તમને ખબર છે કે ઘણા સમયથી કોરોનાને કાળો કેર વરસાવી દીધો છે અને તમામ નીકરી ધંધા , સ્વરોજગાર , વેપારી , ખેડૂત , મજુર , વિદ્યાર્થીઓ તેમજ મોટાભાગને આ કોરોના એ ખુબજ મુશ્કેલી પહોચાડી છે . તેમાં પણ અત્યારે સરકારે અમુક ઘંધા અને રોજગારો માટે તેમની ગાઈડલાઈન મુજબ ચલાવવાની પરવાનગી આપી છે તથા સ્કુલ કોલેજો મેં પણ અમુક ગાઈડ લાઈન મુજબ લીમીટેડ મુજબ પરવાનગી આપી છે . તો હવે રહી વાત પ્રાથમિક વિભાગના શિક્ષણ ની તેમને હજુ વર્ગો શરુ કરવાનું પરવાનગી નથી આપી તથા હવે એવા સંકેતો આવી રહ્યા છે . આગામી થોડા સમયમાં જ ધોરણ ૬ થી ૮ ના તમામ સ્કુલ માં વર્ગો શરુ કરવામાં આવે .
હવે જોઈએ તો કોરના બિલકુલ કાબુમાં આવી રહ્યો છે માટે સરકાર હવે થોડું બાળકોનું ભવિષ્ય ને લઈને ચિતા કરી રહી છે અને તેમનું એવું કહેવું છે કે આગામી દિવસો માં સ્કુલ માં પ્રાથમિક વિભાગ પણ અમુક નક્કી કરેલી ગાઈડ લાઈન પ્રમાણે શરુ કરી દેવામાં આવે . તેમને જણાવ્યું હતું કે હવે આગામી થોડા જ દિવસો બાદ જન્માષ્ટમીનો તહેવાર આવી રહ્યો છે માટે સપ્ટેમ્બર ના આરંભથી જ પ્રાથમિક શાળા ઓ અમુક નક્કી કરેલી ગાઈડ લાઈન શરુ કરી દેવામાં આવશે . તથા તેના નવા સંકેતો પણ શિક્ષણ વિભાગે આપ્યા છે .
રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા એ અગાઉ પણ એવી જાહેરાત કરી હતી કે ૧૫ મીઓ ઓગસ્ટ બાદ પ્રાથમિક માં ધોરણ ૬ થી ૮ ના વર્ગો શરુ કરીશું આ અંગેની કોર કમિટીની બેઠક માં નિર્ણય લેવામાં આવશે તેવી જાહેરાત કરી હતી . માટે હવે આ સ્વાતંત્ર્ય પર્વની પણ ઉજવણી થઇ ગઈ છે અને કોરોના પણ સાવ અંકુશમાં આવી ગયો છે , તથા આગામી આવતા આ ઓગસ્ટ મહિનામાં મહોરમ , રક્ષાબંધન , તેમજ જન્માષ્ટમીના તમામ તહેવારો આ મહિનામાં આવતા હોવાથી આગામી સપ્ટેમ્બર મહિનાથી પ્રાથમિક શાળા ના ધોરણ ૬ થી ૮ ના વર્ગો શરુ કરવા માટે સરકાર નિર્ણય લે તેવી શક્યતાઓ ખુબજ વધારે રહેલી છે તેવું શિક્ષણ વિભાગના સુત્રો એ જણાવ્યું છે .