GujaratHealthLifestyle

શુગરના લેવલને કન્ટ્રોલ કરવા માટે આ વૃક્ષના પાન છે રામબાણ ઈલાજ

શેતુરનો પ્રયોગ મોટાભાગે સિલ્ક બનાવવા માટે થાય છે. પરંતુ તેના મેડીકલ ગુણ ડાયાબીટીસના દર્દીઓ માટે ખુબ જ ફાયદાકારક હોય છે. શેતુરમાં ઘણા ઔષધીય ગુણો હોય છે. તેના પાંદડા ખાવાથી લોહીમાં ગ્લુકોઝની માત્રા ઓછી થાય છે. શેતુરમાં મૌજુદ તત્વ શરીરમાં પાણીની ઉણપ દુર કરે છે. તે પેટમાં થનારી ઘણી સમસ્યાઓને દુર કરે છે. શેતુરમાં વિટામીન-એ , કેલ્શિયમ અને ફોસ્ફરસમાં હોય છે. જે ઘણા રોગોને દુર કરવામાં મદદ કરે છે.

શેતુરની જેમ તેના પાંદડા ખુબ જ લાભકારી હોય છે. તેના પાંદડા વાટીને તેનો લેપ લગાવવાથી ઘાવ ઠીક થાય છે. તેના સિવાય ધાધર, ખસ, ખરજવું અને ખંજવાળથી પણ મુક્તિ મળી જાય છે. શેતુરનો રસ હ્રદયના રોગો માટે ફાયદાકારક હોય છે, દરરોજ તેનો રસ પીવાથી હ્રદય સ્વસ્થ રહે છે અને કોલેસ્ટ્રોલ લેવલ પણ ઠીક કરે છે.

શેતુરને Mulberry તરીકે ઓળખવામાં આવે છે, જેને હિન્દીમાં શહતૂત કહેવામાં આવે છે. જેનું વિજ્ઞાનિક વાનસ્પતિક નામ Morus alba Linn. (મોરસ એલ્બા) છે. જ્યારે તેને સંસ્કૃતમાં તૂત તરીકે ઓળખવામાં આવે છે.  આ છોડ આ વૃક્ષની બે પ્રજાતિઓ છે જેમાં એક શેતુર અને બીજી શેતુરડી એમ બે પ્રજાતિમાં હોય છે. શેતુરનું વૃક્ષ લગભગ 3 થી 7 મીટર ઉંચું, મધ્યમ આકાર હોય છે. તેના ઘેરા ભૂરા રંગના, નાની નાની ગોળી સ્વરૂપે તિરાડયુક્ત  હોય છે.  તેના ફૂલ લીલા રંગના હોય છે. તેના ફળ લગભગ 2.5 સેમી લાંબા, અંડાકાર અથવા લગભગ ગોળાકાર હોય છે. તે કાચી અવસ્થામાં સફેદ રંગના હોય છે અને પાકે ત્યારે લીલા, ભૂરા અને અને રીંગણ કલરના હોય ચેહ, તેના વૃક્ષમાં ફળ જાન્યુઆરીથી જુન વચ્ચે આવે છે.

ચામડી માટે:  શેતુરથી ચામડીમાં ખુબ જ લાભ થાય થાય છે. શરીરમાં કોઇપણ ભાગમાં સોજો થવા પર શેતુરના રસમાં મધ ભેળવીને લેપ કરવાથી સોજો ઠીક થાય છે, આ સિવાય શેતુરના પાંદડા અને લીમડાની છાલને બરાબર માત્રામાં વાટીને તેનો લેપ ચહેરા પર  કરવાથી ચહેરાના ડાઘ અને ખીલ તેમજ તલ નાશ પામે છે.

શુગરના લેવલને કન્ટ્રોલ કરે: શેતુરના પાંદડામાં DNJ નામનું તત્વ મળી આવે છે. જે આંતરડામાં બનનારા અલ્ફા ગ્લુકોસાઈડેઝ એન્જાઈમને મળીને એક બોન્ડ બનાવે છે. તે બોન્ડ લોહીમાં શુગરની માત્રાને નિયંત્રિત કરે છે. આ સીવાય ડીએનજે લીવરમાં બનનારા અતિરિક્ત ગ્લીકોઝ્ની માત્રાને નિયંત્રિત કરે છે. એવામાં શેતુરના પાંદડાનું સેવન એટલા માટ ખુબજ ઉપયોગી છે. કારણ કે 47 ટકા ફાસ્ટિંગ શુગર લીવરમાં આવેલા ગ્લુકોઝથી હોય છે. તેના પાંદડામાં એકરબોસ નામનું કમ્પોનેન્ટ પણ હોય છે. જે ભોજન કર્યા બાદ શુગરને નિયંત્રિત કરે છે. શેતુરના પાંદડા કોલેસ્ટ્રોલના લેવલને પણ મેન્ટેન કરે છે.

હ્રદય સ્વાસ્થ્ય: શેતુરના પાંદડા આપણા હ્રદય માતાએ ખુબ જ ફાયદાકારક છે. શેતુરના પાંદડાના ઉપયોગથી કાર્ડિયોવસ્કુલર સ્વાસ્થ્ય પણ સારું રહે છે. શેતુરના પાંદડામાં ફેનોલીક્સ અને ફ્લેવોનોઈડસ હોય છે, જેના કારણે તેના પાંદડા નો અર્ક પીવાથી કાર્ડિયોમેટાબોલિક સમસ્યાઓનો ખતરો ઓછો થાય છે. શેતુરના પાંદડામાં ખાસ એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે ટ્રાઈગ્લીસરાઈડસ, સીઆરપી અને એલડીએલ લેવલને કરી શકે છે. એટલા માટે હાર્ટ અને કોલેસ્ટ્રોલના દર્દીઓ જો શેતુરના પાંદડાનું સેવન કરે છે, તો તેના માટે ખુબ જ ફાયદાકારક હોય છે.

વજન ઘટાડે: શેતુરના પાંદડાના ઉપયોગથી વજન ઘટાડવામાં મદદ મળે છે. એક સ્ટડીમાં બતાવવામાં આવ્યું છે કે શેતુરના પાંદડાનો અર્ક પીવાથી જાનવરોમાં મોટાપો અને તેનાથી જોડાયેલી બીમારીઓ ઓછી થઇ છે. ખાસ કરીને લીવર માટે શેતુરના પાંદડા વિશેષ ફાયદાકારક હોય છે કારણ કે તે લીવર લીપીડ પેરોક્સીડેશનના લેવલને ઓછું કરી શકે  છે. એટલા માટે જો તમે દરરોજ શેતુરના પાંદડાની ચા પીવો છો તો તેનાથી તમારું વજન અને શરીર ઘટી શકે છે.

મોઢાની ચાંદી: મોઢાની ચામડીમાં રોગમાં લોકો વારંવાર પરેશાન થાય છે, જેનાથી ખાવામાં તકલીફ પડે છે. શેતુરના પાંદડાનો ઉકાળો બનાવીને કોગળા કરવાથી ફાયદો થાય છે. તે સાથે શેતુરના પાંદડા મોઢામાં રાખીને ચાવો. તેનાથી મોઢાની ચાંદી નાબુદ થાય છે.

ગળામાં બળવું: શેતુરના પાંદડાનો ઉકાળો બનાવીને કોગળા કરવાથી ગળામાં બળવાની સમસ્યા ઠીક થાય છે. શેતુરના પાંદડાનો ઉકાળો બનાવીએ કોગળા કરવાથી ગળાન બળતરા, કંઠનું દર્દ, કંઠનો સોજો, ડીપ્થેરીયા અને અવાજ બેસવાની સમસ્યા ઠીક થાય છે.

કંઠમાળ રોગ: કાકડાને કારણે  વ્યક્તિને ખાવા પીવામાં પરેશાની થાય છે. જો તમે ગળાના કાકડા અને કંઠમાળ રોગથી પીડિત છો તો શેતુરના ફળોનું શરબત બનાવીને પીવો. તેનાથી ટોન્સિલ રોગમાં લાભ થાય છે. એટલે કે કંઠમાળ રોગ મટે છે.

પગની એડીઓ: અનેક પુરુષો અને મહિલાઓને પગની એડીઓ ફાટવાની એટલે કે વાઢીયા પડવાની સમસ્યા થાય છે.  જેમાં ઘણા ઉપાયો કરવા છતાં આ બીમારી મટતી નથી. આ બીમારીમાં શેતુરના બીજ વાટીને તેને પગ પર લગાવો. તેનાથી પગના વાઢીયા મટે છે.

ધાધર-ખસ-ખરજવું-ખંજવાળ: શેતુરની છાલનું ચૂર્ણ લીંબુના રસમાં ભેળવી લો. તેને ઘીમાં તળીને ધાધર પર લગાવો અને કપડાથી પટ્ટી બાંધી દો. આવું સતત 15 દિવસ સુધી કરવાથી ધાધર અને તેના લીધે થતી ખંજવાળ વગેરે મટી જશે.

માનસિક રોગ: પિત્ત દોષના કારણે થનારા મેનીયા રોગમાં કે માનસિક રોગમાં શેતુર ખુબ જ ઉપયોગી છે. બ્રાહ્મીના 10 થી 20 મિલી ઉકાળામાં 5 થી 10 મિલી શેતુરના ફળનો રસ ભેળવીને પીવાથી માનસિક રોગમાં લાભ થાય છે.

તરસ: વધારે તરસ લાગવાની સમસ્યામાં શેતુરના ફળોનું સરબત બનાવીને પીવાથી રાહત થાય છે. તેનાથી તરસ લાગવાની પરેશાનીમાં ખુબ જ ફાયદો થાય છે. શારીરિક કમજોરી દુર કરવા માટે સુકા શેતુરના ફળોને વાટીને લોટમાં ભેળવી દો. તેની રોટલી બનાવીને ખાવો. તેનાથી શારીરિક કમજોરી દુર થાય છે અને શરીર સ્વસ્થ બને છે.

ઘણા પુરુષો તેમજ મહિલાઓને શરીરમાં બળતરા કે બળતું હોય તેવી સમસ્યા થાય છે. શરીરની જલન થવા પર શેતુરના ફળોનું સરબત બનાવીને પીવો. તેનાથી જલન નાબુદ થાય છે. ચામડી સંબંધિત અનેક રોગોમાં શેતુરના ઔષધીય ગુણોથી લાભ મળે છે. ચામડીના રોગ થવા સમયે શેતુરના પાંદડાને વાટી લો. તેનો લેપ કરવાથી ચામડી સંબંધિત બીમારીઓમાં લાભ થાય છે. ઝાડા પર નિયંત્રણ મેળવવા માટ શેતુરનું સેવન ખુબ જ ઉપયોગી છે. 5 થી 10 મિલી શેતુરના ફળના રસનું સેવન કરવાથી ઝાડા પર નિયંત્રણ કરી શકાય છે.

શેતુરના ફળના રસમાં સૂરોખાર વાટીને નાભી પર લેપ કરો. તેનાથી મૂત્રરોગ જેવા કે પેશાબ કરતા સમયે જલન થવું, પેશાબ રોકાઈ રોકાઈને આવવું વગેરે મૂત્ર રોગમાં ફાયદો મળે છે. 5 થી 10 મિલી શેતુરના મૂળની છાલનો ઉકાળો પીવો. તેનાથી પેટના કૃમિ નાશ પામે છે. 1 ગ્રામ શેતુરના છાલના ચૂર્ણમાં મધ ભેળવીને ચાટો. તેનાથી પેટના કીડા નીકળી જાય છે.

5 થી 10 મિલી શેતુરના ફળના રસનું સેવન કરો. તેનાથી છાતીમાં બળતરા, બદહજમી, પેટના કૃમિ અને ઝાડાની સમસ્યા વગેરેમાં લાભ થાય છે. શેતુરના ફળોનું સરબત બનાવી લો. આ તેમાં 500 મિગ્રા લીંડી પીપરનું ચૂર્ણ નાખીને પીવો. તેનાથી પાચનતંત્રથી જોડાયેલી સમસ્યા ઠીક થાય છે. કંઠનો સોજામા શેતુરના ઔષધીય ગુણથી ફાયદો મળે છે.  શેતુરના ફળોનું સેવન કરો. તેનાથી કંઠનો સોજાની સમસ્યા ઠીક થાય છે.

જો તમે કબજીયાતની સમસ્યાથી રાહત મેળવવા માટે શેતુરના ઔષધીય ગુણનો ઉપયોગ કરી શકો છે. 5 થી 10 મિલી શેતુરના ફળના રસનું સેવન કરવાથી કબજિયાતમાં ખુબ જ લાભ થાય છે. તે લોહીને સાફ કરે છે, શેતુરના પાંદડાની ચા અથવા તેનો રસ પીવાથી છાતીમાં થનારી બળતરાથી પણ રાહત મળે છે. ડાયાબીટીસના રોગીઓએ તેના કાચા ફળ ચાવીને ખાવા જોઈએ.

આમ, શેતુર ખુબ જ ઉપયોગી છોડ હોવાની સાથે એક ઉત્તમ ઔષધી પણ છે.  જેથી તેનો ઉપયોગ અને સેવન કરવાથી ઉપરોક્ત તમામ સમસ્યાઓને મટાડી શકાય છે. જેના મહત્વના ગુણો વિશેની માહિતી અમે તમારી મદદ અને તમારા રોગના ઈલાજ માટે અહિયાં રજૂ કરી છે. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમારા રોગને નાબુદ કરી શકે અને તમે સ્વસ્થ રહી શકો. આ શેતુર તમને આસાનીથી મળી આવતું સરળતાથી ઉપયોગમાં લઈ શકાતું વૃક્ષ છે.

Gujaratime.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

What's your reaction?

Related Posts

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *