GujaratHealthLifestyle

સોપારી ખાતા હોય તો મુંઝાતા નહિ, સોપારી ખાવાથી થાય છે અનેક ફાયદાઓ

સોપારી વિશે તો લગભગ બધા જ લોકો જાણતા હશે. સોપારીનો ઉપયોગ પાન મસાલા, ફાકી, માવા વગેરેમાં ઉપયોગી થાય છે. પાન સાથે સોપારીનો પ્રયોગ ગુટખા, તમાકુ વગેરે ચીજોમાં પણ કરવામાં આવે છે. પાન મસાલાની શરૂઆત પહેલા સોપારીનો ઉપયોગ પૂજાપાઠમાં થતો આવ્યો છે. મોટા ભાગના લોકો સોપારીના આ ઉપયોગ વિશે જ જાણતા હોય છે. પરંતુ સોપારીના આયુર્વેદિક ફાયદાઓ પણ અનેક છે. જેના થકી અનેક રોગોને મટાડી શકાય છે. એટલે તે એક ઉત્તમ જડીબુટ્ટી છે, તેથી તેનો ઉપયોગ રોગોને ઠીક કરવા માટે થાય છે.

સોપારી

સોપારી એક જડીબુટ્ટી હોવાથી દેશ અને વિવિધતાના કારણે સોપારી ઘણા પ્રકારની હોય છે. જેમાંથી મુખ્ય બે પ્રજાતિઓ છે જેમાં સાધારણ સોપારી અને લાલ સોપારી એક બે પ્રકારની હોય છે. સોપારીનું વૃક્ષ નારિયેળ અને તાડ જેવું હોય છે. તેના પાંદડા મોટા, નારિયેળના પાંદડાના સમાન લાંબા હોય છે. તેના થડ સીધા, ચીકણા, પટ્ટાવાળા હોય છે. તેના ફળ ચીકણા, નારંગીના રંગના હોય છે. સોપારી પાકે ત્યારે ફળ, ઘેર નારંગી રંગના અને અંડાકાર હોય છે. તે ફળની અંદર સોપારી હોય છે. સોપારીના વૃક્ષનો આંગણામાં સુશોભન માટે થાય છે.

સોપારીનું વાનસ્પતિક નામ એરેકા કેટેચુ (Areca catechu Linn) છે. જેને અંગ્રેજી Areca nut, Betelpalm વગેરે નામોથી ઓળખવામાં આવે છે. સંસ્કૃતમાં સોપારીને ઘોરન્ટ્ટ, પૂગી, પૂગ, ગુવારક, ચીક્ક્ણ, પૂગીફ્લ  કે ઉદ્વેગ વગેરે નામોથી ઓળખવામાં આવે છે. આ ફળ ખુબ જ ઘણા રોગમાં ઉપયોગી હોવાથી તેના ઉપાયો વિશે અહિયાં જણાવીએ છીએ.

મોઢાની ચાંદી: મોઢામાં ચાંદી પડવા સમયે સોપારી, મોટી એલચીની ભસ્મ બનાવી લો. એમાં મધ ભેળવી મોઢામાં લગાવો. તેનાથી મોઢાની ચાંદીમાં લાભ થાય છે. સુંઠ, સોપારી, અથવા મરી, ગોમૂત્ર અને નારિયેળના પાણીમાં ઉકાળો બનાવો. તેનાથી કોગળા કરવાથી મોઢાના રોગો અધોજીહ્વા જેવા રોગો વગેરેમાં લાભ થાય છે.

પેટના કૃમિ અને જીવાણું: પેટમાં કીડા પડવા પર 10 થી 30 મિલી સોપારીના ફળનો ઉકાળો બનાવી લો. તેનું સેવન કરવાથી પેટના કીડા નાશ પામી જાય છે. આવી રીતે 5 મિલી સોપારીના ફળનો રસ પીવાથી પેટની બીમારી ઠીક થઈ જાય છે. પેટની ગંદકી મળ દ્વારા બહાર નીકળી જાય છે.

આંતરડાના રોગ: અનેક લોકોને આંતરડા સાથે જોડાયેલી બીમારી થાય છે. તેના લીધે અનેક લોકો પરેશાન હોય છે. આંતરડાના રોગને ઠીક કરવા માટે 1 થી 4 ગ્રામ સોપારીના ચૂર્ણને છાશ સાથે સેવન કરો. તેનાથી આંતરડાના રોગમાં ફાયદો થાય છે.

દાંતનો દુખાવો: દાંતમાં દુખાવો થઇ રહ્યો હોય તો બરાબર માત્રામાં સોપારી, પીપળી, ખેર તથા સોપારીની રાખ બનાવી લો. તેને દાંત પર ઘસો. જેના લીધે દાંતના દર્દ, પેઢામાં દર્દ અને જીભનું દર્દ વગેરેથી રાહત મળે છે. સોપારીનું ચૂર્ણ દાંતમાં ઘસવાથી દાંતના વિકારો દુર થઇ જાય છે.

ઝાડા: સોપારી ખાવાથી ઝાડામાં પણ લાભ મળે છે. એના માટે પાંચ લીલા સોપારીના ફળને ધીમી આગમાં પકાવો. જ્યારે અંદરની તરફ બળવા લાગે ત્યારે તેને કાઢીને, કાપીને પ્રયોગ કરો. તેનાથી ઝાડામાં લાભ થાય છે.

ઉલ્ટી રોકવા: સોપારી તથા હળદરનું ચૂર્ણ 1 થી ૩ ગ્રામ ખાંડમાં ભેળવીને સેવન કરવાથી ઉલ્ટી બંધ થઈ જાય છે. સોપારીની રાખ તથા લીમડાની છાલને પાણીમાં ભેળવી દો. તેને ગાળીને થોડી થોડી પીવાથી ઉલ્ટી રોકાઈ જાય છે.

લ્યુકોરિયા: સોપારી ખાવાના ફાયદા લ્યુકોરિયામાં મળે છે. લ્યુકોરિયામાં લાભ લેવા માટે સોપારી પાકનો ઉપયોગ કરવો શ્રેષ્ઠ છે. આ રોગમાં મહિલાની યોનિમાંથી સફેદ પાણી નીકળવાની સમસ્યા રહે છે, જેને શ્વેત પ્રદર કહેવામાં આવે છે. હોર્મોન્સ એસ્ટ્રોજનને સોપારી દ્વારા સંતુલિત રાખી શકાય છે જેથી સોપારી આ સમસ્યા રોકે છે.

માસિક સમસ્યા: જે મહિલાઓ માસિક સમસ્યાથી પરેશાન છે તેને સોપારી પાકનું સેવન કરવું જોઈએ. તેનાથી માસિક ધર્મના વિકારોમાં રાહત મળે છે. આ સમસ્યામાં સોપરીનું સેવન કરવાથી સોજો કે પેટમાં દર્દ થવું તેમજ વધારે લોહી વહી જવું વગેરે સમસ્યાથી બચી શકાય છે.

મૂત્ર રોગ: મૂત્ર રોગ જેવા કે પેશાબ રોકાઈ રોકાઈને આવવું, વારંવાર પેશાબ આવવું, પેશાબમાં સુગર આવવી કે ગળપણ આવવું વગેરે સમસ્યામાં સોપારીનો ઉપયોગ કરવો જોઈએ. તેના માટે સોપારી તથા ખેરની છાલનો ઉકાળો બનાવી લો. ઉકાળાની 10 થી 30 મિલી માત્રામાં મધ ભેળવીને પીવડાવવાથી મૂત્રરોગમાં લાભ થય છે.

શુક્રાણુ રોગ: શુક્રાણુ રોગમાં પણ સોપારી ખાવાના ફાયદા મળે છે. તેમાં 6 ગ્રામ સોપારીના ફૂલના ચૂર્ણમાં, ૩ ગ્રામ ખાંડ ભેળવીને દૂધ સાથે સેવન કરો. તેનાથી શુક્રાણુ રોગમાં લાભ મળે છે. તે શુક્રાણુની યોગ્ય રીતે નહિ બનવા તેમજ પ્રજનન ક્રિયામાં તકલીફ થવી વગેરે સમસ્યા સોપરી દ્વારા દુર થઇ શકે છે. જે લોહીના પ્રવાહને ગતિશીલ બનાવે છે, જેથી ત્યાં લોહીનું ભ્રમણ થવાથી શુક્રાણું રોગ થતા નથી.

સિફ્લીસ: સોપારીના ચૂર્ણને સિફ્લીસના ઘાવ પર લગાવાવથી તરત ઠીક થાય છે. આ દરમિયાન ઉપાય માટે દરરોજ ઘાવ પર સોપારીના ફળનો પેસ્ટ બનાવીને લગાવવો જરૂરી છે. આ દરમિયાન જવથી બનેલા ભોજનનો ઉપયોગ કરવો જરૂરી છે.

ચામડીના રોગ:ચામડીના રોગને ઠીક કરવા માટે સોપારીના ફળને વાટીને લેપ કરો. તેનાથી ચામડીના ઘાવ અને ચામડીના અન્ય વિકારો ઠીક થઈ જાય છે. સોપારી ચામડીના રોગને મટાડવાની ક્ષમતા રાખે છે, સાથે લોહીને શુધ્ધ કરે છે તેમજ લોહીના ઉકારને દુર કરે છે જેથી ચામડીના રોગ થતા નથી.

એક્ઝીમાં: એક્ઝીમાંના ઈલાજમાં સોપારીની રાખમાં થોડુક તલનું તેલ ભેળવી દો. તેમાં થોડુક ઘી ભેળવી દો અને બીમાર અંગ પર લગાવો. તેનાથી એક્ઝીમાંમાં લાભ થાય છે. જો ચામડી લાલ થઈ ગઈ હોય તો રાત્રીમાં સોપારી ઉકળતા પાણીમાં પલાળી દો. સવારે આ પાણીથી ચામડીની લાલાશને ધોવો. તેનાથી ચામડીના રોગોમાં લાભ થાય છે.

અછબડા: સોપારીના ઉપયોગથી અછબડા જેવી બીમારીને પણ દુર કરી શકાય છે, 1 થી 2 ગ્રામ સોપારીના ચૂર્ણને પાણી સાથે સેવન કરો. સોપારી ખાવાથી પણ આ લાભ થાય છે. અછબડા એક ચામડી અને લોહીનો રોગ હોવાથી તેમાંસોપારી ખુબ જ ઉપયોગી થાય છે.

ટાલ મટાડે: ટાલ પડવાની સમસ્યા ઘણા બધાં લોકોને થતી હોય છે, ખાસ કરીને મગજ સાથે જોડાયેલું કાર્ય કરનારા લોકોને આ તકલીફ વધારે હોય છે. આ સમસ્યામાં સોપારી ખુબ જ લાભ પહોચાડે છે. એટલા માટે બરાબર માત્રામાં નીલ કમળ, બહેડા ફળની મજ્જા, તલ, તથા અશ્વગંધા લો. તેમાં અડધો ભાગ પ્રિંગુ ફૂલ તથા સોપારીની છાલ મેળવીને વાટી લો. તેનો લેપ કરવાથી ટાલ મટે છે.

વાનો રોગ: ગુગળ લોબાનનો ઉકાળો બનાવી લો. તેને તેલમાં ભેળવીને માલીશ કરો. તેનાથી 21 દિવસોમાં વા રોગથી પીડિત રોગી સ્વસ્થ થવા લાગે છે. સોપારીના પાંદડાનો રસ તેલમાં અભેલ્વિએને, કમર પર માલીશ કરવાથી કમરનું દર્દ ઠીક થાય છે.

રક્તસ્ત્રાવ: શરીરના વિભિન્ન ભાગો જેવા કે નાક, કાન વગેરેથી લોહી નીકળવા પર સોપારીનું 2 ગ્રામ ચૂર્ણ લો તેમજ એટલી જ માત્રામાં ચંદન ચૂર્ણ ભેળવી દો. તેને ખાંડ યુક્ત ચોખાના પાણી સાથે પીવો. તેનાથી રક્તપિત્તમાં લાભ થાય છે. સોપારીના ફૂલનું ચૂર્ણ અને ચંદનની ડાળખીનું ચૂર્ણ સમાન માત્રામાં લઈને તેને ચોખાના પાણી તથા મધ સાથે સેવન કરવાથી શરીરમાંથી થતો રક્તસ્ત્રાવ અટકી જાય છે.

આમ, સોપારી એક ખુબ જ ઉપયોગી ઔષધીય જડીબુડ્ડી છે. જે અનેક રોગોને મટાડવા અને બીમારીઓને દુર કરવાના ગુણો ધરાવવા સાથે બીજા ઉપયોગમાં લઇ શકાય છે. સોપારી એક ઉત્તમ ઔષધી હોવાથી તેના વિશેની માહિતી તમારી સહાયતા માટે અહિયાં રજૂ કરી છે. આશા રાખીએ કે આ માહિતી તમને ખુબ જ ઉપયોગી થાય અને રોગોને દુર કરે.

Gujaratime.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

What's your reaction?

Related Posts

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *