ચા મોટા ભાગના ઘરમાં પીવામાં આવતું પીણું છે. જેને કોઈ કેફી કે નશીલા પદાર્થમાં ગણવામાં આવતું નથી. માટે નશાકારક પદાર્થમાં ગમે તે સ્થળે પી શકાતી વસ્તુ છે. કોઈ કાર્યક્રમ કે સમારંભમાં બધી જ જગ્યાએ ચા પીણા તરીકે આપવામાં આવે છે. દારુ, ગુટકા, માવા, ચીકણી જેવી વસ્તુઓ શાળા કક્ષાએથી જ પ્રતિબંધિત કરવામાં આવે છે. પરંતુ ચા શાળામાં કેન્ટીનમાં કે શાળાના કાર્યક્રમમાં પણ પી શકાય તેવું સર્વમાન્ય પીણું છે.
ચા એ આપણા દેશનું સર્વાધિક લોકપ્રિય પીણું છે. આપણે મેહેમાનોની આગતા સ્વાગતા અને પ્રસંગોએ ચા પાવામાં આવે છે. મહેમાનોને ચા પાવી એ આપણા દેશમાં આપણી સાંસ્કૃતિક પરંપરા છે. ચા બધા લોકો માટે ઉપયોગી છે. પરંતુ અમુક પ્રકારના રોગના દર્દીઓએ ચા ન પીવી જોઈએ. આ માટે અમે આ લેખમાં અમુક એવા રોગના દર્દીઓ વિશે જણાવીશું કે જેમના માટે ચા નુકશાન કારક છે.
આવા રોગના દર્દીઓને વધારે પ્રમાણમાં ચા પીવાથી રોગો વધવાની સંભાવના રહે છે. આપણે જાણીએ છીએ તેમ ચામાં ટેનિન અને ઝેનીન જેવા નશીલા તત્વો હોય છે. આ તત્વોને કારણે અને ચાના વધુ પડતા સેવનને કારણે એસીડીટીની સંભાવનાઓ વધે છે.
માટે જે લોકોને એસીડીટી હોય લોકોને ચા નુકશાન કારક છે. જે લોકોને એસીડીટી હોય તેવા લોકોએ ચા પીવી ન જોઈએ. ચા ની સેવન એસીડીટી વાળા માટે નડતરરૂપ છે. એસીડીટીને આયુર્વેદમાં અમ્લપિત્ત કહેવામાં આવે છે.
આ એસીડીટીમાં ખાટો જે પિત્ત હોજરીની અંદર જમા થાય છે જયારે આવા સમયે ચા પીવામાં આવે તો તેમાં પિત્તમાં વધારો થાય છે. આ ચા પીવાથી પિત્ત વધે તેના કારણે આપણી અન્નનળી, આપણી હોજરી અને આપણું આંતરડું દરેક જગ્યાએ બળતરા ખુબ જ થાય છે. માટે એસીડીટી ધરાવતા લોકોએ ચા પીવી ન જોઈએ.
ખાસ કરીને એસીડીટી ધરાવતા લોકો વારંવાર થતી બળતરાથી મનથી ખુબ જ પરેશાન રહેતા હોય છે. જેમાં પણ ચા પીવામાં આવે તો જેના કારણે એસીડીટી વધે છે. માટે એસીડીટી વાળા લોકોએ ચા પીવામાં કાળજી રાખવી જોઈએ.
વધારે પડતા ચાના સેવનથી અલ્સર પણ થાય છે. આંતરડામાં ચાંદા પડી જાય છે. ચાંદા પડવાથી વજન ઘટવા માંડે છે અને પેટમાં બળતરા થાય છે. એસીડીટી હોય ત્યારે ઉલટી થાય છે, ઉબકા થાય છે. છાતીમાં બળે છે. આંખો બળે છે. નેણ ભારે થાય છે, માથું ભારે થાય છે. છાતીમાં બળતરા થાય છે.
જે લોકો ચા વધારે પ્રમાણમાં પીવે છે તેને ભૂખ પણ ઓછી લાગે છે. ચા એ ચયાપચયની ક્રિયાને મંદ પાડે છે. એટલે કે પાચનની ક્રિયાને ધીમી પાડે છે. ચાના વધારે પ્રમાણના સેવનથી આપણી ભૂખ ઓછી થાય એના કારણે આપનું શરીર નબળું પડે છે.
વધારે પ્રમાણના ચાના સેવનથી યોગ્ય પ્રમાણમાં ખાઈ ન શકીએ અને પોષ્ટિક ભોજન ન કરી શકીએ, ખાવા પ્રત્યે અરુચિ થઈ જાય, જેના લીધે આપણા શરીરમાં લીવરના પણ અનેક રોગ થાય છે. વધારે પડતી ચાના સેવનથી ઊંઘ પણ ઓછી થઈ જાય છે.
આપણા શરીરને આરામ માટે ઊંઘ પણ ખુબ જ જરૂરી છે. એક દિવસમાં ઓછામાં ઓછું આપણા શરીરની ચુસ્તતા, નીરોગીતા અને સપ્રમાણતા ટકાવી રાખવા માટે અને વયનું સનુસંધાન જાળવી રાખવા માટે ઓછામાં ઓછી 7 કલાકની ઊંઘ બહુ જ જરૂરી છે.
ઊંઘ ઓછી થઈ જાય એના કારણે મનના અનેક રોગો આપણા શરીરમાં ઉત્પન્ન થઇ શકે છે અને મનના રોગોને કાબુમાં કરવા ખુબ જ મુશ્કેલ છે. માટે મગજને શાંત રાખવા, મનના રોગોથી બચવા માટે વધારે પડતી ચા ન પીવી.
વધારે પડતી ચા પીવાથી કબજીયાત પણ થાય છે. ચયાપચયની ક્રિયા મંદ પડે છે. જેના લીધે કાચો આમ શરીરમાં જમા થાય છે. આ કાચો આમ ડાયાબીટીસમાં રૂપાંતર પામે છે. કાચા આમને કારણે આપણું આંતરડું સોજી જાય છે.
આપણા લીવરને મુશ્કેલી પડે છે. આપણી હોજરી પણ સોજેલી રહે છે. જે લોકોને વધારે પડતી ચા પીવાની ટેવ હોય તેને ઘડપણના સમયમાં હાડકા સંબંધી પણ રોગ થાય છે. જેને આપણે હાડકા ગળી જવા એમ કહીએ છીએ. માટે ચા પર કાબુ રાખીને યોગ્ય માત્રામાં જ ચા પીવી જોઈએ.ડાયાબીટીસ વાળા દર્દીઓને ચા પીવાથી ચા માં રહેલી ખાંડના લીધે નુકશાન થાય છે.
માટે ડાયાબીટીસ વાળા દર્દીઓએ યોગ્ય માત્રામાં ખાંડ વાળી ચા અને સીમિત માત્રામાં ચા પીવી જોઈએ. ઘણા લોકો ખુબ જ ગળી ચા પીતા હોય છે, ખાસ કરીને ગામડામાં રહેતા લોકો શ્રમજીવી લોકો, જે મજુરી કરતા હોય, જે કામદાર હોય, જે ખેતીનું કામ કરતા હોય, જે યંત્રો સાથે જોડાયેલા હોય, જે ટ્રક ડ્રાઈવરો હોય, જેનું કામ રોડ ઉપર થતું હોય, જે લોકોને સતત હરવા ફરવાનું થતું હોય તેવા લોકો ગળી ચા પીવાનો વધારે આગ્રહ રાખે છે. આવા લોકોને ગળી ચા અને વધારે પડતી ચા પીવાથી ડાયાબીટીસ થવાની સંભાવનાઓ રહેલી છે.
માટે જે લોકોને વધારે પડતી ચા પીવાની ટેવ હોય તેને ચા પર કંટ્રોલ રાખવો જોઈએ. ચાનું પીવાનું યોગ્ય પ્રમાણ જાળવી રાખવું જોઈએ. આવી ચા વિશેની થોડીઘણી બાબતોની કાળજી રાખવી જોઈએ. જેથી ભવિષ્યમાં થનારા રોગથી કે ચાલુ થયેલા રોગથી બચી શકાય છે.
આ સિવાય ખાલી પેટ ચા પીવાની આદત ખુબ જ ખરાબ છે, કારણ કે ચામાં ખુબ માત્રામાં કૈફીન હોય છે. આ સિવાય તેમાં એલ-થાયમીન અને થિયોફાઈલિઈન પણ મૌજુદ હોય છે જે ઉત્તેજિત કરવાનું કાર્ય કરે છે. નિષ્ણાતોના મત અનુસાર ખાલી પેટ ચા પીવાથી બાઈલ જ્યુસની પ્રક્રિયા અનિયમિત થાય છે જે બાદમાં મોળો જીવ થવો અને ઘબરાહટ જેવી સમસ્યાનું કારણ બને છે.
ઘણા લોકો સ્ટ્રોંગ ચા એટલે કે વધારે ચાની ભૂકી નાખેલી ચા પીવાનું પસંદ કરે છે. પરંતુ એ એ ઘણી વાતથી અજાણ હોય છે કે તે શરીરની અંદરની જગ્યાઓમાં તે ઈજા પહોચાડી શકે છે. જેના લીધે આ પ્રકારની ચા પીવાથી અલ્સર પણ થઈ શકે છે.
ખાલી પેટે ચા પીવાથી આપણા વ્યવહારમાં પણ ખરાબ અસર પાડે છે. જેમાં ચિડીયાપણું જેવી સ્થિતિ પણ ઉભી થાય છે. ખાલી પેટે ચા પીવાથી થાક વધારે લાગે છે. વધારે સમય પહેલા બનેલી ચાને પણ વારંવાર ગરમ કરીને ના પીવી જોઈએ. જે સ્વાસ્થ્ય માટે નુકશાન કારક સાબિત થઈ શકે છે. ખાલી પેટે ચા પીવાથી પ્રોસ્ટેટ કેન્સર જેવી ગંભીર સમસ્યાઓ થવાની પણ સંભાવનાઓ છે.
જો તમે સવારે ઉઠીને ખાલી પેટ દુધ અને ખાંડ વાળી ચા પીવો છો તો તેનાથી તમારું વજન વધે છે. એવું એટલા માટે કે તેમાં નાખવામાં આવેલી ખાંડ સીધી જ આપણા શરીરમાં જાય છે અને દુશ્મ ચા નાખવાથી તેનો એન્ટીઓક્સીડેન્ટનો પ્રભાવ નાશ પામે છે.
આ ચા વિશેની નુકશાન કરતી બાબતો વિશેની માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય, તમને પડતી બીમારી ન લાગી જાય, તમે આવનારા સમયમાં લાગુ પડતા ભયંકર રોગથી બચી શકો. એટલા માટે અમે આ માહિતી આપી છે તે માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય તેવી આશા રાખીએ છીએ.