કફની સમસ્યા બધા જ લોકોને થઈ શકે છે, આ કફને લીધે શરદી થતા નાકથી પાણી વહેવા લાગે છે, કફની સમસ્યાને લીધે ઘણી બધી તકલીફો સહન કરવી પડે છે. કફના લીધે વાયરલ ઈન્ફેકશન લાગવાનો ભય રહે છે. સાથે શરીરમાં શ્વાસ લેવામાં તકલીફો પણ કફના લીધે આવે છે. જેના લીધે તેની અસર દર્દીના હ્રદય ઉપર સીધી જ પડે છે.
જો શરીરમાં વધારે કફ વધી જાય તો માણસના મૃત્યુનું જોખમ પણ રહે છે. માટે અમે અહિયાં કફને છાતીમાંથી બહાર કાઢવાના ઉપાયો બતાવીશું. જેના લીધે કફને બહાર કાઢવામાં તમને મદદ મળશે. વધારે કફ શરીરમાં રહેવાથી વાયરલ ઇન્ફેકસન, શરદી, ઉધરસ, સળેખમ, ન્યુમોનિયા, કોરોના જેવા વાયરસો લાગી શકે છે.
કફની તકલીફ ધરાવતા દર્દીને ઠીક કરવા માટે સૌપ્રથમ હળવા તડકામાં ઘુમીને શરીરતી પરસેવો વહાવવો જોઈએ. આ પછી દર્દીને ગરમ પાણીથી સ્નાન કરાવવું જોઈએ. અને આ પછી શરીરને ગરમ કરવું જોઈએ જેમાં ગરમ હવા વાળા ઓરડામાં આરામ કરવો. જેનાથી કફમાં રાહત થાય છે.
કફના રોગથી પીડિત વ્યક્તિને એક-બે દિવસ ઉપવાસ કરવો જોઈએ. ઉપવાસ દરમિયાન માત્ર લીંબુનો રસ પાણીમાં નાખીને, તેમજ સંતરાના રસને પીવો જોઈએ, સાથે પગનું પાણી પીવું જોઈએ. તેમજ સાંજે ગરમ હુંફાળા પાણીથી એનીમા ક્રિયા કરીને પેટને સાફ કરવું જોઈએ. આ પછી દર્દીને 7 દિવસ સુધી માત્ર રસવાળા તાજા ફળોનું સેવન કરાવવું જોઈએ અને વધારે પ્રમાણમાં આરામ કરાવવો જોઈએ.
જે વ્યક્તિ વધારે કમજોર છે તેને બહાર ઘુમવું ન જોઈએ. તેને પથારીમાં સુઈને આરામ કરવો જોઈએ અને અડધા અડધા કલાકના અંતરે એક એક ગ્લાસ ગરમ પાણીમાં લીંબુનો રસ નાખીને કે પચી ગરમ પાણી પીવું જોઈએ. આવું કરવાથી નાક ખુલીને પાણી વહેવા લાગશે અને કફ અને શરદી, ઉધરસનું જોર ઘટી જશે.
આ કફને દવાઓ દ્વારા દબાવવો ન જોઈએ. કારણ કે દબાવવાથી ઘણા પ્રકારના રોગ લાગુ પડે છે. કફની સમસ્યા ઠીક કરવા માટે નાકમાં ગરમ વરાળ લેવી જોઈએ. પાણીમાં સુંઠ, અજમો અની નીલગીરીનું તેલ નાખીને વરાળ લેવી જોઈએ.
આ પ્રયોગ કરાવ્યા બાદ અમુક ઔષધીઓ દ્વારા કફને શરીરમાંથી બહાર કાઢી શકાય છે. અમે આવી જ ઉપયોગી વિશે અહિયાં જણાવીશું કે જે કફને દુર કરવા માટે ખુબ જ ઉપયોગી થશે. આ ઔષધિઓ કફ નાશક ગુણ ધરાવે છે જેના લીધે કફને ખુબ જ સરળતાથી દુર કરી શકાય છે.
સરસવ: સરસવના તેલમાં મીઠું ભેળવીને માલીશ કરવાથી છાતીમાં જામેલો કફના જાળા છુટા પડીને કફ નીકળી જાય છે. દારૂડીના પંચાંગના 500 ગ્રામનો રસ કાઢીને તેને આગ પર ઉકાળવો જોઈએ. જયારે આ રબડી ઘટ્ટ થઈ જાય ત્યારે તેમાં જુનો ગોળ નાખીને 60 ગ્રામ અને રાળ 20 ગ્રામ ભેળવીને, ખરલ કરીને લગભગ 1 ગ્રામના ચોથા ભાગની ગોળીઓ બનાવીને આ ગોળીઓ દિવસમાં ત્રણ વખત પાણી સાથે લેવાથી કફની સમસ્યામાં ખુબ જ ફાયદો થાય છે આ ઈલાજથી કફ બહાર નીકળે છે. સરસવના પાંદડાના રસનો ઘન ક્વાથ બનાવીને તેમાં એન્જોઈક એસીડ સરખા ભાગમાં ભેળવીને ચણા જેવડી ગોળીઓ બનાવીને તેની એક ગોળીનું દિવસમાં ત્રણ વખત સેવન કરવાથી કફ નીકળે છે અને શ્વાસના રોગમાં ફાયદો થાય છે.
હળદર: કફ છાતીમાં જમા થવાથી શ્વાસ રૂંધાય છે અને શ્વાસ ચડી જાય છે. ત્યારે 1 થી 2 વખત કપડાથી ગાળીને ગાયના મૂત્ર સાથે થોડી હળદર ભેળવીને પીવું જોઈએ. જેનાથી કફ બહાર નીકળે છે. જો કફમાં રેસા નીકળે છે તો હળદર ગરમ દૂધ સાથે લેવી. કફના કારણે છાતીમાં ગભરાહટ થાય છે અને ગરમ પાણી સાથે મીઠું ઘોળીને પીવું જોઈએ.
ભાંગરો: જયારે યકૃત અને બરોળમાં તકલીફ હોય, ભૂખ ન લાગી રહી હોય, લીવર બરાબર કાર્ય ન કરતું હોય અને સાથે કફ અને ખાંસીની સમસ્યા હોય અને તાવ પણ હોય તો ભાંગરાના 4 થી 6 મિલીલીટર રસ 300 મિલીલીટર દુધમાં ભેળવીને સવારે અને સાંજે સેવન કરવાથી લાભ થાય છે. ટાઈફોડની સમસ્યાથી પીડિત દર્દીનેના 2-2 ચમચીની માત્રામાં 2 થી 3 વખત સેવન કરવા માટે આપવાથી આ સમસ્યાઓ મટે છે. જો નવજાત બાળકને કફ હોય તો 2 ટીપા ભાંગરાનો રસમાં 8 ટીપા મધ ભેળવીને આંગળી દ્વારા ચટાડવાથી કફ નીકળી જાય છે.
બહેડા: બહેડાની છાલનો ટુકડો મોઢામાં રાખવાથી અને સુચવાથી ઉધરસ મટે છે અને કફ આસાનીથી નીકળી જાય છે. આ સમસ્યામાં ખાંસીના પરિણામે ગળામાં ખંજવાળ આવતી હોય અને શરીરમાં કંપારી આવતી હોય તો કંપારી મટે છે.
આમળા: સુકા આમળા અને જેઠીમધને અલગ અલગ બારીક ચૂર્ણ બનાવી લેવું અને તેના ભેળવીને રાખી લેવી. આમાંથી એક ચમચી ચૂર્ણ દિવસમાં બે વખત ખાલી પેટ સવારે અને સાંજે અઠવાડિયામાં બે વખત લેવાથી છાતીમાં જમા થયેલો બધો જ કફ નીકળી જાય છે.
લવિંગ: લગભગ ૩ ગ્રામ લવિંગને 100 મીલીલીટર પાણીમાં ઉકાળો. જયારે આ બધું જ ઉકળતા જયારે એમાંથી ચોથા ભાગનું પાણી વધે ત્યારે હુંફાળું ગરમ આ પાણી પી લેવાથી કફ નીકળે છે. લવિંગના તેલના 3 થી 4 ટીપા પતાશામાં નાખીને સવારે અને સાંજે લેવાથી કફની સમસ્યામાં ખુબ જ લાભ થાય છે. પતાશામાં લવિંગ લેવાથી ખાવામાં સરળ રહે છે અને ગરમ પડતું નથી.
દ્રાક્ષ: દ્રાક્ષ ખાવાથી ફેફસાને શક્તિ મળે છે અને ખાંસી દુર થાય છે. આ ઉપાયથી કફ નીકળે છે. દ્રાક્ષ ખાધા બાદ પાણી ન પીવું જોઈએ. લગભગ 8 થી 10 સુકી દ્રાક્ષ, 25 ગ્રામ મિશ્રી તથા 2 ગ્રામ કાથાને વાટીને મોઢામાં રાખવાથી દુષિત કફ નીકળી જાય છે.
તુલસી: કફ તથા પર 50 મિલીલીટર તુલસીના પાંદડાના રસમાં 5 ચમચી ખાંડ ભેળવીને સરબત બનાવી લેવું. તેની એક નાની ચમચી દરરોજ પીવું જોઈએ. તેનાથી કફ નીકળી જશે. તુલસીના રસમાં કફને પાતળો કરીને કાઢવાનો ગુણ છે.
રાઈ: ખાંસીમાં કફ ઘટ્ટ થઈ ગયો હોય તો ખાંસીથી નીકળી ગયો હોય તો રાઈ લગભગ 1 ગ્રામની ચોથા ભાગમાં, સિંધવ મીઠુ 1 ગ્રામના ચોથા ભાગનું અને મિશ્રી ભેળવીને સવારે અને સાંજે લેવાથી કફ પાતળો થઈને સરળતાથી નીકળી જાય છે.
જેઠીમધ: ખાંસી થયા વખતે કફ સુકો હોય અને વારંવાર ખાંસી આવી રહી હોય તો અને ગળામાંથી કફ નીકળી ન રહ્યો હોય તો દર્દીને ઉધરસ હેરાન કરી મુકે છે. આ સમસ્યામાં લગભગ 2 કપ પાણીમાં 5 ગ્રામ જેઠીમધ ચૂર્ણ નાખીને જ્યાં સુધી આમાંથી અડધું પાણી બળી જાય ત્યાં સુધી ઉકાળો. આ પાણીને અડધુ સવારે અને અડધું સાંજે સુતા પહેલા પી લેવાથી કફ નીકળે છે. 2 ગ્રામ જેઠીમધ પાવડર, 2 ગ્રામ આમળા પાવડર, 2 ચમચી મધ ભેળવીને સવારે અને સાંજે ખાવાથી કફ નીકળે છે.
કાળા મરી: 30 કાળામરીને વાટીને 2 કપ પાણીમાં ઉકાળી લો. જયારે તેમાંથી ચોથા ભાગનું બચે ત્યાર ગાળીને 1 ચમચી મધ ભેળવીને પીવાથી 1 ચમચી મધ ભેળવીને સવારે અને સાંજે પીવાથી, ખાંસી, કફ, ગળામાં જામેલો કફ વગેરે કફ નીકળી જાય છે. લીમડાના 30 પાંદડા, 5 કાળા મરી વાટીને પિવરાવો. તેનાથી ખાંસી, કફ, ગળામાંથી કફ નીકળી જાય છે. વાટેલી હળદર, અજમા અને સુંઠ વગેરેને ભેળવીને સેવન કરવું જોઈએ.
મધ: ચાટી પર મધની માલીશ લ્રીને ગરમ પાણીથી ધોઈ લેવાથી કફ નીકળે છે. રાત્રીસુતા સમયે મધ અને અજમાના તેલની માલીશ કરવાથી છાતીમાં જામેલો કફ નીકળી જાય છે. વાટેલી હળદર , અજમા અને સુંઠને ભેળવીને એક ચપટી લઈને મધમાં ભેળવી સેવન કરવું જોઈએ.
મેથી: મેથીદાણા 10 ગ્રામ, કાળા મટી 15 ગ્રામ, સાકર 50 ગ્રામ, બદામ ગર્ભ 100 ગ્રામ. આ બધાને વાટીને ભેળવી દો દરરોજ ગરમ દુધથી રાત્રે સુતા સમયે એક ચમચી ફાકી લેવાથી કફની તમામ સમસ્યાઓ મટે છે. મેથીદાણા 3 ચમચીને 2 કપ પાણીમાં નાખીને બપોરે પલાળી દેવા. રાત્રે તેને પાણીમાં ઉકાળીને એક કપ પાણી રહે ગાળીને તમને ભાવતા સ્વાદ અનુસાર મધ ભેલીવને સુતા મ્સ્યે નિયમિત સેવન કરવાથી કફની બીમારીઓ દુર થઈને કફ નીકળી જાય છે. સાથે કફ સાથે જોડાયેલા રોગો અને અન્ય રોગો પણ દુર થાય છે.
અગાથીયો: આ એક ખુબ જ ઉપયોગી કફનાશક ઔષધિય છોડ છે. લાલ અગથીયાના મૂળ અઠવ છાલનો રસ કાઢીને શક્તિ અનુસાર 10 થી 20 મિલીલીટરની માત્રામાં સેવન કરવાથી ઘણા કફ જીણો જીણો થઈને શરીરમાંથી બહાર નીકળી જાય છે. આ ઔષધીનો રસ બાળકોને આપવો હોય તો આ છોડના પાંદડામાંથી રસ કાઢીને પાંચ ટીપા મધ સાથે પીવરાવવા. જો વધાર અસર હોય તો ખડી સાકર સાથે ઘોળીને પીવરાવવો. આ ઈલાજથી ફેફસા અને છાતીમાંથી કફ ઓગળીને બહાર નીકળી જાશે.
ડુંગળી: નાના બાળકોને કફના રોગોમાં ડુંગળીના લગભગ 1 ગ્રામના ચોથા ભાગના રસમાં 10 ગ્રામ સાકર ભેળવીને બાળકને પીવરાવવાથી કફની સમસ્યા ઠીક થાય છે. નાના બાળકોની માતાઓને 1 થી 2 ડુંગળી પીસીને પાણીમાં ઉકાળીને આપવાથી કફના રોગમાં લાભ થાય છે. આનાથી કફ પાતળો થઈને બહાર નીકળી જાય છે.
ખજુર: નિયમિત થોડાક ખજુર ભોજન કર્યા બાદ 4 થી 5 ઘૂંટડા ગરમ પાણી સાથે ખાવાથી કફ પાતળો થઈને ખાંસી, ઉધ્રસા સાથે કે ખોખારો ખાઈને નીકળી જશે. આ ઈલાજથી ફેફસાં સાફ થઈ જાય છે અને લોહી શુદ્ધ થાય છે તેમજ છાતીમાંથી કફ પણ કાઢી નાખે છે.
ગરમાળાના ગર્ભમાં ગોળ ભેળવીને સોપારી જેવડા લાડુ બનાવીને ગરમ પાણી સાથે ખાવાથી ફેફસામાંથી કફ નીકળી જાય છે. ગરમ ચામાં અરડુંસોનો રસ, સાકર, મધ બંનેને ભેળવીને અને તેમાં બે ચમચી સંચળ નાખીને સેવન કરવાથી ફેફસામાં જામેલો કફ નીકળે છે.
હરડેને ગાયના મૂત્રમાં પકાવીને, ખાંડીને ખાવાથી કફથી થનારા રોગો ઠીક થઈ જાય છે. દેવદાર અને ચિત્રકના મૂળ પાણીમાં વાટીને લેપ કરવાથી કફ નીકળી જાય છે. બીટ કફને કાઢીને શ્વાસનળીને સાફ રાખે છે. કફ થવા પર ચોથા ભાગનો કફ ફુદીનાનો રસ એટલી જ માત્રામાં ગરમ પાણીમાં ભેળવીન દિવસમાં ત્રણ વખત પીવાથી લાભ થાય છે.
કફને વધારે પ્રમાણમાં હોવાથી કેળા અને શેતુર ખાવાથી ફાયદો થાય છે. આદુને છીલીને વટાણા જેવડા ટુકડાઓ કરીને મોઢામાં રાખવાથી અને આ ટુકડા સુચવાથી કફ છાતીમાંથી બહાર ખુબ જ સરળતાથી નીકળે છે.
બાળકની છાતીમાં વધારે કફ જામી ગયો હોય તો અને નીકળવાની કોઈ આશા ન હોય ત્યારે રુદ્રાક્ષને ઘસીને મધમાં ભેળવીને 5-5 મિનીટ બાદ ચટાડવાથી ઉલ્ટી દ્વારા કફ બહાર નીકળી જાય છે. બાળકની છાતી પર ગાયનું ઘી ધીરે ધીરે ઘસવાથી કફ ધીરે ધીરે નીકળી જાય છે.
જામફળ એટલે કે જમરૂખને આગમાં શેકીને ખાવાથી છાતીમાંથી કફને કાઢવાનો ઈલાજ થાય છે. બ્રાહ્મીનો બાળકોને કફમાં છાતી ઉપર થોડોક લેપ કરવાથી ફેફસામાંથી કફને કાઢવાનો ઈલાજ થાય છે. લસણ ને ખાવાથી શ્વાસ નળીઓમાં એકઠા થયેલો કફ આરામથી બહાર નીકળી જાય છે.
ઈલાયચીના દાણા, સંચળ અને ઘીને એકત્રિત કરીને ચાટવાથી ફેફસામાંથી કાઢવાનો ઉપચાર થાય છે. અરીઠાનું પાણી પીવાથી અને તેને પેટ પર ઘસવાથી કફ સરળતાથી શરીરમાંથી બહાર નીકળે છે. વડની કોમળ ડાળીઓને ઠંડા પાણી કે બરફ સાથે લગભગ 10 થી 20 ગ્રામની માત્રામાં સેવન કરવાથી ફેફસા અને છાતીમાં જામેલા કફનો ઉપચાર થાય છે.
આમ, આ ઉપચારો કફની તકલીફ હોય તો ખુબ જ ઉપયોગી છે, આ ઉપચાર શરીરમાં છાતીના ફેફસામા જામેલા કફને કાઢવામાં ઉપયોગી થાય છે. આ ઉપચાર ઘણી બધી ઔષધીઓ દ્વારા થાય છે માટે તેની કોઈ આડ અસર થતી નથી. અમે આશા રાખીએ કે કફની સમસ્યાને દુર કરવા માટે આ ઉપચારો તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમે કફ, શરદી, ઉધરસ અને તેની સાથે જોવા મળતી તાવ તેમજ માથાના દુખાવાની સમસ્યામાં પપન રાહત મેળવી શકો.
આ આયુર્વેદિક ઉપચાર અને માહિતી સારી લાગી હોય તો નીચે આપેલા બ્લુ કલરના લાઈક બટન પર ક્લિક કરો જેથી તમને માહિતી ઝડપથી મળતી રહે.