IndiaPolitics

યુપીના સીએમ યોગીએ કહ્યુ- જે ‘જય શ્રી રામ’નથી બોલતા તેમના DNA પર શક છે

યોગી આદિત્ય એક એવું નામ છે કે જે વારંવાર ચર્ચામાં રહ્યા કરે છે. ખાસ કરીને યોગી આદિત્યનાથ હિન્દુત્વ લઈને વારવાર ચર્ચામાં રહેતા હોય છે. તેમના ભાષણોની આખા દેશમાં નોંધ લેવાતી હોય છે અને વારંવાર ચર્ચામાં રહે છે.

તેઓ ઉત્તરપ્રદેશના એવા મુખ્ય મંત્રી છે કે જેના ભાષણ પર મોદીજી પણ નોંધ લે છે. હાલમાં જ યોગીજી દ્વારા ગોરખપુરમાં એક કાર્યક્રમ દરમિયાન ઈન્ટરવ્યુમાં તેમને જયશ્રી રામ લઈને એક સવાલ પૂછવામાં આવ્યો હતો. આ સવાલના જવાબમાં તેમને તેમને કહ્યું હતું કે દેશમાં જે યુપીના કોઈ વ્યક્તિને જયશ્રી રામ બોલવામાં તકલીફ પડતી હોય એવું મને નથી લાગતું.

દેશના દરેક વ્યક્તિને શ્રી રામ પર ગર્વ હોવો જોઈએ કારણ કે તે આપણા પૂર્વજ છે અને જે લોક જય શ્રી રામ નથી બોલતા તેના ડીએનએમાં કોઈ ફેર હોવો જોઈએ. મને આવા લોકોના ડીએનએ પર શંકા છે કે તેવો રામના વંશજ નથી.

આ ઈન્ટરવ્યું દરમિયાન તેમને જનતાનો આભાર માન્યો હતો કે આ લોકોએ મને દેશ અને ધર્મની રક્ષા કરવાનો મોકો આપ્યો. રાજ્યની સેવા કરવાનો અવસર આપ્યો. આ એવી ભૂમી છે કે જ્યાં ભગવાન શ્રી રામનો જન્મ થયો હતો, તેમજ આ જ વિસ્તારમાં અનેક યાત્રા ધામો આવેલા છે. તેમને કહ્યું હતું કે અમુક લોકો યોગીથી ડરે છે. પણ કોઈએ ડરવાની જરૂર નથી.

તેમને તેમના શાશનના વર્ષો દરમિયાન અનેક ધર્મના આચાર્યોને મળ્યાની વાત કહી હતી અને બધા લોકો સાથે તેઓએ ચર્ચા પણ કરી હતી, બધા લોકોની વાતોને ધ્યાનથી સાંભળી. બધા લોકો જ ઇચ્છે કે યુપી સુરક્ષિત રહે. યુપીમાં દંગા ફસાત અને રમખાણો વગરનું શાંત યુપી રહે. યુપીનો એક એક વ્યક્તિ ધારે છે કે રમખાણો થવા ન જોઈએ.

જો રમખાણો થાય તો હિંદુ મરશે તો બીજો મુશલમાન વર્ગ પણ તેની ચપેટમાં આવી જશે. એક વર્ગ સુરક્ષિત રહે તેમાં જ બીજો વર્ગ સુરક્ષિત રહી શકે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઉતર પ્રદેશનો કોઈ એવો નાગરિક નહિ હોય કે જેને જય શ્રી રામ બોલવામાં સંકોચ થતો હોય.

રામ આપણા પુર્વજ હતા અને મુસ્લીમ વસ્તી વાળો દેશ ઇન્ડોનેશિયા પણ પોતાના પૂર્વજ રામને માને છે. આ હું એકલો નથી કહેતો આ તેનો પુરાવો છે. તેમને કહ્યુ કે ઇન્ડોનેશિયામાં મુસ્લિમ પણ રામલીલા કરે છે, આપણને તેના પર ગર્વ હોવું જોઈએ. આપણે આ ભગવાન શ્રી રામના વંશજ હોવાનું ગૌરવ હોવું જોઈએ.

આમ, યોગી આદિત્ય નાથ દ્વારા હિન્દુત્વ અને શ્રી રામ વિશે જે લોકો વિરુદ્ધ બોલી રહ્યા છે તેમેજ જેમને જય શ્રી રામ બોલવામાં તકલીફ પડે છે. જે લોકોને શ્રી રામ પર ગૌરવ નથી. તેમના ડીએનએ પર મને શંકા થાય છે તેવું જણાવ્યું હતું.

હાલમાં યોગી આદીત્યનાથ જી  અયોધ્યાથી ચૂંટણી લડી શકે તેવી વાતો પણ ફેલાઈ છે. ત્યાના અયોધ્યા બેઠક પરના ધારાસભ્યએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી યોગી આદીત્યનાથ માટે મારી બેઠક છોડવા તૈયાર છું. અત્યારે અયોધ્યા બેઠક પર વેદ પ્રકાશ ગુપ્તા ધારાસભ્ય છે. આ નેતા દ્વારા પોતે આ સીટ યોગી માટે છોડવા તૈયાર હોવાની જાહેરાત કરી છે.

Gujaratime.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

What's your reaction?

Related Posts

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *