HealthLifestyle

ગમે તેવા કમરના દુખાવાથી છુટકારો આપશે આ બે ચમચી તેલ

આ કમરના દુખાવાની સમસ્યા આજ કાલ દિન પ્રતિદિન બધા જ લોકોને થતી હોય છે. અવારનવાર કોઈને કોઈ કારણોને લીધે આ કમરનો દુખાવો થાય છે. જયારે શરીરમાં કોઈ વાયુનું પ્રમાણ વધે. શરીરમાં કોઈ આડઅસર થાય. જેના લીધે કમરનો દુખાવો થાય છે. આ દુખાવાને દેશી ભાષામાં કેડનો દુખાવો કહેવામાં આવે છે.

આ દુખાવાને લીધે ઘણા લોકોને થતો હોય છે. જેના પરિણામ સ્વરૂપ વ્યક્તિને હાલવા-ચાલવામાં તકલીફ પડે છે. વ્યક્તિને દુખાવાની સમસ્યા એક સમયે મોટા ભાગે વૃદ્ધોમાં જોવા મળતી હતી, પરંતુ આજના સમયે આ સમસ્યા બધા જ લોકોને જોવા મળે છે. આ પીડા એકદમ હોય છે. દરેક વ્યક્તિનો આ સમસ્યામાં અલગ અલગ પ્રકારે દુખાવો થતો હોય છે. જેમાં આ દુખાવાનો દર્દી સૂતી વખતે રાત્રે દુખ અનુભવે, રાત્રે સૂઈને સવારે જાગે ત્યારે દુખાવો  થાય છે. સવારે આ દુખાવાને લીધે દર્દીને ઉઠવાનું મન થતું નથી. દર્દીને વારંવાર અને પીડા થયા કરે છે. જયારે કોઈ જગ્યાએ બેસીને ઉભા થવાનું થાય ત્યારે પણ દુખાવો થાય છે. ત્યારે ક્યાંય પણ ચાલીને જાવાનું થાય છે અને  ત્યારે ચાલવામાં ખુબ જ તકલીફ પડે.

આ ઉપાયમાં માત્ર બે ચમચી સરસવનું તેલ લેવું, નાની એવી વાટકી લઈને તેની અંદર આ તેલ નાખી અને સહેજ હુંફાળું કરી લેવું. આ માટે વધારે હુંફાળું ન કરતા માત્ર સહેજ હુંફાળું કરવું. આ પછી આ તેલ થોડુક ઠંડું થાય એટલે  તેની અંદર એક ચમચી ડુંગળીનો રસ નાખવો.

ડુંગળીની ખમણીથી પેસ્ટ બનાવીને આ પેસ્ટને દબાવવી એટલે આમાંથી રસ નીકળે છે. આમાં આ ડુંગળીનો રસ નાખીને આ તેલને બરાબર મિક્સ કરી દેવું. બરાબર હલાવીને આ તેલ જ્યાં તમને દુખાવો થતો હોય ત્યાં એ જગ્યા પર દુખાવાની ફરતી જગ્યા પર બધે માલીશ કરી લેવી.

આ તેલથી પાંચ થી સાત મિનીટ સુધી આ તેલથી માલીશ કરવી. આ માટે સવારે અને સાંજે બે ટાઈમ માલીશ કરવી. આં માટે પહેલા રાત્રે સુતી વખતે અને બીજું સવારે ઉઠી અને સ્નાન કર્યા પછી માલીશ કરવાની જેના લીધે આખો દિવસ તેનો ભરપૂર લાભ મળતો રહે.

આ પ્રથમ ઉપાય અને અસરકારક ઉપાય છે. આ ઉપાય દિવસમાં બે વખત અને આ ઉપાય એક અઠવાડિયા સુધી કરવો. આ પછી બીજો ઉપાય કરી શકાય છે જે એક આંતરિક ઉપાય છે. જેમાં આ માટે દોઢ ગ્લાસ જેટલું પાણી લેવું અને આ પાણીની અંદર માત્ર બે ચમચી સુંઠનો પાવડર નાખવો અને આ પાણીને ગેસ પર ગરમ કરવા મૂકી દેવું.

આ પાણીને આ  રીતે ઉકાળવા મૂકી દેવું અને જ્યાં સુધી આ પાણીમાંથી દોઢ ગ્લાસ પાણીમાંથી એક ગ્લાસ કરતા પણ પાણી ઓછું થઈ ત્યાં સુધી ગરમ કરવું. બરાબર આ પાણી ઉકળી જાય પછી તેને નીચે ઉતારી લેવું. આં પાણી થોડું ઠંડું પડે અને સહેજ હુંફાળું રહે એટલે તેની અંદર અડધી ચમચી જેટલું એરંડિયું નાખવું. આ દીવેલ નાખ્યા બાદ બરાબર હલાવી લેવું અને બરાબર દિવેલને હલાવીને એકબીજામાં મિક્સ થઈ જાય  પછી તેને નીચે બેસી અને  ઘૂંટડે ઘૂંટડે પી લેવું.

દિવસમાં માત્ર એક જ વખત આ ઉપાય કરવો. માત્ર એક વખત આ ઉપાય 7 દિવસ કરવો. આમ, આ બંને ઉપાય એક સાથે કરવાથી કમરના દુખાવામાં રાહત થાય છે. આ માલીશ અને ઉકાળો પીવાથી ખુબ જ સારું પરિણામ મળે છે. આ બંને ઉપાય 6 થી 7 દિવસ કરવા. આ બંને ઉપાય માત્ર 6 થી 7 દિવસ સુધી કરશો એટલે આ કમરનો દુખાવો છે તે મટી જાય છે. આ ઉપાય 100 ટકા અસરકારક પરિણામ આપે છે.

એકસામટા બેસીને ઉભા થવાય ત્યારે એકદમ દુખાવો થાય છે કે દર્દીને ચાસકો આવી જાય છે. ઘણી વખત આ પીડાથી દર્દીન ખુબ જ બેચેન રહે છે. આ સમસ્યાને લીધે વ્યક્તિ ખુબ જ પરેશાની અનુભવે છે. આ દુખાવો થવાના ઘણા બધા કારણો હોય છે. જેમાં વ્યક્તિના શરીરમાં વાયુનો વધારે પડતો પ્રકોપને લીધે આ સમસ્યા વધારે થાય છે.

આ વાયુના પ્રકોપને લીધે થતા અનેક રોગોમાં આ દુખાવો આ કેડનો દુખાવો પણ થાય છે. આ સમસ્યા આજના સમયે ઘણા લોકોમાં તેનું પ્રમાણ વધતું જાય છે. જયારે વ્યક્તિના શરીરમાં અનેક મુશ્કેલીઓ આવે કે બીમારી આવે તેવી જ રીતે આ કમરનો દુખાવો પણ એક પ્રકારે વાનો રોગ હોવાથી તેનો ઉપચાર વાના પ્રકોપને ઘટાડીને મટાડીને આસાનીથી દૂર કરી શકાય છે.

આ આર્ટીકલમાં અમે આ રોગને મટાડવાના ખુબ જ અસરકારક અને ઘરેલું ઉપચાર બતાવી રહ્યા છીએ કે જેના અ આંતરિક અને બાહ્ય ઉપચાર કરીને આં વાની સમસ્યાને મટાડી શકાય છે. આ માટે અમે જે ઉપાય બતાવી રહ્યા છીએ તે બંને ઉપાય સાથે કરીને આ દુખાવો મટાડી શકાય છે. આ ઉપચાર માત્ર 6 થી 7 દિવસ સુધી કરવાથી આ ઉપાય કરવાથી કમરના દુખાવામાં અદભુત પરિણામ મળે છે.

આ દુખાવાના મુખ્ય કારક વાયુનું પરિણામ શરીરમાં વધવાથી આ કમરનો દુખાવો થાય છે. આ દુખાવાને સંધિવા કે વાના દુખાવા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જે વાનો દુખાવો છે તે તેના લીધે જે કમરનો દુખાવો થાય છે જેના માટેનો ઉપાય કરીએ તો આ દુખાવામાં અદ્ભુત રાહ મળે છે.

આમ, જયારે તમને કમરનો કે કેડનો દુખાવો થતો હોય ત્યારે તમે આ ઉપાય કરી શકો છો. આ એક ખુબ જ અસરકારક અને રામબાણ ઉપાય છે. જેનાથી દર્દીને ખુબ જ ફાયદો થાય છે અને ઘણી બધી રાહત મેળવી શકે છે. આ ઉપાય કરવાથી શરીરમાં વધારાની કોઈ આડઅસર પણ થતી નથી.  અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.

Gujaratime.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

What's your reaction?

Related Posts

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *