હાલમાં સમયે આપણા માટે મુખ્ય ઓળખ કાર્ડ હોય તો તે આધાર કાર્ડ છે. આ જેથી બધા જ લોકો આજે આધારકાર્ડ કોઈ પણ સરકારી પુરાવા તરીકે રાખતા હોય છે. આધારકાર્ડ દેશના નાગરીકો માટે ખુબ મહત્વનો દસ્તાવેજ છે.
આજના સમયે આ આધાર કાર્ડ ફેસ વેરીફીકેશન અને આંગળાઓના વેરીફીકેશનથી આ આધાર કાર્ડ કાઢે છે જે સરકાર આધાર કાર્ડ ઓથોરીટી દ્વારા પોસ્ટ કરીને ઘરે મોકલવામાં આવે છે. જેની દરેક સરકારી કચરીઓમાં પણ પડે છે.
અમુક ડોક્યુમેન્ટ કે જે ઉમરને આધારે નીકળે છે. જયારે આધાર કાર્ડ એક એવું કાર્ડ છે જે બાળકોથી માંડીને વૃદ્ધ બધા કઢાવી શકે છે. જેમાં પાંચ વર્ષથી નીચેની ઉમરના બાળકોના પણ આધારકાર્ડ બને છે. જેને બાલ આધાર કાર્ડકહેવાય છે.
પરંતુ હાલમાં આધાર કાર્ડ કાઢતી સંસ્થા દ્વારા આ બાલ આધાર કાર્ડના નિયમોમાં ફેરફાર થયા છે. જેમાં આ કાર્ડ કાઢવાના નિયમોમાં ફેરફાર થયા છે. જેથી હવે બાળકોના આધાર કાર્ડ કાઢતી વખતે આ બાબતનો ખ્યાલ રાખવો પડશે.
આધાર કાર્ડની આ પ્રક્રિયામાં ફેરફાર થવાથી માતા પિતા બાળકના આધાર કાર્ડ કાઢવા માંગતા હોય તો તેઓએ હવે બાળકના જન્મના દાખલા કે જન્મના પુરાવાની નકલ આપીને આધાર કાઢવાનું રહેશે. માટે હવે આ ડોક્યુમેન્ટ આધાર કાર્ડ કાઢતી વખતે રજૂ કરવા પડશે.
આધાર કાર્ડ બાળકમાં પાંચ વર્ષથી ઓછી ઉમરનાં બાળકોના પણ કાઢી શકાતા હોવાથી બાળકની આંગળીઓનું વેરીફીકેશન થતું નથી. તેમજ તેના આંખના રેટીંના અને હાથની આંગળીઓના ફિંગર પ્રિન્ટની પણ જરૂર પડતી નથી. જેથી બાળકનું આધાર કઢાવતી વખતે બાયોમેટ્રિક પ્રોસેસ કરવાની જરૂર પડશે નહિ.
આ આધાર કાઢવા માટે પાસપોર્ટ, પાન કાર્ડ, મતદાર આઈડી, ડ્રાઈવીગ લાયસન્સ, નરેગા જોબ કાર્ડ, રેશન કાર્ડ વગેરે આ અરજી કરતી વખતે રજૂ કરી શકાય છે. આ અરજી કરવા માટે ઉડાઈની વેબસાઈટ પર જઈને તેના પર આધાર કાર્ડ નોંધણી નામના વિકલ્પ પર જઈને આ માટે અરજી કરી શકાય છે. જેમાં તમારે બધી જ વિગતોભરવાની રહેશે. જેમાં તમે સરનામું, વિસ્તાર, રાજ્ય જેવી માહિતી ભરવાની છે. આ પછી તમારે સબમિટ કરવાનું રહેશે.
આ રીતે તમે આધાર કાર્ડ કઢાવવા માટે તમે તમારી અરજી નોંધાવી શકો છો. આ પછી તમે જે તારીખ નક્કી કરી હશે તે દિવસે તમે આધાર કાર્ડ મેળવી શકો છો. તમે જે એપોઇન્ટમેન્ટની તારીખે, જરૂરી દસ્તાવેજ તેમજ ઓળખનો પુરાવો, સરનામાનો પુરાવા, સંબંધના પુરાવા અને જન્મની તારીખ વગેરે નોંધણી કરવાની રહેશે.
આ રીતે તમે જયારે અરજી કરી હશે તે તમામ દસ્તાવેજની તપાસ અધિકારીઓ કરશે. આ તેની ખરાઈ થઈને તમારા આધાર કાર્ડની પ્રક્રિયા દરમિયાન તમને એક નંબર મળશે, જેનાથી તમારા આધાર કાર્ડની પ્રોસેસ કેટલે પહોંચી છે, તે જાણી શકશો. આ બધી પ્રક્રિયાને અંતે 60 દીવસના અંતે તમને એક મેસેજ મળશે. તેમજ 90 દિવસની અંદર તમને આધાર કાર્ડ મળી જશે.