડી હતી જેમાં એ પણ કોરોનાનો ભોગ બન્યો હતો. જેમાં તે સાજો તો થયો પરંતુ તે માનસિક રીતે અસ્થિર બની ગયો હતો.
પરંતુ આ વખતે તેને નાછૂટકે આપઘાત કરી લીધો હતો જે જોઇને તેના માતા પિતાએ પણ આઘાતમાં આવીને આત્મહત્યા કરી લીધી. આ પછી તેમના પરિવારના સભ્યોએ વારંવાર શોધખોળ કરતા અને ફોન કરતા પણ ફોન ન ઉપાડતા એની શોધખોળ કરી હતી ત્યારે તે આ રીતે લટકતા મળી આવ્યા હતા.
આ ઘરના મોભી ગોપજી ઘોટાળને બે દીકરી છે, જેમાંથી એક દીકરીને આ ગામમાં જ પરણાવવામાં આવી હતી, જેમાં તેને ખબર અંતર પૂછવા ફોન એક પછી એક ઘરના વ્યક્તિઓને ફોન કર્યા હતા, પરંતુ આ રીતે તેને ફોન ન ઉપાડતા જે ઘરે આવીને તપાસ કરી હતી.
આ રીતે તેને માતા પિતા અને ભાઈની લટકતી લાશ મળી હતી, જે ઘટનાથી પરિવારમાં એક સામટો આઘાત આવી પહોંચ્યો હતો, જેને લઈને સમગ્ર પરિવારના લોકો પત્ની અને દીકરીના કલ્પાંતથી ગમગીની ફેલાઈ છે. આજુબાજુના પંથકમાં પણ આ ઘટનાથી અરેરાટી વ્યાપીં છે.