વડલાનું વિશાળ વૃક્ષ હોય છે. ખાસ કરીને તેનો મોટો આકાર, ઓક્સીજન પ્રદાન કરવા માટે અને હિંદુ ધર્મમાં આસ્થાની માન્યતાઓથી જોડીને જોવામાં આવે છે. આ વૃક્ષને વટવૃક્ષ પણ કહેવામાં આવે છે. વડનું વાનસ્પતિક નામ ફાઈક્સ બેંગાલેસિસ (Ficus Benghalensis) છે. જેને અંગ્રેજીમાં Banyan Tree કહેવામાં આવે છે. જ્યારે
વડનું વૃક્ષ સીધું હોય છે, ઘેરાવદાર વિશાળ પ્રમાણમાં ફેલાય છે. તેના મૂળ ડાળીઓ સાથે જોડાયેલા હોય છે. અને નીચેની તરફ ફેલાય છે. જે વધારે પ્રમાણમાં ફેલાયને નીચે આવે છે અને તેનું પણ થડ બની જાય છે. વડના ફળ ગોળ, નાનું અને લાલ રંગના હોય છે. તેના ફળની અંદર બીજ હોય છે.જે ખુબ જ નાના હોય છે. વડના પાંદડા પહોળા હોય છે. જેના તાજા પાંદડા, ડાળીઓ છાલને તોડવાથી અંદરથી સફેદ રંગનો તરલ પદાર્થ નીકળે છે. જેને લેટેક્સ અમલ કહેવામાં આવે છે.
આ વુક્ષ છાયાદાર વૃક્ષ વિશાળ ડાળીઓ અને સાખાઓ વાળું હોય છે. આ વુક્ષ દુકાળના સમયે પણ જીવિત ટકી રહી શકે છે. ઔષધી તરીકે માત્ર વૃક્ષ જ નહિ પરંતુ તેની છાલ, ફળ, બીજ, દૂધ, વગેરેનો રોગના ઈલાજ માટે ઉપયોગ કરવામાં આવે છે. વડના વૃક્ષ કફ, વાત અને પિત્ત દોષને ઠીક કરવા માટે કરવામાં આવે છે. નાક, કાન અથવા વાળની સમસ્યા ઠીક કરવા માટે વડના વૃક્ષથી લાભ મળે છે.
વાળની સમસ્યા: વડના વૃક્ષના પાંદડા લો. બાદમાં તેને સળગાવીને તેની રાખ બનાવી લો. 20 થી 25 ગ્રામની રાખને 100 મિલી ગ્રામ અળસીના તેલમાં ભેળવીને માથામાં લગાવો. જેનાથી વાળની સમસ્યા દુર થાય છે. વડના વૃક્ષના સ્વચ્છ કોમળ પાંદડાના રસમાં બરાબર માત્રામાં સરસવનું તેલ ભેળવી દો. તેને આગ પર પકાવી લો. આ તેલને વાળમાં લગાવવાથી વાળની દરેક પ્રકારની સમસ્યા દુર થઈ જાય છે. વડની વડવાઈ તેમજ જટામાંસીનું ચૂર્ણ 25-25 ગ્રામ, તલનું તેલ 400 મીલીગ્રામ તથા ગળોનો રસ 2 લીટર લો. તેને બધી રીતે બરાબર ભેળવીને તડકામાં રાખો. પાણી સુકાઈ ગયા બાદ તેલને ગાળી લો. આ તેલથી માથા પર માલીશ કરો. તેનાથી માથામાં ટાલ પડવાની સમસ્યા દુર થાય છે. તેમજ શરીરમાં વાળ આવે છે. તેનાથી વાળ ખરવાની સમસ્યા પણ દુર થઇ જાય છે. વાળ સુંદર અને સોનેરી બની જાય છે.
આંખોના રોગમાં ફાયદાકારક: વડના 10 મિલીલીટર દુધમાં 125 મિલીલીટર કપૂર અને 2 ચમચી મધ ભેળવી દો. તેને આંખોમાં કાજળની જેમ લગાવો. જેનાથી દરેક પ્રકારની આંખોની બધા જ પ્રકારની સમસ્યા ઠીક થાય છે. વડના દુધને 2-2 ટીપા આંખોમાં નાખવાથી આંખો સંબંધિત રોગોનો ઉપચાર થાય છે.
નસકોરી ફૂટવી: ૩ ગ્રામ વડના મૂળની છાલ લો. તેને લસ્સી સાથે પીવો. તેને પીવાથી નાકમાંથી લોહી નીકળવાની સમસ્યા દુર થાય છે. 10 થી 20 મિલીગ્રામ સુધી વડના કોમળ પાંદડાને વાટી લો. તેને મધ અથવા ખાંડ સાથે સેવન કરવાથી લોહીના પિત્તમાં લાભ થાય છે.
કાનના રોગ: કાનમાં કોઈ ફોલ્લીઓ કે રસી નીકળતી હોય તો થોડા ટીપા સરસવના તેલમાં ભેળવીને કાનમાં નાખો. તેનાથી કાનની ફોલ્લીઓ ઠીક થાય છે. વડના વૃક્ષના ૩ ટીપા દૂધ બકરીના કાચા દૂધમાં ભેળવીને કાનમાં નાખો. તેનાથી કાનની ફોલ્લીઓ નાશ પામે છે.
ચહેરાની ચમક: વડના વૃક્ષના 5 થી 6 કોમળ પાંદડા અથવા વડવાઈ 10 થી 20 ગ્રામ તુવેરની સાથે વાટીને લેપ કરીને તેને ચહેરા પર લગાવો. તેનાથી ઉભરતા ખીલ અને મસ નાશ પામે છે. વડના વડના વૃક્ષના પીળા પાકા પાંદડા સાથે ચમેલીંના પાંદડા, ઉપલેટ,કાળા અગર અને પથાની લોધ્ર 1-1 ભાગમાં લો. તેને પાણીમાં સાથે વાટી લો. તેના લેપથી મસ અને ખીલ તેમજ કરચલી પડવાની સમસ્યા દુર થાય છે. નગોડના બીજ, વડના પીળા પાંદડા, કાંગ, જેઠીમધ, કમળનું ફૂલ, લોધ્ર, કેશર, લાખ તથા ઈન્દ્રાયણ ચૂર્ણને બરાબર ભાગમાં લો. તેને પાણી સાથે વાટીને લેપ તૈયાર કરો. તેને ચહેરા પર લગાવો. જેનાથી ચહેરાની ચમક ખીલે છે.
દાંતોના રોગ: 10 ગ્રામ વડની છાલ સાથે 5 ગ્રામ કાળા મરી લો. આ ત્રણેયને વાટીને ચૂર્ણ બનાવી લો. તેનાથી મંજન કરવાથી દાંત હલવા, દાંતની ગંદકી, મોઢામાંથી દુર્ગંધ આવવી વગેરે પરેશાનીઓ દુર થાય છે. દાંત સ્વચ્છ અને થાય છે. દાંતના દર્દ વાળા સ્થાન પર વડનું લાગવો. જેનાથી આરામ મળે છે. બાળકોને દાંત જલ્દી ના ઉગી રહ્યા હોય તો દાંત પર વડનું તેલ લગાવો. જેનાથી દાંત આસાનીથી ઉગે છે. વડના મૂળના દાંતણ કરવાથી મંજન કરવાથી દાંતથી દર્દ અને મોઢામાંથી દુર્ગંધ દુર થાય છે.
શરદી અને ઉધરસ: વડના વૃક્ષના કોમળ પાંદડાને છાયડે સુકાવીને ખાંડી નાખો. તેના એક અથવા દોઢ ચમચી ચૂર્ણને અડધો ચમચી ચૂર્ણને અડધા લીટર પાણીમાં ગરમ કરો. જ્યારે તેના ચોથા ભાગમાં રહી જાય ત્યારે તેમાં ૩ ચમચી ખાંડ ભેળવીને ઉકાળો બનાવો. તેના સવારે અને સાંજે ચા ની જેમ પીવાથી ઉધરસ અને કફ દુર થઈને મગજની દુર્બળતા દુર થાય છે. વડની નાની નાની કોમળ ડાળીઓ માંથી બનાવેલા ઠંડા પાણી સાથે રાખેલા રસને સવારે 10 થી 20 મીલીગ્રામની માત્રામાં તેનું સેવન કરો. જેનાથી કફના લીધે થનારી બીમારીઓ દુર થાય છે. વડના 10 ગ્રામ કોમળ લીલા પાંદડાને 150 મિલીગ્રામની માત્રામાં ખુબ પીવો. તેને ગાળીને તેમાં થોડીક ખાંડ મિલાવીને દરરોજ સવારે અને સાંજે 15 દિવસો સુધી લેવાથી હ્રદય રોગમાં લાભ થાય છે.
મરડો: ઝાડા સાથે લોહી આવવાની સમસ્યાને મરડો કહેવામાં આવે છે. આ રોગના ઈલાજ માટે વડના વૃક્ષના 20 ગ્રામની કુંપળોને વાટી લો. જેને રાત્રે પાણીમાં પલાળીને સવારે ગાળી લો. ગાળેલા પાણીમાં 100 ગ્રામની માત્રામાં ઘી ભેળવીને પકાવી લો. તેને ઘી થી 5 થી 10 ગ્રામ ઘી લો. તેમાં 2 ચમચી મધ અને ખાંડ ભેળવીને સેવન કરો. તેનાથી ઝાડા ને મરડામાં લાભ થાય છે.
ઝાડા: વડાના દૂધને નાભિમાં છેદ ભરવાથી અને તેની આસપાસ લગાવવાથી ઝાડા રોકાઈ જાય છે. 6 ગ્રામ વડના વૃક્ષની કુંપળો 100 મિલીગ્રામ પાણીમાં ઘૂંટી લો. તેને ગાળીને થોડી માત્રામાં ભેળવી લો. તેને પિવરાવો અને ઉપરથી છાશ પી લો. જેનાથી ઝાડામાં લાભ થાય છે. છાયડે સુકાવેલા વડના વૃક્ષના છાલથી ૩ ગ્રામ ચૂર્ણ તૈયાર કરો. દિવસમાં ૩ વખત ચોખાના ધોવરાવણ સાથે પીવાથી અને તાજા પાણી સાથે લેવાથી ઝાડામાં તરત જ લાભ મળે છે.
હરસમસા: વડના 25 ગ્રામ કોમળ પાંદડાને 200 ગ્રામ પાણીમાં ઘૂંટીને પિવરાવો. તેના 2 થી ૩ દીવસમાં હરસમસામાં લાભ થાય છે. વડના પીળા પાંદડાની રાખ બનાવીને બરાબર માત્રામાં ભેળવીને મસા પર લેપ કરવાથી તરત લાભ થાય છે. 100 મીલીગ્રામ બકરીના દૂધ અને તેટલી જ માત્રામાં પાણી લો. તેમાં વડના વૃક્ષની 10 ગ્રામ કુંપળોને ભેળવી લો. તેને આગ પર પકાવો. જ્યારે તેમાં માત્ર દૂધ જ વધે ત્યારે ગાળીને સેવન કરો. તેનાથી લોહી વાળા મસા મટે છે. વડની સુકી છાલ ડાળીઓને બાળીને કોલસો બનાવી લો. તેના કોલસાને વાટીને સવારે અને સાંજે સવારે અને સાંજે ૩ ગ્રામની માત્રામાં તાજા પાણી સાથે લેવાથી હરસમસામાં લાભ થાય છે.
ડાયાબીટીસ: 20 ગ્રામ વડના ફળનું ચૂર્ણ અડધા લીટર પાણીમાં પકાવો. પાણીમાં જયારે તેનો આઠમો ભાગ વધે ત્યારે ઠંડું પડવા દીધા બાદ ગાળીને તેનું સેવન કરો. તેનાથી ડાયાબીટીસમાં તરત લાભ મળે છે. વડના વૃક્ષની તાજી છાલને વાટીને ચૂર્ણ બનાવો. તેમાં બરાબર ભાગમાં ખાંડ ભેળવી દો. તેને 4 ગ્રામની માત્રામાં તાજા પાણી સાથે સેવન કરો. તેનાથી ડાયાબીટીસમાં ફાયદો મળે છે. 4 ગ્રામની માત્રામાં વડની વડવાઈનું ચૂર્ણ સવારે અને સાંજે તાજા પાણી સાથે પીવાથી ડાયાબીટીસ લાભ થાય છે. ધાતુનો સ્ત્રાવ અને સ્વપ્ન દોષની સમસ્યા પર આ ઉપચારથી દુર થાય છે.
વધારે ઉઘ: છાંયડે સુકાવેલા વડના વૃક્ષના સુકાયેલા લીલા પાંદડા લો. તેના 10 ગ્રામના દળેલા ચૂર્ણને 1 લીટર પાણીમાં પકાવો. જ્યારે પાણી તેમાંથી ચોથા ભાગનું વધે ત્યારે 1 ગ્રામ મીઠું ભેળવી દો. તેને 10 થી 30 મિલીગ્રામની માત્રામાં સવારે અને સાંજે પીવડાવવાથી વધારે ઊંઘની સમસ્યા દુર થાય છે.
યાદદાસ્ત વધારે: છાયડે સુકાવેલા વડના વૃક્ષની છાલનું ચૂર્ણ બનાવી લો. તેમાં તેની બમણી માત્રામાં ખાંડ અથવા મિશ્રી ભેળવી દો. તે આ ચૂર્ણને 6 ગ્રામની માત્રામાં સવારે અને સાંજે ગાયના ગરમ દૂધ સાથે સેવન કરવાથી યાદ શક્તિ વધે છે. આ ઉપાય દરમિયાન ખાટા પદાર્થોની કાળજી રાખવી.
આ રોગો સહીત બીજા અનેક રોગો જેવા કે ગળાના કાકડા, લોહીની ઉલ્ટી, વારંવાર તરસ લાગવી, મૂત્રરોગ, માસિક ધર્મ વિકાર, શીળસ, સુજાક ગોનોરિયા, ગર્ભધારણ, યોનિનું ઢીલાપણું, સ્તનનું ઢીલાપણું, કમરનો દુખાવો, શરીરને પુષ્ટ બનાવવા માટે, વધારે ઊંઘ આવવી, યાદ શક્તિ વધારવી, ઘાવનો ઈલાજ, કોઢનો રોગ, રસૌલી, આગથી બળવું, ખંજવાળ, કોલેસ્ટ્રોલ, ચામડીના રોગ, શીધ્રપતન, સોજો આવવો વગેરે સમસ્યામાં ખુબ જ ઉપયોગી છે.