મિત્રો આગામી અમુક દિવસો બાદ આવી રહ્યો છે ગણપતિ બાપાનો ઉત્સવ ગણેશ ચતુર્થીનો ઉત્સવ ભાદરવા સુદ ચોથના દિવસથી આ તહેવાર શરુ થઇ રહ્યો છે આ તહેવાર 10 દિવસ સુધી લોકો મનાવતા હોય છે આ વર્ષે પણ ગણેશચતુર્થીનું મહાપર્વ 31 ઓગસ્ટના રોગ શરુ થઇ રહ્યું છે જો તમે પણ ઘરે ગણપતિ બાપાની પૂજા કરવા માંગતા હોવ તો તેના અમુક નિયમો અંગે પણ તમને જાણ હોવી જરૂરી છે.

આગામી આવતી 31 ઓગસ્ટના રોજ ગણેશ ચતુર્થીનો તહેવાર આવી રહ્યો છે: મિત્રો તમને ખબર છે કે હિંદુ ધર્મની માન્યતા મુજબ સૌથી પહેલા ભગવાન ગણેશજીની પૂજા કરવામાં આવે છે ભગવાન ગણેશજી તેમના ભક્તોની બધી જ મનોકામના પૂર્ણ કરતા હોય છે ગણેશજીનું આ મહાપર્વ ખુબજ ધામધૂમથી મનાવવામાં આવે છે. તમે જાણો છો કે ગણેશ ચતુર્થીને હવે બસ ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ગણેશ ચતુર્થીનો તહેવાર મહારાષ્ટ, કર્ણાટક, ગુજરાત અને ઉત્તરપ્રદેશમાં લોકો ખુબજ ધામધૂમથી ઉજવે છે.
આ ગણેશ ચતુર્થીનો તહેવાર 10 દિવસ સુધી ચાલતો હોય છે, આ વર્ષે ગણેશ ચતુર્થીનું પર્વ આગામી 31 ઓગસ્ટના રોજ શરુ થઇ રહ્યું હોય છે અને છેક 9 સપ્ટેમ્બર સુધી ચાલશે આ સમય દરમિયાન તમારે ખાસ જાણવું જોઈએ કે ભગવાન ગણેશજીની મૂર્તિ ઘરે કેવી મૂર્તિ લાવવી જોઈએ અને તેનું પૂજન કેવી રીતે કરવું જોઈએ.
ગણપતિ બાપાની કેવી મૂર્તિ પસંદ કરવી જોઈએ: આગામી દિવસોમાં આવી રહેલા ગણેશ ચતુર્થીના પાવન પર્વ નિમિત્તે જો તમે ઘરે ગણપતિ બાપાની મૂર્તિ લાવવા ઈચ્છતા હોવ તો તમારે ડાબી સુંઢવાળી જ ગણપતિ બાપાની મૂર્તિ લાવવી જોઈએ કારણ કે જે ગણપતિની સુંઢ ડાબી બાજુ હોય છે તે ગણપતિને વામમુખી ગણપતિ કહેવામાં આવે છે, તથા જમણી સુંઢ વાળા ગણપતિને સિદ્ધિ વિનાયક કહેવામાં આવે છે.
વામમુખી ગણપતિ એટલે કે ડાબીસુંઢ વાળા ગણપતિની પૂજા કરવી સરળ છે પરંતુ જમણી સુંઢ વાળા ગણપતિ એટલે કે સિદ્ધિ વિનાયક ગણપતિની પૂજા કરવી એમાં થોડા નિયમોનું તમારે પાલન કરવાનું રહેશે. તમારે ભગવાન સિદ્ધિ વિનાયક ગણપતિની પૂજા કરતી વખતે થોડા તેના ખાસ નિયમોનું પાલન કરવું જરૂરી છે અને તે મંદિર અથવા તો કોઈ ધાર્મિક સ્થળ ઉપર જ તેનું પૂજન વિધિ કરી શકાય છે.
ગણેશજીની પૂજા કરતી વખતે કઈ કઈ મુખ્ય બાબતોનું ધ્યાન રાખવું જોઈએ: તમે જયારે ભગવાન ગણેશજીની મૂર્તિની પૂજા કરવા માટે ઘરે લાવો છો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું કે આ મૂર્તિ પ્લાસ્ટર ઓફ પેરીસની એટલે કે POPની તો બનેલી નથી ને તે તમે હંમેશા તમારા ઘરે ઈકોફ્રેન્ડલી જ મૂર્તિ લાવો જેને શુભ માનવામાં આવે છે કારણ કે ઈકોફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવું સહેલુ છે.
તમે જયારે પણ ભગવાન ગણેશજીની મૂર્તિ ખરીદવા માટે જાઓ ત્યારે તમારે ધ્યાન રાખવું જરૂરી છે કે જે મૂર્તિ ગણેશજીની બેઠેલી સ્થિતિમાં હોય તેવી સ્થિતિમાં ખરીદવી જોઈએ. જેને શુભ માનવામાં આવે છે આ ઉપરાંત પણ ભગવાન ગણેશજીની સફેદ અને સિંદુર રંગની પ્રતિમાને શુભ પ્રતિક માનવામાં આવે છે.
આમ, અમે તમને આગામી દિવસોમાં આવી રહેલા ભગવાન ગણપતિજીની આ ઉત્સવમાં તમે કેવી મૂર્તિ ખરીદી શકો છો તેના વિશે તમને જરૂરી એવી માહિતી આપી.