ભારત સહીત દુનિયાભરમાં ઇલેક્ટ્રિક કારની ડીમાંડ સતત વધી રહી છે. ડીઝલ પેટ્રોલનાં ભાવ વધી રહ્યા છે, જેથી લોકો ઇલેક્ટ્રિક કાર તરફ વળી રહ્યા છે. હાલમાં આ માટેની સ્થિતિ પડકારજનક છે. હાલમાં ટાટા દ્વારા ઇલેક્ટ્રિક કારની જાહેરાત કરવામાં આવી છે. જે પણ સ્સાવ સસ્તા ભાવમાં આપવાની જાહેરાત થઈ છે. આથી હવે પેટ્રોલ ડીઝલના ભાવથી કંટાળી ગયેલા લોકો માટે આ એક ખુબ જ ફાયદાકારક બાબત હશે.
આ કાર વિશે હાલમાં ટાટા કંપનીની વેબસાઈટ પર માહિતી આપવામાં આવી છે. જેમાં ટાટા ટીગોર ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરશે. આ કારની જાહેરાતથી દેશમાં ખુબ જ સારા સમાચાર મળી રહ્યા છે. લોકો આ કારના વખાણ પણ કરી રહ્યા છે. ખુબ જ સારી અને આધુનિક ટેકનોલોજીથી સજ્જ આ કાર સામાન્ય મધ્યમ વર્ગના લોકોને પરવડે તેવી કીમતે મળી રહેશે.
આ કારનું બનાવટનું તમામ કાર્ય પૂર્ણ થઇ ચુક્યું છે. લોન્ચ પહેલા જ ખુબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ એક સુપર સેલર કાર છે. આ કારનું ડીલરશીપનું કાર્ય પણ પૂરું થઇ ચુક્યું છે. આ કારની ખાસિયત એ છે કે આ કાર સિંગલ ચાર્જમાં જ 350 KM સુધીની રેંજ આપે છે. આમ, આ કાર બેટરીની રેંજ પણ ખુબ જ સારી આપે છે.
ટાટા દ્વારા લોન્ચ કરવામાં આવતી આ કાર એક આધુનિક ટેકનોલોજી પણ ધરાવે છે. હાલમાં આ કારનો વિડીયો લોન્ચ કરવામાં આવ્યો છે, કે જેમાં Ziptron EV ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જિપટ્રોન પાવર્ડ ઈલેક્ટ્રીક વ્હીકલ 250 કિમીની ઝડપથી ચાલે છે, પરંતુ ટીગોરમાં તે વધારે ચાલશે.
આ કાર 10 થી 12 લાખ રૂપિયામાં ગ્રાહકોને મળી શકશે, જે અન્ય કારની સરખામણીએ આ કાર આવી રીતે ખુબ જ સસ્તી છે, સાથે ટાટાની આ ઈલેક્ટ્રીક કારમાં 55kWની ઇલેક્ટ્રિક મોટર અને 26kWhનું લીથીયમ આયન બેટરી પેક હશે, એ 74bhp (55kW)ની પાવર અને 170Nm સુધીનો ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ હશે.
ટાટાની આ કાર પર 8 વર્ષ અને 160000 km સુધીની બેટરી ગેરેંટી આપે છે. જે સિંગલ ચાર્જમાં તમે આ કાર 312 કિમી સુધી ચલાવી શકશો. આમ, તાતા દ્વારા આ લોન્ચ કરવામાં આવેલ કાર અન્ય કારની સરખામણીએ ખુબ જ સસ્તી અને સારી હોય શકે છે.
આ કાર આટલી સસ્તી કીમતે લોન્ચ કરીને ટાટા દ્વારા અન્ય કંપનીઓને ચેલેન્જ આપવામાં આવી છે. આ ચેલેન્જના પરિણામ સ્વરૂપ ઘણી બધી બીજી કંપનીઓ પણ પોતાની કારની કીમતોમાં ઘટાડો કરવા મજબૂર બની જશે. હાલમાં તો ટાટા દ્વારા ખુબ જ ઉપયોગી આ કાર લોન્ચ કરીંને માસ્ટર સ્ટ્રોક આપવામાં આવ્યો છે.