દેશમાં રાશન કાર્ડ યોજના હેઠળ લોકોને સસ્તા અનાજની દુકાનેથી અનાજ મળે છે. જેને લઈને લોકો આ અનાજ મેળવવા માટે રેશન કાર્ડની દુકાને જાય છે. જેમાં ઘણી વખત એવા કેસો સામે આવે છે, કે જેમાં ગ્રાહકોને પૂરતા પ્રમાણમાં અનાજ મળતું નથી.
જયારે ઘણી વખત તો આમાંથી મોટાભાગે બારોબાર વેચાઈ ગયું હોય તેવા કિસ્સાઓ સામે આવે છે. આનાં લીધે ગ્રાહકોને પૂરતું અનાજ મળતું નથી. હવે આ રીતે અનાજની કટકી ન થાય અને ગ્રાહકોને પૂરતો લાભ મળે તે માટે સરકાર દ્વારા નિયમો બનાવવામાં આવ્યા છે. જેના આ નિયમો આ સસ્તા અનાજની દુકાન ધરાવતા લોકોને આ નિયમો લાગુ પડશે.
આ નિયમો લાગુ પડવાથી હવે આ દુકાન ધરાવતા લોકો હવે રેશનમાં ઘટાડો કરી શકશે નહિ. સરકાર દ્વારા ગ્રાહકોને યોગ્ય માત્રામાં અનાજ મળે તે નક્કી કરવા માટે, કેન્દ્ર સરકારે રેશન કાર્ડની દુકાનો પર ઇલેક્ટ્રોનિક સ્કેલ સાથે ઇલેક્ટ્રોનિક પોઈન્ટ ઓફ સેલ ઉપકરણોને જોડવા માટે ખાદ્ય સુરક્ષાના કાયદાના નિયમોમાં સુધારો કર્યો છે.
આ રીતે સરકારે હવે આ રીતે દુકાનોમાં ગ્રાહકોને વિશ્વાસ લાવવા માટે આ નિયમો બનાવ્યા છે તેમજ કાયદામાં ફેરફાર કર્યા છે. સરકાર દ્વારા NSFA હેઠળ આવતી જાહેરાત વિતરણ પ્રણાલીની કામ ગીરીની પારદર્શિતામાં સુધારવાની પ્રક્રિયાને આગળ વધારવા માટે આ પ્રયાસ કર્યો છે.
આ માટે નેશનલ ફૂડ સિક્યુરીટી એક્ટ હેઠળ, સરકાર દ્વારા દેશના જુદા જુદા 80 કરોડ લોકોને અનુક્રમે 2 થી 3 રૂપિયા દર કિલોના દરે પાંચ કિલોગ્રામ ઘઉં અને ચોખા આપી રહી છે. એક અધિકારી એ જણાવ્યું છે કે ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગે 18 જૂન, જૂન 2021 નાં રોજ NFSA 2013 અંતર્ગત યોગ્યતા મુજબ લાભાર્થીઓને સબસીડી વાળા અનાજનું વિતરણ સુનિશ્વિત કરવા માટે જાહેર નામું બહાર પાડવામાં આવ્યું છે.
સરકાર દ્વારા આ રીતે અનાજ વિતરણને લગતા કાયદામાં સુધારો કરવામાં આવ્યો છે. આ રીતે તે 17 રૂપિયા દર કવિન્ટલના વધારાના નફા સાથે બચતને પ્રોત્સાહન આપવા માટે, ખાદ્ય સુરક્ષા નિયમનાં પેટા નિયમોમાં ફેરફાર કર્યો છે.
જેના લઈને હવે આ માપદંડ રેશન કાર્ડની દુકાને રાખવામાં આવશે. જેથી ગ્રાહકને પૂરતું અનાજ મળે છે જેની ખાતરી થઇ શકે છે. આ માટે સરકાર દ્વારા આ માટે નવા માપણી માટેનાઉપકરણો આ દુકાનો પર મુકવામાં આવશે. જેથી કરીને ગ્રાહકને કોઈ યોગ્ય પ્રમાણમાં અને તેના માપદંડ -પ્રમાણેનું અનાજ મળે. અને બારોબાર વેચાઈ જતું અનાજ બચી શકે.