GujaratIndiaReal Story

ભુજ ફિલ્મમાં સંજય દત્ત જેનું પાત્ર ભજવના છે તે રણછોડદાસ પગીનો અદભુત ઈતિહાસ

આપણે જે વર્ષોથી યુટ્યુબ પર “મારો એકલો રબારી પડે લાખ પર ભારી” જે સોંગ સાંભળી રહ્યા છીએ જે ગીત જે વ્યક્તિનાં જીવન પર બનાવવામાં આવ્યું છે તેવા રણછોડ ભાઈ રબારી એક ખુબ જ ખાસ નામ હતું. જે વ્યક્તિની કુશળતા એટલી બધી હતી કે જેનાં પરથી નવલકથા પણ બનાવવામાં આવી છે.

આ વ્યક્તિની માત્ર ગુજરાતમાં જ નહી પરંતુ સમગ્ર ભારતમાં તેની નામના છે.  આ એક વ્યક્તિ કે જે રોમાચંક નવલકથામાં જેવી હતી કે જેને 1965 અને 1971નાં ભારત પાકિસ્તાન યુદ્ધમાં પાકીસ્તાન સૈન્યના છક્કા છોડાવી રણછોડ પગીએ ભારતીય સૈન્યને જબરદસ્ત મદદ કરી હતી.

આ વિસ્તારમાં રણછોડ પગી એટલે એક એવો ભોમિયો હતા કે જે માત્ર વ્યક્તિના પગલા પારખીને કહી શકતા હતા કે કેટલા વ્યક્તિઓ હશે અને કેટલું વજન લઈ ગયા હશે. આ વ્યક્તિ એવા વ્યક્તિ હતા કે જે તે કચ્છનાં અંતરિયાળ ગામમાં જ્યાં તમે દૂર દૂર સુધી નજર કરો તો કાંઈજ ન દેખાય તેવા ગામ વાસરડા ગામના હતા.

ગુજરાતમાં પાકિસ્તાન સાથે જોડાયેલી આંતરાષ્ટ્રિય સરહદ 540 કિલોમીટર લાંબી છે અબે આ સંવેદનશીલ શરહદ પર નજર રાખવા માટે સુરક્ષાદળનાં જવાનોની સાથે સાથે પગીઓની વિશેષ ભૂમિકા હોય છે. આ સરહદ પર હંમેશા સતર્ક રહેવું પડે છે. જયારે  આ રણછોડ પગી એક એવા પગી હતા તે આ બોર્ડર પ પોતાની સેવા બજાવતા હતા. હાલમાં આ વ્યક્તિની ત્રીજી પેઢી પગી તરીકે ફરજ બજાવી રહી છે. જેમાં રણછોડ ભાઈના પુત્ર માનજી ભાઈ પણ પગી તરીકે સેવા આપી ચુક્યા છે, જયારે માનજીભાઈના પુત્ર મહેશ ભાઈ હાલ સેવા આપી રહ્યા છે.

આ પ્રકારના કાર્યમાં અનુભવની ખાસ જરૂર હોય છે. આવા પગીંઓ માટે માત્ર પગની એડીથી ગુનેગારોની હરકત તેમની વર્તુણક અને તેમની ઓળખ પ્રસ્થાપિત કરી લેતા હોય છે. આવા પગીઓમાં આ રણછોડ રબારી નામના હીરો પાકિસ્તાની સૈનિકને ભારે પડતો.

જ્યારે ૨૦૦૮માં ફિલ્ડ માર્શલ માણેક શોને વેલિંગ્ટન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેવો ગંભીર બીમારીમાં હતા અને અર્ધ બેભાન અવસ્થામાં પણ બોલતા હતા “પાગી પાગી”. જયારે ડોકટરોએ એક દિવસ પૂછ્યું કે આ પાગી વળી કોણ છે?

આ સમયે માણેકશા સાહેબ દ્વારા  ખુદ માહિતી આપવામાં આવી હતી કે ભારત જયારે 1971નું યુદ્ધ જીત્યું હતું અને એ સમયે ફિલ્ડ માર્શલ જનરલ માણેકશા હતા. આ સમયે તેમને આ પગીને બોલાવવાનો હુકમ કરવામાં આવ્યો હતો અને તેમને આ વ્યક્તિ સાથે સાંજનું ભોજન કરવાનું કહ્યું હતું.

આ પગીને લેવા માટે હેલીકોપ્ટર મોકલવામાં આવ્યું હતું અને તેમને લઈ જવામાં આવતા હતા ત્યારે તેમની એક થેલી નીચે રહી ગઈ હતી, ત્યારે આ થેલી લેવા માટે હેલીઈકોપ્ટર ફરી વખત નીચે ઉતારવામાં આવ્યું હતું.

પરંતુ નિયમ અનુસાર તે થેલીને હેલીકોપ્ટરમાં મુક્ત પહેલા ખોલવામાં આવી ત્યારે તેમાં બે રોટલીઓ, ડુંગળી અને ચણાનાં ગાઠિયા હતા. આશ્વર્યની વાત તો એ છે કે આ રાત્રીના ભોજનમાં પણ માણેકશા  સાહેબે અને પગીને એક એક રોટલી ખાધી હતી.

હાલમાં એક ચોકીનું નામ પણ રણછોડ દાસ ચોકી છે. આ પહેલી એવિ૮ ઘટના હતી કે જ્યાં પર આર્મીની ચોકીનું નામ કોઈ સામાન્ય વ્યક્તિના નામ પરથી રાખવામાં આવ્યું હોય અને તેની પ્રતિમા રાખવામાં આવી હોય.

આ રણછોડ પગી નામના વ્યક્તિ ખાસ તો ગાય ઉછેરનું કામ કરતા હતા. તેમની  58 વર્ષનું ઉમરે બનાસકાંઠાના પોલીસ અધ્યક્ષ વનરાજસિંહ દ્વારા તેમની પોલીસ માર્ગદર્શક તરીકે પસંદગી કરી હતી. આ વ્યકતી પગી પણાની કામગીરીમાં એટલા બધા પારંગત હતા કે જે માત્ર ઊંટના પગના નિશાન જોઇને કહી શકતા હતા કે તેનાં પર કેટલા લોકો સવાર હશે.

તેઓ મનુષ્યના પગના નિશાન જોઇને તેઓ વજનથી લઈને ઉમર સુધીનો અંદાજ લગાવી શકતા હતા. આ નિશાન કેટલા સમય પહેલા પડ્યા હશે તેમજ તેના પરથી તેઓ આ વ્યક્તિઓ કેટલે પહોંચ્યા હશે તેની ચોક્કસ માહિતી આપી શકતા હતા. તેમનો અંદાજ પણ જાણે કોમ્પ્યુટર જેટલો જ પરફેકટ પણ હોય.

જ્યારે ભારતમાં 1965નું સાલમાં યુદ્ધ થયું ત્યારે પાકિસ્તાની સેનાએ કચ્છ નજીક આવેલા વિડકોટ પર કબજો કર્યો હતો. આ આ સમયે લગભગ ભારતના 100થી વધારે શહીદ થઇ ગયા હતા અને ભારતની સેનાની સૈનિકોની 10000 સૈનિકોની ટુકડી મોકલવાની હતી ત્યારે અને તાત્કાલિક આ ટુકડીને ત્રણ દિ૮વ્સ્મા આં ચારકોટ  પહોંચવાની જરૂર હતી ત્યારે આ રણછોડ પગી નામના વ્યક્તિની ખુબ જ જરૂર પડી હતી.

આ વ્યક્તિની પારંગતતાથી સૈન્યને ધારેલા સમય પહેલા 12 કલાક પહેલા આ જગ્યા પર પહોંચવામાં સફળતા મળી હતી. આ પગી તેમના નામે સેના પણ પણ પગી નામની ખાસ પોસ્ટ બનાવવામાં આવી હતી. આ રણછોડ પગી દ્વારા ભારતમાં સરહદમાં સંતાયેલા 1200 સૈનિકોનું સ્થાન અને અંદાજીત સંખ્યા આ વ્યક્તિ દ્વારા બતાવવામાં આવી હતી. જેનાથી ભારતની સેનાને ખુબ જ ફાયદો થયો. આ સિવાય આ વ્યક્તિએ 1971ના યુધ્ધમાં પણ સેનાને દારૂગોળો પહોચાડવામાં માર્ગદર્શન તરીકેનું કાર્ય કર્યું હતું.

આ વ્યક્તિના સેનામાં પોતાની કામ ગીરી અને યોગદાન માટે તેમને સંગ્રામ મેડલ, પોલીસ મેડલ અબે સમર સેવા મેડલ આપવામાં આવ્યા છે. જ્યારે આ યુદ્ધના માર્શલ જનરલ માણેકશાનું 2008માં અવસાન થયું ત્યારે રણછોડભાઈએ પણ સેનામાંથી 2009માં સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ લીધી હતી. આ વ્યક્તિનું ૨૦૧૩ની અવસાન થયું અને તે સમયે તેમની ઉમર 112 વર્ષ હતી.

આમ, આપણા દેશમાં દેશ ભાવનાથી સેવા કરનારા અને દેશને માટે પોતાનો જીવ રેડી દેનારા વ્યક્તિઓની ખાસ જરૂર હોય છે. આ વ્યક્તિ જયારે સેવામાંથી નિવૃત થયા ત્યારે એમની ઉમર 108 વર્ષ હતી, આવા શહીદ વીરને સો સો સલામ. જય હિન્દ.

Gujaratime.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

What's your reaction?

Related Posts

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *