LifestyleReal Story

આજે ભગવાન વિષ્ણુની પૂજા સાથે વ્રત-ઉપવાસ કરવાથી સંતાન સુખ અને સમૃદ્ધિ મળે છે

૧૮ મી ના રોજ પુત્રદા એકાદશી હોવાથી આ દિવસે ભગવાન વિષ્ણુનુ પૂજા અને એક દિવસ વ્રત અને ઉપવાસ કરવાથી તમને સંતાનપ્રાપ્તિ થાય છે તેમજ આ વ્રત કરવાથી ભગવાન વિષ્ણુ તમારા ઉપર પ્રસન્ન થાય છે . તથા આ વ્રત કરનારની બધી જ મનોકામના પણ પૂર્ણ થાય છે . આ એકાદશી નું પૌરાણિક કથાઓમાં પણ ખુબજ મહત્વ કહેલુ છે . આ એકાદશી નો ઉપવાસ કરવાથી ખુબજ સમૃધી પ્રાપ્ત થાય છે . આ એકાદશી અંગે ભગવાન શ્રી કૃષ્ણ એ પણ યુધિષ્ઠિરને મહત્વ વર્ણવતા તેમનો ઉલ્લેખ છેક દ્વાપરયુગમાં પણ તેમનું મહત્વ સમજાવેલું છે તથા તેમનું વર્ણન પણ કરેલું છે . તથા પુત્રતા એકાદશીનો ઉલ્લેખ વેદો તેમજ શાસ્ત્રોમાં પણ કરેલો જોવા મળે છે .

આ વર્ષે શ્રાવણ મહિનામાં આવતી આ પુત્રદા એકાદશી આગામી તારીખ ૧૮ ઓગસ્ટ ના રોજ આવે છે . આ દિવસે જે કોઈપણ લોકો આ વ્રતનું પૂજા તેમજ ઉપવાસ કરશે તેમના ઉપર લક્ષ્મી પતિ ભગવાન વિષ્ણુ તેમના ઉપર ખુબજ રાજી થશે અને તેમના ઉપર પ્રસન્ન પણ થશે . તેમજ તેમની બધી  જ મનોકામના પૂર્ણ થશે અને ઘરમાં ધન અને સંપતિ વધશે . પોષ મહિના માં આવતી એકાદશી નું આ એકાદશી જેટલું જ મહત્વ આપવામાં આવેલુ હોય છે . આ બંને એકાદશી એ પુત્ર પ્રાપ્તિ માટે ખુબજ ઉત્તમ ગણવામાં આવે છે . આ બંને એકાદશી નું જે કોઈ લોકો વ્રત – ઉપવાસ કરીને ભગવાન વિષ્ણુ નું સ્મરણ કરે છે તેમને ઉપર સાક્ષાત ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે . આ બંને વ્રત થી પુત્રની પ્રાપ્તિ થાય છે તેમજ ઘરમાં ધન અને સમૃધી પણ ખુબજ વધે છે તેથી આ બંને એકાદશી ને પુત્રદા એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે .

આ એકાદશી વ્રતની શરૂઆત વહેલી સવારે ૪ વાગ્યાથી એટલે કે ૧૮ મી ઓગસ્ટ ની વહેલી સવાર . તથા બીજે દિવસે એટલે કે ૧૯ મી ઓગસ્ટ ના રાત્રે બરાબર ૧ ને ૧૦ મીનીટે એટલે લે ૧:૧૦ AM ના પૂર્ણ કરવું .

જાણો આ વ્રતની વિધિ કઈ રીતે હોય તે : આ વ્રત તમારે દશમની મધ્યરાત્રીથી કરવાનું હોય છે તેમજ તમારે દશમ ના દિવસે ફક્ત સાત્વિક ભોજન જ કરવું જોઈએ . વ્રત કરનારે એકાદશી ના રોજ વહેલી સવારે જાગી જઈને પસી સ્વચ્છ પાણી થી સ્નાન કરીને સ્વચ્છ કપડા પહેરીને ભગવાન વિષ્ણુ ની બાળ સ્વરૂપની મૂર્તિ આગળ બેચી ને પસી ભગવાન વિષ્ણુની પૂજા આર્ચના કરવી તેમજ એકાદશી વ્રત નો કથા પાઠ પણ કરવો જોઈએ . આ દિવસે ઉપવાસ કરીને પસી રાત્રે ભજન , કીર્તન  , અને સત્સંગ નું બની શકે તો આયોજન કરવું જોઈએ . તેમજ તારે જાગરણ કરીને ભગવાનનું ભજન કરવું જોઈએ . પસીના  દિવસે એટલે કે બારશના દિવસે વહેલી સવારે સૂર્યોદય થયા બાદ પૂજા સંપન્ન કરવી અને આ કરેલા વ્રતના પારણા કરવા અને ગુરુ , બ્રામણ , જરુરીયાત મંદ જે લોકો હોય તેમને યથાશક્તિ પ્રમાણે જરૂરી દક્ષિણા આપવી જોઈએ અને તેમને ભોજન કરાવવું જોઈએ .

એકાદશી વ્રત કથા અને તેનું પૌરાણિક મહત્વ : સૌ પ્રથમ હજારો વર્ષો પહેલા આ વ્રત વિશે શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને જણાવ્યું હતું કે દ્વાપર યુગની વાત છે તેમાં માહિષ્મતીપૂરી એવી એક નગરી હતી અને તે નગરી નો રાજા માહિજીત એવું તેમનું નામ હતું અને તેને એક પણ પુત્ર ન હતો . આ વાતને લઈને રાજાના શુભચિંતકે આ વાત તેમના મહામુની લોમેશ ને જણાવી તો મહામુની લોમેશે તેમને બધી રાજાની જે પૂર્વ માં કરેલા પાપો ની વાત કહી સંભળાવી . અને તે કહેવા લાગ્યો કે રાજા પૂર્વ જન્મ માં એક વૈશ્ય હતો તથા આ એકાદશીના સમયે તે પોતે બપોરના સમયે જળાશય પર પાણી પીવા માટે ગયેલો . તથા આ જળાશય પર બપોરના તડકાને કારણે એક ગાય પાણી પીવા માટે ત્યાં આવેલી તથા આ ગાયને પાણી પીતી જોઈએ તેણે આ ગાયને પાણી પીતી રોકી દીધી અને પોતે પાણી પીવા લાગ્યા આ પાપ ને કારણે તે આજે સંતાન વગરનો છે . તથા તે મહામુનીએ જણાવ્યું કે આ રાજાના શુભચિંતક જો શ્રાવણ સુદ પક્ષની એકદશી ની તિથીએ જો તે વિધિ પૂર્વક તેનું વ્રત કરવામાં આવે તો તેમને સંતાન પ્રાપ્તિ થાય છે . આ મહા મુનિના કહેવાથી રાજા અને પ્રજા એ પણ આ વ્રત કર્યું  ત્યારબાદ થોડો સમય જતા રાણીએ એક સરસ મજાના પુત્રનો જન્મ આપ્યો .

Gujaratime.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

What's your reaction?

Related Posts

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *