આપણે દરરોજ ભોજનમાં નાખીને કોથમીરનો ઉપયોગ કરતા હોઈએ છીએ. જે શરીરમાં પાચનથી લઈને હ્રદય તેમજ આંખો, લીવર અને લોહીં માટે ઉપયોગી છે. પરંતુ આ કોથમીર પાકી જાય અને તેના જે બીજ હોય છે. જે પણ ખુબ ઉપયોગો ધરાવે છે.
જેનો મસાલાઓમાં પણ ઉપયોગ થાય છે, તેમજ તેનો ભગત, જેવી પડીકીમાં પણ સાફ કરેલા ધાણા ખાવામાં ઉપયોગી થાય છે. આ આખા ધાણા એક ગુણકારી ઔષધ છે. જે અનેક રોગોથી બચાવે છે તેમજ ગંભીર રોગોમાં રામબાણ ઔષધનું કાર્ય કરે છે.
ધાણા શરીરને માટે ખુબ જ ઉપયોગી છે. આખા ધાણાને ધાણાજીરુંમાં ઉપયોગ કરવામાં આવે છે. જે પાચન માટે ઉપયોગી છે. જયારે આખા ધાણા પણ સ્વાસ્થ્ય માટે ઘણા જ ફાયદાકારક છે. સુકા ધાણામાં પોટેશિયમ, કેલ્શિયમ, વિટામીન સી અને મેગ્નેશિયમ જેવા તત્વો ભરપૂર માત્રામાં હોય છે. જે અનેક બીમારી સામે રક્ષણ આપે છે.
આ સુકા આખા ધાણાનું પાણી કરીને પીવાથી પણ સ્વાસ્થ્ય માટે ફાયદો કરે છે. જેમાં રહેલા તત્વોને લીધે તે લીવર અને હાર્ટ માટે હેલ્ધી છે તેમજ ટાઈફોડ જેવા તાવને પણ મટાડે છે. જે એક રોગ પ્રતિકારક શક્તિ ધરાવે છે. જેથી તે અનેક નાના મોટા રોગો સામે રક્ષણ આપે છે. આ ધાણા એન્ટી -ઓક્સીડેન્ટ ગુણ ધરાવતા હોય છે.
આખા ધાણાનાં ઉપયોગો જોવામાં આવે તો તે આયર્ન ધરાવે છે, એટલે કે તે શરીરમાં લોહીના નિર્માણમાં ઉપયોગી છે. તેમાં વિટામીન સી અને ફોલિક એસીડ ધરાવે છે. જેથી લોહી વધારવામાં ઉપયોગી છે.
લીવરની સફાઈની સફાઈ માટે ઉપયોગી છે. જે લીવરને હેલ્ધી રાખે છે. લીવરને સાફ કરે છે. જે હ્ર્દયને સ્વસ્થ રાખવામાં પણ ઉપયોગી છે. કોલેસ્ટ્રોલને ઘટાડે છે. લોહીમાં રહેલા સુગરના પ્રમાણને ઘટાડે છે જેના લીધે ડાયાબીટીસ નાં દર્દીઓ માટે પણ ફાયદો કરે છે.
આખા ધાણામાં વિટામીન હોય છે, જે ચામડીના સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે. જેનો નિયમિત ઉપયોગ કરવાથ ચામડીની સુંદરતા અને ચહેરાની ચમક વધારે છે. આ ધાણામાં ડોડેનલની નામનું તત્વ હોય છે, જે ટાઈફોડ ના બેક્ટેરિયાનો નાશ કરે છે.
આમ, આખા ધાણા શરીરના સ્વાસ્થ્ય માટે ખુબ જ ઉપયોગીં છે. જેનો સવારે ખાલી પેટ ઉપયોગ કરવાથી ખુબ જ ફાયદો થાય છે. આ પાણી બનાવવા માટે આ ધાણાને 2 કપ પાણીમાં પલાળી દેવા. આ પછી તેમાંથી સવારે આ પાણીને ઉકાળી લેવું. જયારે પાણી ઉકાળતા તેમાંથી અડધુ પાણી વધે ત્યારે તેનું સેવન કરવું. આ સેવન કર્યા પછી થોડા સમય સુધી બીજી કોઈ વસ્તુનું સેવન ન કરવું. આમ તે શરીરમાં ખુબ જ લાભ આપે છે. અમે આશા રાખીએ કે માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય. જેથી તમે શરીરમાં આવનારા રોગોથી બચી શકો.