આધુનિક જીવનમાં ટેક્નોલોજીની શોધ અને વિકાસથી ઘણા બધા ફેરફારો થઈ રહ્યા છે. સાથે સતત સરકારમાં અવાનવાર બદલાવ થયા કરે છે, જેના લીધે સીસ્ટમમાં ફેરફાર થયા કરે છે, જેના પરિણામ સ્વરૂપ નિયમોમાં વધારો કે ઘટાડો થયા કરતો હોય છે.
હાલમાં જ આવા 8 પ્રકારના નિયમોના ફેરફાર થયો છે. જે આ નાના મોટા ફેરફારને લીધે પહેલાની જગ્યાએ હવે નવા નિયમો આવી રહ્યા છે. જે બેંક થી લઈને સરકારી નિયમો પર લાગુ પડે છે. જેમાં ગેસ સીલીન્ડરનાં ભાવ, ગુગલ ડ્રાઈવ અને એમેઝોન સેવાઓમાં ફેરફાર થઇ રહ્યો છે. આ 8 પ્રકારના નિયમો જોવામાં આવે તો તેમની કાર્યપ્રણાલી અને સીસ્ટમમાં ફેરફાર થયો છે.
જેમાં જોઈએ તો PF રૂલ્સમાં પણ ફેરફાર થશે. સપ્ટેમ્બર મહિનામાં તમારે UANને તમારા આધાર સાથે લિંક કરવો ફરજીયાત થયું છે. જો આ રીતે લિંક નહિ કરવામાં આવે તો તમારા પ્રોવિડંટ ફંડ એટલે કે તમારા PFમાં રૂપિયા જમા થશે નહિ. EPFOએ આ માટે ખાતાધારકોને માટે પહેલાથી આ કામ કરવાનું કહ્યું છે. જેથી તમે જો UAN નંબર સાથે લિંક નહિ કરો તો તમારા માટે મુશ્કેલો આવશે નહિ.
ચેક ક્લીયર કરવાની સિસ્ટમમાં ઓન ફેરફાર થઇ રહ્યો છે. જેથી હવે તમારે 50000 હજારથી વધારે રકમ જમા કરવા પર બેકને તમારા બેંકની પૂરી ડીટેલ અને તમારા ખાતામાં કેટલું બેલેન્સ છે તે જણાવવું પડશે. આ સિવાય 24 કલાકમાં બેન્કના ચેક ક્લીયર કરવાની સીસ્ટમ લાગુ પડી રહી છે.
પંજાબ નેશનલ બેન્કના નિરવ મોદી જ્યારથી બેકમાં ગોટાળા કરીને દેશ છોડીને ભાગી ગયા છે ત્યારથી પંજાબ નેશનલ બેંક હંમેશા ભીંસમાં રહી છે. હાલમાં બેંક બચત ખાતામાં વ્યાજ પર ઘટાડો કરી રહી છે. બેંકે આ જાણકારી પોતાની વેબસાઈટ પર આપી છે. જે પહેલાનાં વ્યાજની રકમમાં 0.10 ટકાનો ઘટાડો કરી રહી છે. આ અસર બેંકના તમામ ગ્રાહકો પર થશે.
હવે બેંકમાં ગેસ સીલીન્ડર મળવાનો સમયમાં પણ ફેરફાર થવા જઈ રહ્યો છે. આ સાથે ગેસ સર્વિસથી ગેસની ડીલીવરીનો સમય પણ બદલાઈ જશે. આ ફેરફાર ગામડાઓમાં અને શહેરોમાં પણ થશે. હાલમાં સમયને અનુલક્ષીને ધ્યાનમાં લઈને આ ફેરફાર થયો છે.
મદ્રાસ હાઇકોર્ટમાં નક્કી થયેલા નિયમ મુજબ સપ્ટેમ્બરથી કોઈ વાહન વેચાશે તો તેનું બંપર ટુ બંપર ઇન્શ્યોરન્સ અનિવાર્ય રહેશે. આ ઇન્શ્યોરન્સ ડ્રાઈવર, પેસેન્જર અને વાહનની માલિકી ધરાવનારા લોકોને આ ઈન્સ્યોરન્સ લાગુ પડશે. આ માટે વાહનોના એ ભાગને પણ કવર કરાશે કે જેમાં સામાન્ય વીમા કંપનીઓ આ ભાગને આવરી ન લેતી હોય.
ઓનલાઈન મનોરંજન પ્લેટફોર્મ પણ મોંઘુ થશે, જેમાં તેની કીમતમાં પણ ફેરફાર થશે. આ પ્રમાણે હવે નવા ભાવો લાગુ પડશે. જેમાં યુઝરને હવે 100 રૂપિયાનો વધારો ચુકવવો પડશે. આ માટેનો યુઝરનો પ્લાન 399નાં બદલે હવે 499 રૂપિયા થઈ જશે. તેમજ 899માં ફોનમા કોઈ એપ બે ફોનમાં ચલાવી શકવાની સુવિધા મળશે. જેમાં હાઈ ક્વોલીટીના વિડિયોનો સમાવેશ થાય છે. જયારે 1499 રૂપિયાના પ્લાનમાં આ OTT પ્લેટફોર્મની એપો 4 ફોનમાં ચલાવી શકાશે.
આ સાથે જ એમેઝોન પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થવાથી પોતાના ડીલીવરી ચાર્જનું ભારણ ગ્રાહકો ઉપર નાખી રહી છે. જેથી એમેઝોન પરથી મંગાવવામાં આવતા સામાન હવે મોંઘા થશે. જેની કિમતમાં ઓન વધારો થશે. પહેલા જે 36 રૂપિયાની જગ્યાએ હવે 58 રૂપિયા જેટલો ચાર્જ હવે આ ગ્રાહકોએ આપવો પડશે.
સરકાર દ્વારા વિદેશી 120 જેટલી વિદેશી એપ પર ગયા વર્ષે સરકારે પ્રતિબંધ મુક્યો હતો. જ્યારથી સરકાર આવી જાસુસી કરનારી અને નુકશાન કર્તા એપ પર સતત નજર રાખી રહી છે. ઈંટરનેટ પર સરકારની નજર રહી છે. જયારે હવે ફેક કન્ટેન્ટ આપનારી એપ્લીકેશન પણ સરકાર દ્વારા બંધ કરવા જઈ રહી છે. સાથે સાથે લાંબા સમયથી બંધ હોય તેવી એપ્લીકેશનો પર પણ પ્રતિબંધ લાગશે.
આમ, આવનાર સમયમાં આવા 8 પ્રકારના નિયમોમાં ફેરફાર થઈ જશે, જેની તમામ વ્યક્તિએ થોડું અપડેટ રહેવાની જરૂર પડશે. નહિતર મુશ્કેલીમાં વધારો થશે. બેક થી માંડીને આ ઓનલાઈન મીડિયા પ્લેટફોર્મ સુધીમાં ફેરફાર થઇ રહ્યા છે.