હાલમાં જ સોશિયલ મીડિયામાં તલાટીઓની ભરતી બાબતનો એક ઠરાવ બાબતનો પરિપત્ર ફરી રહ્યો છે. જેમાં રાજ્ય સરકારના મહેસુલ વિભાગમાં થનારી આગામી ભરતીઓ બાબતે ખુલાસો થયો છે. જે સોશિયલ મીડિયામાં ફેલાઈ રરહ્યો છે. જો કે આ ઠરાવ એકદમ બોગસ અને ખોટો છે.
હાલમાં આગામી સમયમાં ચુટણીઓ આવવાની છે, અને કોરોનાના કેસો પણ હળવા થયા છે. જયારે અમુક ભરતીઓની જાહેરાત પણ થઇ ચુકી છે. ગૃહ મંત્રી દ્વારા LRD બાબતે 12000 જગ્યાઓ માટે ભરતી બહાર પડવાની જાહેરાત કરવામાં આવી છે. જયારે વિદ્યાર્થી ઉમેદવારો તૈયારીમાં લાગી ગયા છે.
રાજ્યમાં દરેક ગામડામાં સરકારી અધિકારીની વહીવટ માટે જરૂર પડે તેવા તલાટીની ભરતી બાબતે આ અવારનવાર ભરતીના સમાચાર આવતા હોય છે. હાલમાં જ દરેક ગ્રામ પંચાયતને પૂરતા પ્રમાણમાં તલાટી મળી રહે તે માટે વર્ગ ની 4200 જગ્યાઓની ભરતી થવાની હતી.
જેને લઈને સરકાર દ્વારા અંદાજ પત્રમાં પણ જાહેરાત કરવામાં આવી છે. સાથે તે ભરતીના નિયમો બાબતે પણ સુધારા થયા છે. પંચાયતની ભરતી હવે ગૌણ સેવા મંડળ લેશે. રાજ્ય સરકર દ્વારા મંજુરી અને મહેકમ ખર્ચ પેટે ત્રણ લાખ રૂપિયાની ટોકન જોગવાઈ વર્ષ 2021-22 માટે મંજુરી આપી હતી.
આ માટે 10-2-2001 અને સામાન્ય વહીવટ વિભાગના તા 4-01-2009ના ઠરાવથી ભરતીઓ થવાની હતી. જો કે હાલમાં ડી.કે. મેણાત નામના ઉપસચિવ તરીકે હાલમાં મહેસુલ વિભાગમાં કોઈ ફરજ બજાવતું નથી. જેથી આ તપાસ કરતા સરકાર દ્વારા આ રીતે ખોટો ઠરાવ વિદ્યાર્થીઓને રાજી રાખવા માટે અને ચૂંટણીનો લાભ મેળવી શકાય તે માટે વહેતો કર્યા હોવાની ચર્ચા છે.
ગુજરાતનાં અનેક બરોજ ગાર યુવાનો હાલમાં સરકારી ભરતીની તૈયારીઓ કરી રહ્યા છે, જ્યારે સરકાર દ્વારા બેરોજગારોને ભ્રામક પણે રાજી કરવા માટે કોઈ અનુભવી વ્યક્તિ દ્વારા આ ખોટા પરિપત્ર બનાવીને વહેતો કરવામાં આવ્યો છે.