મિત્રો અમે તમને આજના આ આર્ટીકલમાં ફુલાવરનું શાક કોને કોને ખાવું ન જોઈએ તેના વિશે અમે તમને સંપૂર્ણ માહિતી આપી દઈશું. તથા ફૂલાવરનું શાક ખાવાથી થતા ફાયદાઓ વિશે પણ અમે તમને માહિતગાર કરીશું. અત્યારે ખાસ કરીને જોઈએ તો બઝારમાં ફુલાવર ધીમે ધીમે આવતું જાય છે તથા ફુલાવરનું શાક, ભાજી, પરાઠા વગેરે જેવી વાનગીઓ તેમાંથી બનાવવામાં આવે છે. જો તમને ફુલાવર ખુબજ પસંદ હોય તો તમારે અમુક ખાસ કરીને બીમારીઓમાં તેનું સેવન કરવું નહિ.
ફુલાવરમાં જોવા મળતા મુખ્ય વિટામિન્સ અને મિનરલ્સ: ખાસ કરીને જોઈએ તો ફૂલાવારમાં જોવા મળતા મુખ્ય તત્વો જેવા કે કેલ્શિયમ, પ્રોટીન,આયર્ન, કાર્બોહાઈડ્રેટ, ફોસ્ફરસ, આ ઉપરાંત પણ તેમાં વિટામિન્સ A,B,C અને પોટેશિયમ જોવા મળતા હોય છે. તે ખાવાથી ખુબજ ફાયદો થાય છે.
આ ઉપરાંત પણ ફૂલાવરમાં એન્ટીઓક્સીડેન્ટ, ફાયટોન્યુટ્રીઅંટસ, ફોલેટ તથા વિટામીન K અને ફાઈબર જેવા પોષક તત્વો અને ગ્લુકોસીનોલેટ્સ નામના સલ્ફર ધરાવતા રસાયણો પણ તેમાં જોવા મળતા હોય છે, જયારે આ તમામ રસાયણો પેટમાં જાય છે ત્યારે તે હાઇડ્રોજન સલ્ફાઈડ સંયોજન બનાવે છે તથા તેનાથી ગેસ જેવી સમસ્યા પણ થઇ શકે છે.
ફુલાવર કોને કોને ખાવું ન જોઈએ: આમ તો ફુલાવર ખાવાથી ખુબજ ફાયદો થતો હોય છે પરંતુ અમુક લોકો માટે ફુલાવર ખાવું થોડું નુકશાન પણ કરે છે. ખાસ કરીને જોઈએ તો થાઈરોઈડ કે પાથરીની જે લોકોને સમસ્યા હોય છે તેમને ફુલાવર ખાવું યોગ્ય નથી. જો ફુલાવરને થાઈરોઈડના દર્દીઓ ખાશે તો તેમને T૩ અને T૪ જેવા હોર્મોન્સ માં તે સતત વધારો કરશે માટે જે લોકોને થાઈરોઈડ જેવી સમસ્યા થતી હોય તો તેમને ફૂલાવારનું સેવન બિલકુલ કરવું જોઈએ નહિ. તથા જે લોકોને ગેસ ની તકલીફ રહેતી હોય તથા કીડની ને લગતી કોઈપણ પ્રકારની સમસ્યા રહેતી હોય તો તેમને પણ ફૂલાવારનું સેવન ન કરવું જોઈએ.
જે લોકોને કીડની એટલે કે પિત્તાશય ની તકલીફ હોય તેમને પણ ફૂલાવારનું સેવન કરવું જોઈએ નહિ, ફુલાવર કીડની અને પિત્તાશયના સ્ટોનની ખુબજ નુકસાન પહોચાડે છે તેનું મુખ્ય કારણ એ છે કે તે કેલ્શિયમની માત્રા માં સતત વધારો કરે છે તથા જેમને યુરિક એસીડ વધી ગયું હોય તેમને પણ ફૂલાવારનું સેવન કરવું જોઈએ નહિ.
ફુલાવર એ પોટેશિયમની માત્રામાં પણ સતત વધારો કરે છે. તથા તે તમારા લોહીને પણ એકદમ ઘટ્ટ કરે છે જો તમે અગાઉથી જ લોહીને ઘટ્ટ કરવાની દવા કઈ રહ્યા હોવ તો એકવાર તમારા જે તે ડોક્ટર ની સલાહ મુજબ જ તેનું સેવન કરવું.
ફૂલાવારમાં ખાસ કરીને જોઈએ તો તેમાં રેફીનોઝ જોવા મળતું હોય છે જે એક પ્રકારનું કાર્બોહાઈડ્રેટ છે જે અમુક શાકભાજી માં કુદરતી રીતે જ મળી રહેતું હોય છે આ તત્વ ને પચાવવા માટે આ શરીર ઘણીવાર સક્ષમ રહેતું નથી માટે ફુલાવર નું સેવન અમુક લોકોએ કરવું નહિ.