HealthLifestyle

વધારે પડતી ચિંતા અને વિચારો કરનારામાં આ 7 રોગ વધુ જોવા મળે છે

જે લોકોમાં વધારે પડતી ચિંતા, સ્ટ્રેસ કે વધારે પડતો વિચાર કરવાની ટેવ છે. એ લોકોમાં આ એક પ્રકારની ઈરીટેબલ બોઈલ સિન્ડ્રોમ નામની તકલીફ જોવા મળે છે. આ બીમારીઓ વધારે જોવા મળે તો તેની અસર આપણા પારિવારિક જીવન પર પણ પડે છે.

આપણા શરીરના ભાગોમાં આંતરડું ખુબ જ અગત્યનું અને મહત્વનું અંગ છે. જેનાથી શરીરમાં ઘણી બધી શરીરના અગત્યના કાર્યો થાય છે. જો તે સ્ટ્રોંગ ના હોય અને તે નબળું પડે તો ઘણી બધી સમસ્યાઓ ઉભી થાય છે. આ આર્ટીકલમાં અમે આંતરડા સંબંધી ઘણી બધી અગત્યની માહિતી જણાવી રહ્યા છીએ.

આંતરડામાં IBL નામની તકલીફ થાય છે. જેને ઈરીટેબલ બોઈલ સિન્ડ્રોમ કહેવામાં આવે છે. આ રોગમાં આંતરડાની ગતિમાં ગરબડ થાય છે. આંતરડાની ગતિમાં ગરબડ થવાથી ક્યારેક ક્બજીયાત થાય, ક્યારેક ઝાડા થાય, ક્યારેક પેટમાં દુખવા લાગે છે. જેનાથી દર્દીને ખુબ જ તકલીફ રહે છે.

ખાસ કરીને આ બીમારીમાં આંતરડા કાયમી બગડેલા હોતા નથી. આંતરડા સામાન્ય જ જોવા મળે છે. પરંતુ દર્દીની જીવનશૈલીમાં અસર થાય છે. દર્દીને નિયમિત કામ કરવામાં તકલીફ પડે છે. માટે આ એક આંતરડાની ગતિનો રોગ છે જેમાં આંતરડાની રચના નોર્મલ જ રહે છે.

આ રોગ થવાના અનેક કારણો હોય છે પરંતુ તેનું કોઈ ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પરંતુ જે લોકોમાં વધારે પડતી ચિંતા, સ્ટ્રેસ કે વધારો પડતો વિચાર કરવાની ટેવ હોય એ લોકોમાં આ બીમારી વધારે જોવા મળે છે. જો આ બીમારી હળવી હોય અને આ સમયે ચિંતા કરવામાં આવે તો આ બીમારી વકરી જાય છે.

આ રોગમાં દર્દીને અમુક લક્ષણો જોવા મળે છે, જેના લીધે આ રોગ હોવાનું જાણી શકાય છે. આ રોગ ખાસ કરીને ત્રણ ભાગમાં હોય છે. જેમાં પહેલા ભાગમાં વધારે પડતો દુખાવો હોય, બીજામાં વધારે પડતી કબજિયાત હોય અને ત્રીજામાં વધારે પડતા ઝાડા થતા હોય છે. માટે આવા કોઇપણ લક્ષણો હોય અને આ લક્ષણો એક મહિનાથી લાંબા ચાલે તો તમને આવી કોઈ તકલીફ હોવાનું નિશાન છે. આવા સમયે તમારે કોઈ નિષ્ણાત વ્યક્તિને બતાવવું ખાસ જરૂરી છે.

માટે આવા કોઇપણ લક્ષણો તમને મહિનાથી વધારે ચાલે તો તમારે સમજવું કે તમારા આંતરડામાં કોઈ પ્રોબ્લેમ છે અને તમારે સારવાર તપાસ કરવી જરૂરી છે. જો આવી ઈરીટેબલ બોઈલ સિન્ડ્રોમની તકલીફ જોવા મળે તો દર્દીઓએ થોડી કાળજી રાખવી જરૂરી છે.

આ કાળજીમાં તમારે સ્ટ્રેસને છોડી દેવો, તમારે બીમારી વિશે સમજી લેવું, આ બીમારી તમારા મગજ સાથે જોડાયેલી હોય છે. જેટલું તમે વધારે વિચારશો ત્યારે શરીરના અંતસ્ત્રાવમાં ફેરફાર આવતો હોય છે અને આંતરડાની ગતિ વધારે ફેરબદલ થતી હોય છે. જેનાથી લક્ષણો વધારે ખરાબ થતા હોય છે. જો કે આ બીમારી કોઇપણ પ્રકારે ગંભીર નથી. પરંતુ જો વધારે પડતી ચિંતા નાં કરવી, ચિંતા છોડીને બરાબર સામાન્ય જીવનશૈલીમાં જીવવું. જેનાથી શરીરમાં રહેલી આવી સમસ્યાઓ દૂર થાય છે.

આ સમસ્યાથી બચવા માટે ઘણી એવી વસ્તુઓ હોય છે કે જેનું સેવન કરવું. જેનાથી આ સમસ્યા મહદઅંશે દૂર રહે છે. જેમાં તમે નિયમિત છાશ અને દહીંનું સેવન કરો તો આ રોગ દૂર રહે છે. આ સાથે પાચન તંત્રમાં ઉપયોગી એવા મસાલાઓનું સેવન કરવું જોઈએ. આ મસાલાઓમાં જીરું, કાળા મરી, આદુ ધાણા, તજ, વરીયાળી, મેથી, જાવિત્રી, લવિંગ, જાયફળ, અજમા વગેરે ફળ તમારા માટે લાભકારી છે. માટે આ પદાર્થોનું સેવન કરવું.

ઘણા લોકોને વારંવાર ખાવાની ટેવ હોય છે તેવા લોકોએ આ ખાવાની ટેવ છોડી દેવી જોઈએ. આ ખોરાક વારંવાર લેવાની ટેવથી શરીરમાં પાચન તંત્ર બગડે છે. જેથી બની શકે તો દિવસમાં માત્ર ત્રણ વખત જ ખાવું. જેમાં સવાર, બપોર અને સાંજે જ ભોજન કરવું. હવે જો આ રોગને મટાડવા માંગતા હોય તો આયુર્વેદિક ઔષધીઓથી આ રોગને સરળતાથી મટાડી શકાય છે.

આ માટે તમારે છાશમાં એક ચપટી ભરીને હિંગ અને જીરું લેવું.  સમસ્યામાં બોવેલ સિન્ડ્રોમથી વારંવાર પરેશાન રહો છો તો તમારે કાળા મરી અને કાળું મીઠું બંનેને 3-3 ગ્રામ મઠ્ઠા સાથે લતેમાં ભેળવી દેવું.  આ મિશ્રણમાં 4 ગ્રામ લીંડી પીપર અને લીંબુના રસમાં તથા સિંધવ મીઠું નાખવું. આ પછી અજમાનો પાવડર, સુંઠ પાવડર એક એક ચમચી લઈને તેમાં ભેળવી દેવો. આ બધી વસ્તુઓનું મિશ્રણ કરીને બરાબર હલાવીને તેને મિક્સ કરીને તેનું સેવન કરવું.

આ મિશ્રણ સેવન કરવાથી  શરીરમાં પાચન તંત્રની થઇ રહેલી આ બધી જ તકલીફો દૂર થાય છે. શરીરમાં થઇ રહેલી મોટા ભાગની તકલીફો દૂર રહે છે. જેમાં આ ઈરીટેબલ બોઈલ સિન્ડ્રોમની તકલીફ પણ દૂર થાય છે.

આમ, જો શરીરમાં તમને આ સમસ્યા જણાય, આવા બધા જ લક્ષણો જોવા મળે તો તમે આ ઉપાય કરી શકો છો. જેનાથી તમારી મગજ સાથે જોડાયેલી આ તકલીફ દૂર થઇ જશે. શરીરમાં પાચન તંત્ર ઠીક થઇ જશે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.

Gujaratime.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

What's your reaction?

Related Posts

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *