HealthLifestyle

દવા લીધા વગર ગળા અને છાતીમાં જામેલા કફનો100% અસરકારક ઈલાજ

જયારે મૌસમમાં ફેરબદલ થાય ત્યારે શરદી અને ઉધરસ ખુબ જ વધી જાય છે. આપણા દેશની આબોહવાને લીધે આવી ઋતુની ફેરબદલ થયા કરે છે. જેના લીધે વાયરલ ઈન્ફેકશનનું પ્રમાણ વધ્યા કરે છે, જેના લીધે આપણે શરદી અને ઉધરસ તેમજ કફની તકલીફ થાય છે. આ તકલીફોને ઠીક કરવા માટે ઘરેલું ઉપચારો કરી શકાય છે.

ખાસ કરીને દર વર્ષે ઉનાળાની શરુઆતમાં કફનો પ્રકોપ વધારે હોય છે, જેના લીધે આ સમયે થોડી વધારે તકલીફો રહે છે. આ સમયે લોકો ખુબ જ વધારે પ્રમાણમાં બીમાર પડતા હોય છે. આ સમયે ખુબ જ કાળજી રાખવી પડે છે. જેનો ઈલાજ આપણા ઘરમાં મળી રહેતા ઔષધો દ્વારા જ ઉપાય કરી શકા છે.

આ લેખમાં અમે શરદી, ઉધરસ અને કફને દૂર કરવાના ખુબ જ ઉપયોગી ઉપચારો બતાવીશું કે જે જલ્દી જ તમને ફાયદો કરશે. આ ઉપાય બાળકો, વડીલો, વયસ્ક બધા ઉપયોગ કરી શકે તેવા આ ઉપાય છે.

આ ઈલાજ માટે લવિંગ અને કાળા મરીને પહેલાથી જ બનાવીને રાખો. જયારે તમારે આ નુસખો કરવો હોય ત્યારે બીજી વસ્તુઓ ઉમેરી દેવી. આ ઉપાય થોડી મહેનત અને મુશ્કેલ છે પરંતુ તમને સ્વસ્થ રાખવા માટે ખુબ જ ઉપયોગી થશે. તમારા ગળાને ઠીક રાખશે, ખાંસીને ઠીક રાખશે, કફને પણ ઠીક રાખશે.

આ માટે દવા બનાવવા માટે રસોડાના થોડા મસાલાની જરૂર પડે છે. આ માટે આદું, સિંધવ મીઠું, થોડોક હળદર પાવડર અને મધ લેવું. તેમજ સાથે લવિંગ અને કાળા મરી લેવા. તમે લવિંગની જગ્યાએ તજ પણ લઈ શકો છો.

આ માટે ઓછામાં ઓછા 20 દાણા  જેટલા કાળા મરી લેવા. આ કાળા મરી આપણા રસોડામાં હંમેશા હોય છે. કાળા મરી ગળા માટે રામબાણ ઔષધી છે. આ માટે તેને તળવાના કોઈને વાસણમાં રાખી દેવા. આ પછી જેટલા કાળા મરી હોય તેનાથી અડધા લવિંગ લેવા. આ માટે લવિંગ ઉપર ફૂલ હોય તેવા લેવા, ફૂલ વગરના લવિંગ ન લેવા. આ લવિંગના બદલામાં એક મોટો ટુકડો તજનો પણ તમે લઈ શકો છો. આ બંને વસ્તુઓ ખુબ જ મદદ કરે છે અને ખુબ જ ફાયદેમંદ છે.

આ લવિંગને લઈને કાળા મરી નાખેલા વાસણમાં ભેળવી દેવા. ધીમી આંચ પર તેલ વગર કે ઘી વગર તેને શેકવા. આ ઉપાય સવારે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ખુબ જ ઉપયોગી છે. આ કાળા મરી અને લવિંગને શેકવાથી તેનો કલર પણ બદલાઈ જશે.

આ પછી જે વાસણમાં શેક્યું હશે તે વાસણ ગરમ હશે. તેમાં આદુનો ટુકડો રાખી દો. ગેસ કે તાપ કર્યા વગર આ વાસણની ગરમીથી તેને શેકાવા દો.

આ પછી શેકાયેલા લવિંગ અને કાળા મરીને ખારણીમાં નાખીને શેકી લો. જો વધારે પ્રમાણમાં આ નુસખો તમે બનાવી રહ્યા હો તો મિક્સરમાં નાખીને પણ પીસી શકો છો. આ બધી જ વસ્તુઓ આપણા ઘરમાં જ મળી રહે છે.

આ સિવાય આ રેમેડી બનાવવા માટે સિંધવ મીઠું, હળદર, મધ, વગેરે વસ્તુઓની જરૂર પડે છે. આ બધી જ વસ્તુઓમાં સિંધવ મીઠું વ્રતમાં ઉપયોગ કરીએ છીએ. હળદર બધાના ઘરમાં જ હોય છે, જેનો દરરોજ આપણા ભોજન બનાવવામાં ઉપયોગ થાય. જયારે મધનો વેપાર કરતા લોકો પાસેથી લઈ શકાય છે. બની શકે તો મધ દેશી હોવું હોવું જોઈએ.

આ બધી જ વસ્તુઓને લીધા બાદ ગરમ કરવા મુકેલા આદુને છીલી નાખવું. જેને ખાંડીને પણ છુંદો કરી શકાય છે. આ છુંદાને કોઈ વાસણ ઉપર રૂમાલ કે કાપડનો ટુકડો મુકીને તેમાં મૂકી કપડાના ટુકડાને વળ ચડાવીને તેમાંથી રસ કાઢી લેવો.

આ દવા બનાવમાં મોટા લોકો માટે બનાવવું હોય તો એક ચમચી જેટલું કાળા મરી ખાંડેલા હોય તેનું મિશ્રણ લેવું. જયારે બાળક માટે આ દવા બનાવતા હોઈએ ત્યારે તેમાંથી ચોથા ભાગની ચમચી લેવું. આ પછી મધમાં આદુનો રસ મિક્સ કરી દેવો. એમાં એક ચપટી મધ નાખવું. એક ચપટી હળદર નાખવી. હળદર એન્ટીબાયોટીક છે. જયારે સિંધવ મીઠું આપણા ગળાને ખુબ જ સારા પ્રમાણમાં આરામ આપે છે. આ બધી જ વસ્તુઓ આપણા ગળા માટે ખુબ જ ઉપયોગી છે. આ મધના મિશ્રણમાં મરી વાળું ચૂર્ણ એક ચમચી નાખી દેવું.

આ બધી જ વસ્તુઓને મિક્સ કરીને ખાલી પેટ સવારે સવારે લેવી. આ મિશ્રણને ચા પીધા પહેલા સવારમાં અડધા કલાકે લેવું. આ મિશ્રણને રાત્રે સૂતા સમયે પણ લઈ શકો છો. રાત્રે આ મિશ્રણ લીધા બાદ કંઈપણ ન લેવું.

આ બનાવેલા મિશ્રણને મોટા વ્યક્તિને આપી શકો છો. જો આ દવા બાળકોને આપવી હોય તો તેમાંથી ચોથો ભાગ આપી શકાય છે. આ મિશ્રણ 1 વર્ષથી વધારે ઉમરના બધા જ બાળકોને આપી શકાય છે. 1 વર્ષથી નાની ઉમરના લોકોને વેધ, નિષ્ણાત કે ડોક્ટરની સલાહ લઈને જ આપવું. આ ઉપાય ખુબ જ ઘરેલું અને કારગર ઉપાય છે.

આ સિવાય શરદી અને ઉધરસના ઈલાજ માટે બે કપ પાણી લઈને તેમાં એક ચમચી જીરું નાખવું અને તેને આ પાણીમાંથી દોઢ ગ્લાસ પાણી થઇ જાય ત્યાં સુધી ઉકાળવું. દોઢ પાણી થઈ જાય પછી જીરાને ગાળી લેવું અને તેનું પાણી અલગ કરી લેવું. આ ગાળેલું જીરાનું પાણી ગુલાબી લાલ કલરનું  જોવા મળશે.

આ પછી 7 થી 8 તુલસીના પાંદડા લઈને આ અજમાના પાણીમાં નાખીને ઉકાળવું. આ પાણીમાં આદુનો છૂંદો કરીને આ પાણીમાં નાખી દેવો. આ પાણીના ઉકાળામાં એક ચમચી આદુંનો છૂંદો નાખી દેવો. આ પાણીને ધીમી આંચ પર ધીમે ધીમે ગરમ કરી લેવું. આ દોઢ ગ્લાસ પાનીમાથી ગેસ ગ્લાસ પાણી થઇ જાય ત્યારે તેને નીચે ઉતારીને ગાળી લેવું. આ ઉકાળાને થોડો હુફાળો રહે ત્યારે તેને પી લેવો. આ ઉકાળાને દિવસમાં માત્ર એક વખત પી શકાય છે. આ ઉકાળાને પીધા પહેલા કે પછી એક કલાક સુધી કંઈપણ ન ખાવું પીવું જોઈએ.

આમ, આ બંને ઉપાયો શરદી અને ઉધરસમાં ખુબ જ ઉપયોગી છે. આ ઉપાયો ખુબ જ કારગર રીતે શરદી અને ઉધરસને મટાડે છે. આ બધી જ ઔષધિઓ આપણા આયુર્વેદમાં શરદી અને ઉધરસને મટાડવા માટે ખુબ જ ઉપયોગી થાય છે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.

મિત્રો માહિતી સારી લાગી હોય તો નીચે આપેલા SHARE બટન ઉપર ક્લિક કરી બીજા સાથે શેર કરવા વિનંતી

Gujaratime.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

What's your reaction?

Related Posts

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *