Gujarat

સોનાની કિંમતમાં ભારે ઘટાડો, આજે આટલા રૂપિયા સસ્તુ મળી રહ્યું છે સોનું

અમુક સમયે સોનાનાં ભાવમાં વધારો કે ઘટાડો થતો હોય છે. સોનાના ભાવમાં તહેવારો કે અમુક સીઝનોમાં વધારો કે ઘટાડો થાય તે વાસ્તવિક છે. આવી રીતે હાલમાં પરબની સીઝન ચાલી રહી છે. જેનાથી સોનું આજે 8000 રૂપિયા જેટલું સસ્તું થયું છે. અમુક તહેવારો દરમિયાન સોનાની કિંમતમાં ઘટાડો જોવા મળતો હોય છે.

મલ્ટી કમોડીટી એક્સચેન્જ પર સોના વાયદો ચાર દિવસની તેજી બાદ 0.55 ટકા ઘટીને 47360 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઇ ગયો છે. જયારે સોનાનો વાયદો ઘટીને 63051 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. જયારે સોનું આ ભાવ પર બંધ હતું ત્યારે ચાંદીમાં 1 ટકાની તેજી આવી ગઈ હતી.

અમેરિકન ડોલરમાં તેજીના કારણે આજે સોનાની કિમતમાં ઘટાડો આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ સમયે સોના વાયદો લગભગ 55 હજાર રૂપિયા પર હતો. હાલમાં સોનામાં ફરજીયાત હોલ માર્ક જેવી સીસ્ટમ સરકાર દ્વારા ફરજીયાત કરવામાં આવ્યો છે. જેના લીધે દેશમાં અનેક સોની એસોશિયેશન દ્વારા દુકાનો બંધ રાખવામાં આવી હતી.

વિદેશી કિમતો પ્રમાણે ઘરેલું સોનું, ચાંદીની કીમત અને બુલિયન ઇન્ડેક્સ ફ્યુચર્સ પર સપાટ શરૂઆત થઈ શકે છે. જ્યારે ઘરેલું MCX પર ગોલ્ડ પર આવતા ઓકટોબરમાં દિવાળી અને નવરાત્રીની સીઝનના લીધે સોનાના ભાવમાં તેજી જોવા મળી શકે છે. જેમાં સોનું 47, 450 -47, 300 રૂપિયાનાં સ્તર પર રહી શકે છે, આ જયારે ચાંદી સપ્ટેમ્બરમાં 62500 રૂપિયાની ઉપર 63, 200-63, 900 રૂપિયાના સ્તર પર આવી શકે છે. MCXBULLDEX મે 14, 050- 14,400 રૂપિયાના દાયરામાં તેજીની સાથે વધી શકે છે.

નિષ્ણાતો અનુસાર સોનું જલ્દી 50 હજાર રૂપિયા સુધી પહોંચી જશે. તેવામાં રોકાણ માટે આ ઉત્તમ સમય છે, જે લોકો પાસે રૂપિયા હોય અને તેવો આ રીતે સોના દ્વારા રોકાણ કરવા માંગતા હોય તે લોકો રોકાણ કરી શકે છે. સોંનામાં ગોલ્ડ ETFથી આઉટફલો જારી છે.

આં રીતે દુનિયાના મોટા ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડડ ફંડ SPDR ફંડ પર પણ સોનાની કિંમતો ઘટવા પામી હતી, જેમાં તે 0.5 ટકા ઘટીને લગભગ 1006 ટન રહી હતી. આમ હાલમાં સોનાના ભાવમાં ઘટાડો થઇ રહ્યો છે, જેથી રોકાણ કરનાર લોકો સોનામાં સહેલાઈથી રોકાણ કરી શકે છે. જે આગળની દિવાળીની સિઝનમાં ભાવ વધે ત્યારે તેને બજારમાં કાઢી શકાય છે.

24  કેરેટનાં સોનાને 100 ટકા શુદ્ધ માનવામાં આવે છે, પરતું આટલું શુદ્ધ સોનું નરમ હોય છે. જયારે જેને કઠણ બનાવવા અને ઘાટ આપવા માટે તેમાં અન્ય ધાતુ મિશ્રિત કરવામાં આવે છે. સરકાર દ્વારા હાલમાં સોનાની શુદ્ધતા માપવા માટે એક એપ બનાવવામાં આવેલી છે, જે પ્લે સ્ટોરમાં ઉપલબ્ધ છે. જેનું નામ છે. BIS Care appથી તમેં સોનાને ચેક કરી શકો છો.

આ એપ્લીકેશનનાં માધ્યમથી લાયસન્સ, રજીસ્ટ્રેશન અને હોલમાર્ક વગેરેને લગતી ફરિયાદ ગ્રાહકો કરી શક છે. જતા ફરિયાદ નોંધાવી શકાય છે. જેના આધારે ગ્રાહકોને પૂરી જાણકારી આપવામાં આવે છે.

Gujaratime.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

What's your reaction?

Related Posts

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *