તમે બધાજ તારક મહેતા કા ઉલટા ચશ્માં શો થી પરિચિત છો, આ સીરીયલ ખુબજ લોકપ્રિય અને કોમેડી શો ભજવતી લોકોને ખુબજ મનોરંજન કરાવે છે. ઘરમાં મોટાભાગના લોકોને આ શો જોવો ખુબજ ગમે છે.
હવે તમને ખાસ હકીકત જણાવી દઈએ કે તારક મહેતા સીરીયલના દરેક ચાહકો માટે થોડા દુઃખદ કહીએ તો પણ કહી શકાય તેવા સમાચારો સામે આવી રહ્યા છે કે થોડાક જ સમય પહેલા આ જ શો માં કોમેડી નો રોલ ભજવતા શૈલેષ લોઢા એ રાજીનામું આપી દીધું હતું ત્યારબાદ હવે વધુ એક એવા અભિનેત્રી કલાકાર રાજીનામું દેવા જઈ રહ્યા છે તે સમાચાર સાંભળીને દરેક ચાહકો ખુબજ પરેશાન થઇ અને નિરાશ જેવી લાગણી અનુભવી રહ્યા છે.
વાત કરીએ શૈલેષ લોઢાની તો તે તારક મહેતામાં ‘તારક મહેતા’ નો ભાગ ભજવતા હતા તેઓ આ શો માં છેલ્લા ૧૪ વર્ષથી કામ કરતા હતા. ત્યારબાદ હવે વાત કરીએ બીજી પણ એક અભિનેત્રી આ શો માંથી અલવિદા થવા માંગે છે તો તે આ શો માં ‘બબીતા જી’ નો ભાગ ભજવતી મુનમુન દત્તા પણ આ શો માંથી બાઈ બાઈ કહેવા માંગે છે તેવી વાત ચાલી રહી છે.
આ શો માં બબીતાજી નું પાત્રનો રોલ ભજવતી મુનમુન દત્તા પણ લોકોને ખુબજ મનોરંજન કરાવે તેવો રોલ ભજવે છે તો તે આ શો માંથી જો અલવિદા લે તો તેમના ચાહકોમાં થોડી દુઃખની લાગણી અનુભવાય તેવું લાગી રહ્યું છે.
આ પરિસ્થિતિમાં મુનમુન દત્તા એટલે કે બબીતા જી ના જવાના સમાચાર સાંભળીને એક અહેવાલ રજુ કરવામાં આવ્યો છે કે તેમને મુનમુનની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને તમને બીગબોસ માટે ધ્યાનમાં લેવામાં આવી છે. માટે હવે આ અભિનેત્રી બીગબોસ માં પણ જોવા મળી શકે છે. આ વિશેની માહિતી હવે કોઈ સત્તા વાર તરીકે સામે આવી નથી પરંતુ જો આવું થશે તો હવે મુનમુન દત્તાને બિગ બોસમાં જોવું ખુબજ રસપ્રદ રહેશે.
ખાસ કરીને તારક મહેતાની વાત કરીએ તો આ શોમાં મુનમુન દત્તા અય્યરની પત્ની બબીતા તે પોતે અય્યર નો ભાગ ભજવી રહી છે.