HealthLifestyle

માત્ર 2 જ દિવસમાં વગર દવાએ શરદી, ઉધરસ અને કફનો 100% અસરકારક ઈલાજ

શરદી થાય ત્યારે મોટાભાગના લોકોને કફની તકલીફ હોય છે. જ્યારે કફ જામે ત્યારે છાતી અને ગળું ભારે લાગવા માંડે છે. આ તકલીફથી ઘણા લોકો પરેશાન હોય છે. અત્યારના સમયે આ સ્થિતિમાં જો યોગ્ય સમયે ઈલાજ ન કરવામાં આવે તો ખુબ જ મુશ્કેલી સર્જાય શકે છે. વધારે પડતા કફના પરિણામે ઓક્સીજન લેવલ પણ ઘટી જાય છે. આ સમસ્યાનો ઘરેલું ઉપચારો દ્વારા પણ ઈલાજ કરી શકાય છે.

શરદી, ઉધરસ અને કફની તકલીફ ખાસ કરીને કોઇપણ ઋતુમાં થઈ શકે છે. પરંતુ મુખ્યત્વે આ તકલીફ એપ્રિલથી મે માસમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. જેમાં ઉનાળાના લીધે ફેફસામાં 8 માસ દરમિયાન ભેગો થયેલો કફ ઓગળે છે. જેના લીધે છાતીમાં દુખાવો થાય, શ્વાસ લેવામાં તકલીફ પડે અને ઓક્સીજન પણ ઘટવા લાગે છે.

આ સમસ્યાના ઉપચારમાં આદુ અને મધ ખાવાથી શરદી અને ઉધરસ સાથે સાથે કફની સમસ્યાથી પણ છુટકારો મેળવી શકાય છે. આ માટે જરૂર પ્રમાણે આદું ખાંડી લેવું અને તેમાં બે થી ત્રણ ચમચી મધ ભેળવી દેવું, આ પેસ્ટને બે થી ત્રણ વખત દિવસમાં ખાવાથી થોડા જ દિવસોમાં આ સમસ્યાથી રાહત મેળવી શકાય  છે.

કોગળા કરવાથી પણ ગળામાં રહેલા કફને છૂટો પાડીને દુર કરી શકાય છે. કફના ઈલાજ તરીકે કોગળા ખુબ જ સારો ઉપચાર છે. આ માટે એક ગ્લાસ ગરમ પાણી કરવું અને તેમાં બે થી ત્રણ ચમચી મીઠું ભેળવી દેવું. તેમાં મીઠું ભેળવી દીધા બાદ બરાબર ઓગળી જાય ત્યારે તેનાથી કોગળા કરવા એટલે ગળામાં રહેલો કફ બહાર નીકળી જશે. આ ક્રિયા સવારે અને સાંજે બંને સમયે કરી શકાય છે.

ડુંગળી અને લીંબુ દ્વારા પણ કફનો ઈલાજ કરી શકાય છે. ડુંગળી ગરમ સ્વભાવ ધરાવે છે. જયારે લીંબુ એસીડીક સ્વભાવ ધરાવે છે. જેના લીધે કફને દુર કરવામાં  સરળતા રહે છે. આ માટે સૌપ્રથમ ડુંગળીને સારી રીતે સમારીને કાપી લેવી. આ બાદ તેને સારી રીતે પીસી નાખવી. બાદમાં તેમાં એક ચમચી મદ ભેળવી દેવું. આ પેસ્ટને 15 થી 20 સેકન્ડ સુધીગરમ કરવું અને પછી તેને પી જવું. આ ઉપાયથી કફમાં ખુબ જ રાહત મળે છે અને શરદી અને ઉધરસથી પણ છુટકારો મળે છે.

કાળા મરી પણ કફ અને શરદી, ઉધરસનો સારો ઉપાય છે. સાથોસાથ તે રોગ પ્રતિકારક શક્તિ પણ વધારે છે. ખાવામાં સ્વાદ વધારવા માટે પણ કાળા મરીનો ઉપયોગ થાય છે. કફના ઈલાજ તરીકે કાળા મરીને થોડા દાણા લઈને તેને સારી રીતે વાટી લેવા અને બાદમાં તેમાં એક ચમચી મધ ભેળવી દેવું. આ પેસ્ટને 15 થી 20 સેકન્ડ સુધી ગરમ કરવું અને પછી પી જવાથી કફની સમસ્યા દુર થાય છે.

લીંબુ ચા એ કફનો સારો ઈલાજ છે. લીંબુ ચા માં લીંબુમાં રહેલા એસીડીક સ્વભાવ અને વિટામીન સીના લીધે ખુબ જ ફાયદો કરે છે. તમે લીંબુ ચા માં લીંબુના લીધે સાઇટ્રિક એસીડ કફ બહાર કાઢવામાં મદદ કરે છે. આ માટે કાળી ચા બનાવીને તેમાં એક ચમચી લીંબુનો રસ અને અને એક ચમચી મધ ભેળવીને પીવો. આ ઉપાય કરવાથી ખુબ જ આરામ મળશે.

લીલી હળદર પણ કફ અને શરદી, ઉધરસના ઈલાજ તરીકે ઉપયોગી છે. તે ફેફસાની સફાઈમાં ઉપયોગી છે અને છાતીમાં રહેલા કફને દુર કરે છે. કફ કે શરદી હોય ત્યારે આ સ્મસ્યામાંથી બચવા માટે કાચી હળદરનો ઉપયોગ કરી શકો છો. કાચી હળદરનો રસ મોઢું ખોલીને ગળામાં નાખીને થોડા સમય સુધી ચુપચાપ બેસો. ગળામાં ધીરે ધીરે ગયા બાદ તમને ખુબ જ ફાયદો થવા લાગશે.

આયુર્વેદમાં ગરમ પાણીને ઘણી બીમારીઓનો ઈલાજ બતાવ્યો છે. તેમાં કફ અને શરદી, ઉધરસનો પણ સમાવેશ થાય છે. થોડી થોડી માત્રામાં ગરમ પાણી પીવાથી ગળામાં રાહત મળે છે અને કફ પણ મળ મારફતે બહાર નીકળી જાય છે. આ સિવાય મીઠું ભેળવેલું પાણી પીવાથી દરેક પ્રકારની ઉધરસ દુર કરી શકાય છે.

મધમાં એન્ટીબેક્ટેરીયલ ગુણ હોય છે એટલા માટે તે ખાંસીથી જલ્દી રાહત અપાવે છે.  મધને ચાટવાથી ખાંસીને દુર કરી શકાય છે. રાત્રે સુતા પહેલા એક ચમચી મધ પીવું. આ સિવાય મધના ઉપયોગની  એક રીત એવી પણ છે કે અડધી ચમચી મધમાં થોડી ઈલાયચી અને લીંબુનું જ્યુસ નાખીને દિવસમાં 3 વખત પીવું.

આદુના ટુકડાને મધ સાથે ભેળવીને ચાવવાથી તાત્કાલિક રાહત મળે છે. આદુનો બીજો ઉપાય એ પણ છે કે આદુનું જ્યુસ કાઢીને તેમાં મધના થોડા ટીપા ભેળવીને પીવો. દુધમાં હળદર ભેળવીને પીવું પણ ફાયદાકારક છે. તે ઉધરસના ઈલાજ તરીકે પણ ઉપયોગી છે. હળદરમાં એન્ટી બેક્ટેરીયલ ગુણ હોય છે. સવારે ગરમ દૂધ પીવાથી કફ દુર થાય છે. દુધમાં મધ અને થોડી હળદર પણ ભેળવી શકાય છે.

લસણની કળીઓને કાચી ચાવવાથી ખાંસી દુર થાય છે.  જો કાચી ચાવવામા યોગ્ય ન લાગે તો તેને સીધી આગ પર શેકી નાખો. સ્વાદ માટે તેમાં થોડું મધ પણ ભેળવી શકાય છે. લસણને પાણીમાં  ઉકાળીને ઉકાળો બનાવીને સેવન કરવાથી ખાંસી દુર થાય છે.

કફ વાળી ખાંસી માટે કાળા મરીને દેશી ઘીમાં ભેળવીને ખાવા. કાળા મરીનો પાવડરને ઘી સાથે શેકી નાખવો. આ મિશ્રણને દિવસમાં 3 થી 4 વખત ખાવા. દુધમાં ભેળવીને પી પણ શકાય છે. જેનાથી ખાંસીની સમસ્યાથી રાહત મળશે.

તુલસીનો  ઉકાળો શરદી, ઉધરસ અને કફ  માટે ઉપયોગી છે. તે ખાંસીથી પણ રાહત આપે છે. આ  ઈલાજ કરવા માટે આદુ કાળા મરી અને તુલસીના પાંદડા એક સાથે ઉકાળીને ઉકાળો બનાવવો. આ ઉકાળો પીવાથી શરદી, ઉધરસ તેમજ કફ મટે છે.

વિટામીન સી યુક્ત ખોરાક લેવો. આયુર્વેદિક અને મેડીકલ સાયન્સ પ્રમાણે વિટામીન સી શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. વિટામીન સી યુક્ત ખોરાકથી શરીરમાં ઉર્જા આવે છે તેમજ રોગ પ્રતિકારક વધારે છે તેમજ કફને પણ દુર કરે છે. વિટામીન સી મુખ્યત્વે ખાટા ફળોમાં હોય છે જેના લીધે તે કફને પણ દુર કરે છે.

સંશોધનમાં જાણવા મળ્યું છે કે ઝીંક કફને રોકવા માટે ખુબ જ ફાયદાકારક છે. પરંતુ, તેનો ઉપયોગ કરતા પહેલા તેની આડઅસરો પણ ધ્યાનમાં રાખવી જોઈએ. ઝીંકનની ગોળીઓ લેવાથી મોળો જીવ થાય છે. મોઢામાં ખરાબ સ્વાદ આવે, ઝીંક વાળો નેજલ સ્પ્રે ગંધ મહસૂસ કરવાની ક્ષમતા અસ્થાઈ રૂપથી ઓછી કે બંધ કરી શકે છે.

એક્યુપ્રેશર દ્વારા ઘણી સમસ્યાનો ઈલાજ કરી શકાય છે. શરીરમાં અલગ અલગ અંગોના સ્થાન પર આ રોગને દુર કરવાના કેન્દ્રો આવેલા હોય છે. જો કફના લીધે નાક બંધ થઈ ગયું હોય, સાયનસ પર દબાણ આવતું હોય, જે રોગ પ્રતિકારક શક્તિ પર તણાવ ઉભો કરે છે. એવામાં સાયનસને ખાલી કરવા માટે એક્યુપ્રેસરનો ઉપયોગ કરી શકાય છે.

ઉપવાસ પણ કફને દુર કરવાનો એક સારો એવો  ઉપાય છે. ઘણા લોકો દ્વારા એવું માનવામાં આવે છે કે કફની રોકધામ માટે દીર્ઘકાલીન સ્થિતિઓ માટે ફાસ્ટિંગમાં ઉપચારાત્મક ગુણ હોય છે. જેવા કે રોગપ્રતિકારક શક્તિ વધારવી વગેરે.

વરાળ લેવી એ કફ દુર કરવાનો  ખુબ જ સારામાં સારો અને શ્રેષ્ઠ ઉપાય છે. ગળામાં તેમજ સાયનસમાં જામેલા કફને ઢીલો કરવા માટે ઉકળતા પાણીથી વરાળ લેવી અને ગરમ પાણીથી નહાવું. આ ઉપાય કરવાથી છાતીમાં અને ફેફસામાં જામેલો કફ દુર થઈ જશે તેમજ કફની તમામ સમસ્યા દુર થશે.

કફને ઢીલો કરવા માટે દરરોજ ઓછામાં ઓછુ આઠ ગ્લાસ પાણી પીવું.  પાણી પીવું સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ ઉપયોગી છે. કોઇપણ રોગ સમયે શરીરને હાઈડ્રેટ રાખવું જરૂરી છે. જેનાથી રોગ જલ્દી દુર થાય છે. માટે કફ અને શરદી ઉધરસમાં પણ સતત પાણી પીતા રહેવાથી કફ જલ્દી દુર થાય છે.

જ્યારે કફ વધી જાય ત્યારે  વારંવાર નાકને સાફ કરતા રહો, આવું કરતા રહેવાથી ગળામાં જામેલો કફ ઓછો થાય છે. સાથે નાક પણ સાફ રહે છે જેના લીધે શ્વસન તંત્રમાં કોઈ તકલીફ પડતી નથી તેમજ શ્વસનતંત્ર પણ વ્યવસ્થિત કાર્ય કરે છે.

ગરમ હવા લેવાથી અને ગરમ વાતાવરણમાં રહેવાથી કફમાં ખુબ જ ફાયદો રહે છે. પોતાના ઓરડામાં ગરમ હવાને ગરમ કરવાથી કફને પાતળો કરવામાં મદદ મળે છે. તમે સાંભળ્યું જ હશે કે ગરમ હવા કફને સાફ કરવામાં મદદ કરે છે.

આ સિવાય જરૂરી માત્રામાં તરલ પદાર્થોનું સેવન કરવું, ખાસ કરીને જે ગરમ હોય છે કે કફને વહેવામાં મદદ કરી શકે છે,  પાણી કફને ઢીલો કરીને, તેના જમાવને ઓછો કરવામાં મદદ કરે છે. વેજીટેબલ સૂપ, ચીકન સૂપ વગેરે કફના માટે ખુબ જ ઉપયોગી છે. આ સિવાય અન્ય સારા તરલ પદાર્થો જેવા કે કેફીન વગરની ચા, ફળોનો ગરમ રસ કે ગરમ લીંબુ પાણી વગેરે જેવા પીણા તરીકેના પદાર્થોનું સેવન કરવું.

એવા ખાદ્ય પદાર્થોનું સેવન કરવું જોઈએ કે જે શ્વસન તંત્રમાં વધારો  કરે છે, જેમાં લીંબુ, આદું અને લસણનો સમાવેશ થાય છે. મસાલેદાર ખાદ્ય પદાર્થો જેમાં કેપ્સેસીન હોય છે જેમાં લાલ મરચું, કાળા મરી વગેરેનો સમાવેશ થાય છે. તે અસ્થાયી રૂપથી સાઈનસને સાફ કરવામાં મદદ કરે છે, જેનાથી કફનો જથ્થો ઓછો થાય છે.

આ સીવાય જાંબુ, દાડમ અને જામફળની ચા વગેરેનું સેવન કરી શકાય છે, જેના દ્વારા કફ ઓછો થાય છે. આ કફ ઓછો થતા જ શરીરમાં શ્વસન તંત્ર સાફ થાય છે. નાક, ગળું અને ફેફસામાં ફસાયેલો કફ દુર થાય છે, જેના પરિણામે શરદી, ઉધરસ પણ મટે છે.  ઓક્સીજન લેવામાં પણ પૂરતા પ્રમાણમાં મળી રહે છે.

આમ, આ તમામ રીતે કફને દુર કરીને શરદી અને ઉધરસને દૂર કરી શકાય છે. આ રીતે વિવિધ પ્રકારે ફેફસાને ચોખ્ખા રાખી શકાય છે. જેના લીધે કફના લીધે આવતી વાયરલ બીમારીઓને રોકી શકાય છે. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી  થાય. છાતીમાં રહેલો કફ, શરદી અને ઉધરસ મટે અને તમે સ્વસ્થ રહી શકો.

Gujaratime.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

What's your reaction?

Related Posts

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *