ઘણા સમયથી કોરોનાએ કાળો કેર વરસાવી દીધો છે અને તમામ નોકરી ધંધા ,શાળા કોલેજો, રોજગાર , વેપારી , ખેડૂત , મજુર , વિદ્યાર્થીઓ તેમજ મોટાભાગને આ કોરોના એ ખુબજ મુશ્કેલી પહોચાડી છે . તેમાં પણ અત્યારે સરકારે અમુક ઘંધા અને રોજગારો માટે તેમની ગાઈડલાઈન મુજબ ચલાવવાની પરવાનગી આપી છે તથા સ્કુલ કોલેજો મેં પણ અમુક ગાઈડ લાઈન મુજબ લીમીટેડ મુજબ પરવાનગી આપી છે .
ગાંધીનગરમાં યોજાયેલી બેઠકમાં શિક્ષણ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં તારીખ 2 સપ્ટેમ્બરથી ધોરણ 6થી 8ના વર્ગો ઓફલાઇન શરૂ થઇ જશે. જેમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ફરજિયાત કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે. મંત્રી મંડળની બેઠક બાદ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પત્રકારોને જણાવ્યું હતું કે, ગુજરાતના 6થી 8ના વર્ગમાં ભણતા 32 લાખ જેટલા વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય ગુરુવાર 2 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવશે.
સમગ્ર ગુજરાતમાં 15 જુલાઈથી ધોરણ 12 અને 26 જુલાઈથી ધોરણ 9થી 11ની ઓફલાઈન સ્કૂલો શરૂ કરવામાં આવી છે. ત્યારે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ આગામી દિવસોમાં અન્ય ધોરણના વર્ગો પણ શરૂ કરવાના સંકેતો આપ્યાં છે. કોરોનાની ત્રીજી લહેરની શક્યતાઓ વચ્ચે સ્કૂલો ઑફલાઈન શરૂ કરવામાં આવી છે. જેમાં વિદ્યાર્થીઓને 50 ટકા કેપેસીટી સાથે ભણાવવામાં આવી રહ્યા છે. વાલીઓને પણ મનમાં ત્રીજી લહેરની ચિંતા સતાવી રહી છે