HealthLifestyle

શરીરના કોઈપણ ભાગમાં થતા દુઃખાવા માટે આ ચૂર્ણ જાતે જ ઘરે બનાવો

આપણા રસોડામાં જ પેનકીલર મસાલાઓ હોય છે, કે જેનો ઉપયોગ કરીને વ્યક્તિ પોતાનું દર્દ ઠીક કરી શકે છે. આ દુખાવાની સમસ્યાને ઠીક કરવા માટે ઘરે જ આવું ચૂર્ણ બનાવીને નાના મોટા તેમજ સાંધાના દુખાવામાં તે ખુબ જ ઉપયોગી થાય છે.

જો સાંધામાં દુખાવા રહેતા હોય, સવારે આંગળા વાળવામાં તકલીફ પડતી હોય, જ્યારે કોઈ દાદરો કે સીડીઓ પર ચડીએ કે ઉતરીએ અંગોમાંથી કે ઘુટણમાંથી કટ કટ અવાજ આવે છે,પલાઠી વાળીને બેસવામાં તકલીફ પડે છે, ઉભા થવામાં તકલીફ પડે છે. યુરિક એસિડને લીધે તળિયામાં દુખાવા રહે છે, ગરદનમાં દુખાવા રહે છે. કોઈપણ કારણથી સંધિવાત જેવી સમસ્યાનો પ્રારંભ થયો હોય, તેવા લોકોને નિશ્વિત રૂપથી આ પ્રયોગ ઉપયોગી થશે.

આ ઈલાજ માટે 100 ગ્રામ મેથી દાણા લેવા, 100 ગ્રામ સુંઠ લેવી, 100 ગ્રામ હળદર લેવી, 100 ગ્રામ અશ્વગંધાનું ચૂર્ણ લેવું, 5 ગ્રામ અજમો લેવો, 5 ગ્રામ જીરું લેવું. આ બધી જ વસ્તુ ભેગી કરીને તેનું મિક્સરમાં ચૂર્ણ બનાવી લેવું. આ રીતે પાવડર બનાવી લેવો. આ પાવડર બનાવીને તેને હવા ન લાગે કે ભેજ ન લાગે તેવા ડબ્બામાં ભરી લો.

જે લોકોને ઉપરોક્ત સમસ્યાઓ હોય, તેવા લોકોએ નાસ્તાના 10 થી 15 મિનીટ પહેલા એક ચમચી જેટલો આ પાવડર લેવો. જો ડાયાબીટીસની સમસ્યા ન હોય તો આ પાવડર મધ સાથે ચાંટી જવો અને તેની ઉપર હુંફાળું પાણી પી જવું. આ સિવાય એક ચમચી ચૂર્ણ વાટકીમાં નાખીને તેમાં હુંફાળું પાણી નાખીને નાસ્તાના અને રાત્રી ભોજનના 10 થી 15 મિનીટ પહેલા તેને પી લેવું જોઈએ અને તેમજ ચાંટી લેવું જોઈએ.

આ બધા જ તત્વો એવા છે કે જે મોટી મોટી ઔષધિઓ બને છે, જે કંપનીઓની ઔષધિઓ બને છે, જેમાં આ બધા બેઝીક તત્વો તરીકે આવે છે. માટે આ વસ્તુઓ 100 ટકા શુદ્ધ રીતે લાવશો તો તેનું પરિણામ ખુબ જ અદભૂત સારું અને ઉત્તમ મળશે.

આ સિવાય જો દાંતમાં દુખાવો રહેતો હોય તો એક-બે લવિંગ મોઢામાં મુકીને ચૂસ્યા કરશો તો ફાયદો રહેશે. લવિંગનું તેલ જો દાંત પર રગડવામાં આવે તો અને થોડીવાર પછી તેના કોગળા કરવામાં આવે તો પણ એમાં ફાયદો થાય છે.

જો બાળકને પેટમાં દુખતું હોય તો એક થી બે ચમચી પાણીની અંદર ચારથી પાંચ ચપટી જો હિંગ નાખીને બાળકના પેટ પર ઘસવામાં આવે તો પેટનો દુખાવો મટી જાય છે. મોટાઓને પણ જો પેટનો દુખાવો રહેતો હોય તો કોપરેલ તેલ કે પાણી લઈને તેમાં અડધી ચમચી જેટલી હિંગ નાખીને એ હિંગનો લેપ પેટ ઉપર કરવામાં આવે તો પેટના દુખાવામાં તત્કાળ થોડી રાહતો મળશે અને સારું થઈ જશે.

નિર્ગુણીના પાંદડા છાયડે સુકાવીને, સરગવાના પાન છાયડે સૂકવવા, એકલા નિર્ગુણીના પાન જમ્યા પછી પાણી સાથે લઈ શકાય છે. એકલા સરગવાના પાન જમ્યા પછી હુંફાળા પાણી સાથે લઈ શકાય છે. આ બધા જ પદાર્થની અંદર રહેલા ફાઈબર પેટને સાફ કરે છે. તેની અંદર રહેલા ગુણો છે તે દુખાવામાં મદદ કરે છે.

આ પ્રયોગો દુખાવામાં મદદ કરશે અને દુખાવો નહિ થતો અટકાવીદે છે. નિર્ગુણી એક ઔષધીય છોડ છે અને તેના પાનનો ઉપયોગ દવા તરીકે થાય છે. જે લોકોને દુખાવાની સમસ્યા રહેતો હોય તેવા લોકોએ આ પ્રયોગ કરવો જોઈએ.

આ પ્રયોગો કરવા સાથે જે લોકોને દુખાવાની સમસ્યા રહેતી હોય તેમણે આથા વાળી વસ્તુઓ ન ખાવી જોઈએ, અતિશય ખાટી વસ્તુઓ આ લોકોએ ન ખાવી જોઈએ. આ બધી જ વસ્તુઓનું જો ધ્યાન રાખવામાં આવે તો નિશ્વિત રૂપથી આ દુખાવામાં ફાયદાઓ મળી શકશે.

જો તમને દુખાવો થતો હોય તો બેથી ત્રણ મગના દાણા જેટલો ચૂનો લેવો, આ ચુનામાં થોડો ગોળ નાખવો તેમજ તેમાં એક ચમચી જેટલી હળદર નાખીને તેનો જે લેપ બનાવવામાં આવે છે તે લેપ ઘૂંટણ પર કે જ્યાં સોજા આવ્યા હોય, જ્યાં ખુબ જ દુખાવો થતો હોય તેના પર લગાવવામાં આવશે તો તેના ફાયદાઓ મળશે.

જમ્યા પછી જો પેટમાં દુખાવો રહેતો રહેતો હોય તો 50 ગ્રામ તલ લેવા, 50 ગ્રામ જીરું લેવું. આ બધી જ વસ્તુઓ કાચી જ શેક્યા વગરની લેવી. આ પછી 15 ગ્રામ વરીયાળી લેવી, આ માટે વરીયાળી શેકેલી લેવી, આ પછી 5 ગ્રામ અજમો લેવો. આટલું ભેગું કરીને જમ્યા પછી દોઢ ચમચી જેટલું ચાવી જવામાં આવે તો જમ્યા પછી જે લોકોને પેટ ભારે રહેશે. જે લોકોને ખુબ જ ગેસ થાય છે, જે લોકોને ખુબ કબજીયાત થાય છે. જે લોકોને પેટમાં મરોળ ઉભી થાય છે. આ બધા જ લોકોને આ ઉપાય કરવાથી ફાયદો થાય છે.

જમ્યા પછી જો પેટ દુખતું હોય તો નિશ્વિત રૂપે આ પ્રયોગ કરી શકાય છે. જે લોકોને કબજિયાત રહેતી હોય તે લોકો પણ આ ઉપયોગ કરી શકે છે. જે લોકોને ખુબ ગેસ થતો હોય તે લોકો પણ આનો ઉપયોગ કરી શકે છે.

કોઇપણ વસ્તુ ન મળે તો અડધી ચમચીથી થોડો અજમો લઈને તેમાં થોડું સીંધવ ઉમેરીને જો ફાંકી જવામાં આવે તો પણ પેટના દુખાવામાં રાહત થાય છે. આમાં જો એક ચમચી જીરું રાત્રે પાણીમાં પલાળી દેવામાં આવે તો અને સવારે આ જીરું પાણીમાં ઉકાળીને જમ્યા પછી કે થોડા દિવસ નરણા કોઠે આ પ્રયોગ કરવામાં આવે અને ખુબ જ પેટમાં ગેસ રહેતો હોય તો, પાચન નબળું હોય તો, ભૂખ ન લાગતી હોય તો આનો ઉપયોગ કરી શકાય છે અને આ પાણી અડધો ગ્લાસ બપોરે જમ્યા પછી અને અડધો ગ્લાસ રાત્રે જમ્યા પછી આનો ઉપયોગ કરી શકાય છે. જીરાને સવારમાં પલાળીને પણ ઉપયોગ કરી શકાય છે. જીરું અને અજમો મિક્સ કરીને તેનો ઉપયોગ કરી શકાય છે. આ પ્રયોગના ભરપુર અને અદભૂત પરિણામ મળે છે. આ બધા જ ઘરગથ્થુ ઉપયોગો છે. જો તમે એનો ઉપયોગ કરશો તો નિશ્વિત રૂપથી તતેના ફાયદાઓ થશે.

જો તમને કેલ્શિયમના અભાવથી સાંધા દુખતા હોય તો જમતી વખતે બે-બે ચમચી સફેદ તલ ચાવીને ખાઈ જવા. આ તલમાં ખુબ જ કુદરતી રીતે પુષ્કળ પ્રમાણમાં કેલ્શિયમ આવેલું છે. જે લોકોને કેલ્શિયમની ઉણપ છે. જે લોકોને પરિવારમાં કેલ્શિયમની ઉણપ છે. એ લોકોએ જમતી વખતે તલનું તેલ 1-1 ચમચી ઉપયોગમાં લેવું જેને કાચા પ્રમાણમાં ઉપયોગમાં લેવું જોઈએ.

જે લોકોને આયર્નના અભાવે જો કોઈ તકલીફ ઉભી થઈ હોય તો, જેમના વાળ પણ ખરતા હોય એવા લોકોએ કાળા તલનો ઉપયોગ કરવો જોઈએ. જમતી વખતે બે-બે ચમચી કાળા તલ ચાવીને ખાઈ જવા જોઈએ. આ બધા જ નાના નાના ઘરગથ્થુ અને સફળ પ્રયોગો છે.

આમ, આ ઉપાય કરવાથી ચોક્કસ અને 100 ટકા ફાયદો થાય છે. આ ઉપાય દેશી જડીબુટ્ટીઓ ઉપર આધારિત હોવાથી શરીરમાં કોઇપણ પ્રકારની આડઅસર કર્યા વગર દુખાવાના દર્દને ઠીક કરે છે. આ રીતે અલગ અલગ પ્રકારના દુખાવામાં ઉપરોક્ત રીતે ઈલાજ કરી શકાય છે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.

Gujaratime.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

What's your reaction?

Related Posts

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *