HealthLifestyle

ટમેટાનો ઉપયોગ કરીને ચેહરાને બનાવો સુંદર અને ચમકીલો

તમારો ચહેરો સૌથી અલગ, તમારી ત્વચા સુંદર લાગે તેવું બધા પાર્ટી કે ફંક્શનમાં જાતા હોય ત્યારે વિચારતા હોય છે. એટલા માટે જાત જાતના નિતનની બજારમાં મળતી પ્રોડક્ટનો લોકો ઉપયોગ કરતા હોય છે. જયારે ઘણા લોક ઘરેલું નુસખા પણ કરતા હોય છે.

ચહેરાની સુંદરતા માટે સ્ત્રીઓકોઈને કોઈ બજારુ પ્રોડક્ટનો ઉપયોગ કરતી હોય છે, ઘણી સ્ત્રીઓ ચહેરાથી સુંદર દેખાવા માટે પાર્લરનો સહારો લેતી હોય છે. પરંતુ આ બધી જ વસ્તુઓ લાંબા ગાળે ચામડીને સુંદર બનાવે છે.

ધૂળ અને માટી દ્વારા પ્રદુષણ વધી જાય છે, જેના લીધે ચહેરાનું સુંદરતામાં ઘટાડો થાય  થાય છે. ઘણી વખત લોકો ચહેરાને સુંદર બનાવવા માટે કોસ્મિક પ્રોડક્ટનો ઉપયોગ કરે છે. જે ચહેરાની સુંદરતા વધારવાની જગ્યાએ ઘટાડી પણ શકે છે. જો તમારે ચહેરાને સુંદર અને દેખાવડો બનાવવો હોય તો તમારા માટે ટમેટા એક ખુબ જ ઉપયોગી ઔષધિ તરીકે કાર્ય કરે છે.

ટમેટામાં ચામડીને ઉપયોગી થાય તેવા તત્વો રહેલા છે, જેમાં વિટામીન સી, એન્ટી ઓક્સીડેંટ, પોટેશિયમ, લાઈકોપેન જેવા તત્વો ચહેરાની સુંદરતા વધારે છે અને  ચહેરા પર નીખાર લાવે છે. જે ચહેરા પર વધતી ઉમરના પ્રભાવને પણ ઘટાડે છે.

આ માટે જો તમારા ચહેરા પર ખીલ અને મસથી તમે પરેશાન છો તો તમારે ટમેટાનો ઉપયોગ કરવો જોઈએ. આ ટમેટા તમારી ચહેરાની ચામડી પરના છિદ્રોને કન્ટ્રોલ કરવામાં મદદ કરે છે. આ માટે ટમેટાનો રસ કટોરીમાં કાઢવો. આ રસથી તમારે ચહેરાની મસાજ કરી લેવી જેનાથી આ રસ છિદ્રો સુધી આસાનીથી પહોંચી જાય છે. આ પછી 20 મિનીટ બાદ તમે ચહેરાને ધોઈ શકો છો.

જો તમારા ચહેરા પર કરચલીઓ વધારે પ્રમાણમાં પડી રહી  હોય તો તમારે બે ટમેટા લેવા, બે ચમચી દહીં લેવું અને એક ચમચી લીંબુનો રસ મેળવીને તેનો પેસ્ટ બનાવી લેવો. આ પેસ્ટને રૂની મદદ વડે ચહેરા પર લગાવી દેવું અને ધીરે ધીરે મસાજ કરવી. આ લગાવ્યા બાદ 15 મિનીટ પછી ચહેરાને ધોઈ લેવો. દરરોજ ચહેરા પર ઉપયોગ કરવાથી આ કરચલીઓ ધીમે ધીમે નાશ પામવા લાગશે. આ ટમેટા તડકાથી બળી ગયેલી ચામડી અને મૃત કોશિકાઓને કન્ટ્રોલ કરવામાં પણ મદદ કરે છે.

જે સ્ત્રીઓને કે પુરુષોને ચામડી કાળી પડી ગઈ હોય કે સુકાયેલી રહેતી હોય તે લોકો એક સારું અને પાક્કું ટમેટું લઈને તેને હાથથી પીસીને છાલ સહીત તેનું જ્યુસ બનાવી લેવું. આ જ્યુસની અંદર એક ચમચી મધ મિક્સ બરાબર મિક્સ કરી દેવું. આ બંને વસ્તુ બરાબર મિક્સ થઇ જાય પછી  તેને કપડાને થોડું પાણીમાં ભીનું કરીને તેને ચહેરા પર ઘસી લેવું.  આ પછી આ મિક્સ કરેલી વસ્તુને ચહેરા પર લગાવીને ધીરે ધીરે મસાજ કરવો. થોડો સમય સુધી તેને રહેવા દીધા બાદ ઠંડા પાણીથી સાફ કરી લેવું.

આ પછી હળવા હાથે ચહેરા પર ક્રીમ લગાવી શકાય છે. અને આ ઉપાય એક અઠવાડિયામાં 4 થી 5 વખત કરતો રહેવાથી ચહેરા પર ખુબ જ ફાયદો રહે છે. જે લોકોની ચામડી કોમળ લાગતી હોય તેવા લોકો પણ આ ઉપાય કરી શકે છે જ્યારે જે લોકોને ચીકાશ ધ્રાવ્તિઓ ચામડી હોય તેવા લોકો પણ આ ઉપાય કરી શકે છે.  જે તેલી ચામડી વાળા લોકો ટમેટું અને મધની સાથે લીંબુનો પણ ઉપયોગ કરી શકે છે. જેનાથી ખુબ જ ફાયદો થાય છે.

આ ઉઉપાય ગરદન, હાથ, પગ કે શરીરમાં કોઇપણ જગ્યાએ ચામડીનો પ્રોબ્લેમ હોય ત્યાં કરી શકાય છે. આ ઉપાય કરવાથી ગરદન ખુબ જ સારી દેખાવા લાગશે. આને સારો ફાયદો પણ થશે. આપણે જાણીએ છીએ કે ટામેટામાં ચામડીને ઉપયોગી થાય તેવા ઘણા ગુણ રહેલા છે.

ટમેટામાંથી ચામડીને ઉપયોગી દવા બનાવવા માટેના ઘણા બધા સંશોધનો પણ થયા છે. ઘણા દેશોમાં ટમેટાથી રમવાનો અને ટમેટાના રસમાં નાહવાનો ફેસ્ટીવલ પણ આવે છે. આ રીતે તેઓને આ ચામડી પર ટમેટાથી ફાયદો થાય છે અને સુંદરતા જાળવી રાખે છે.

આમ, ટમેટા એક આયુર્વેદિક અને ખુબ જ ઉપયોગી શાકભાજી અને ઔષધી છે. જેનો ઘણી રીતે ઉપયોગ કરી શકાય છે. જે ચામડીના રોગમાં ઉપયોગ પણ ખુબ જ ઉપયોગી છે. આ રીતે ઉપયોગ કરીને તમે તમારા ચહેરાની સુંદરતા જાળવી શકો છો, અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.

Gujaratime.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

What's your reaction?

Related Posts

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *