આ ભારતમાં જન્મ લેનારા દરેક વ્યક્તિને પોતાના વતન અને દેશ પ્રત્યે ખુબ જુ ગૌરવ હોય છે. આમાંથી ઘણા લોકો પોતાના દેશ પ્રેમને લીધે દેશની સેનામાં જોડાતા હોય છે અને જરૂર પડ્યે પોતાનો પ્રાણ પણ રેડતા હોય છે. આપણા દેશની રક્ષા માટે તેવો ચોવીસ કલાક અને ગમે તેવી સ્થિતિમાં દુશ્મનોનો સામનો કરવા તૈયાર હોય છે.
આવા જ એક છત્રિયાળા ગામના યુવાને પોતાની દેશની સેનામાં સેવા આપી છે અને હાલ તેઓ નિવૃત થયા છે. આ યુવાન છે આર્મીમેન રાજુભાઈ મેઘજીભાઈ અણીયાળીયા. આ જવાન પોતાની સેવાની ફરજ કુશળતા પૂર્વક પૂરી કરીને પોતાના વતન છત્રિયાળા ગામમાં માદરે વતન આવી ગયા છે. જ્યાં તેમની જોરદાર સ્વાગત કરવામાં આવ્યું. લોકોએ તેમને ખુબ જ આદરભાવથી આવકારીને સ્વાગત કર્યું.
અણીયાળીયા ગામના આ આર્મીમેને દેશમાં વર્ષોથી ફરજો બજાવી છે, જેથી તેઓ આ ગામનું ગૌરવ છે. તેઓ પોતાના વતન પરત ફર્યા ત્યારે ગામલોકો દ્વારા આ જવાનનું હર્ષોલ્લાસ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં ગામના બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા.
જેમાં ડીજે, ડાન્સ અને દેશભક્તિ ગીતો સાથે સૈનિક રાજુભાઈનું સ્વાગત કરવામાં આવ્યું છે, આ સૈનિક જવાનનાં સ્વાગત માટે ગામમાં શોભા રેલી સ્વાગત યાત્રા કાઢવામાં આવી હતી. જેમાં ત્રિરંગા સાથે અને જીપ વાનમાં ગામમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં આ નાના બાળકોથી વડીલો સૌ કોઈ જોડાયા હતા. બાઈક રેલી સાથે પણ અનેક લોકો જોડાયા હતા.
આ આર્મીમેનની સૌભાયાત્રા એટલી બધી દેશ ભક્તિમાં માહોલ થઇ હતી કે આજુબાજુનાં ગામડાઓમાં તેમજ સમગ્ર ગુજરાતમાં આ આ શોભાયાત્રાની નોંધ લેવામાં આવી છે અને લોકો તેમની દેશ સેવા માટે શુભકામના પાઠવી રહ્યા છે. જેને ખરેખર દેશ ભક્તિ માટે સેવા બજાવી છે અને ગામના બીજા વ્યક્તિને પણ સેનામાં જાવાનું મન થાય તે માટે તેમની આ શોભાયાત્રા કાઢવામાં આવી છે.
આ પછી તેમનું સ્વાગત સમારંભ પણ રાખવામાં આવ્યો હતો. જેમાં પણ દેશ ભક્તિ ગીતો ગાવામાં આવ્યા હતા. જેમાં ફૂલહારથી સન્માન કરવામાં આવ્યું. જેમાં તેમને પોતાના જીવની પર્વ કર્યા વગર 15 વર્ષ ફરજ બજાવી તેની સરાહના કરવામાં આવી હતી.
આમ, આ છત્રીયાળા ગામના અણીયાળીયા રાજુભાઈની શોભાયાત્રામાં લોકો પણ દેશ ભક્તિના રંગે રંગાયા હતા અને જાણે કોઈ પ્રસંગ હોય એવી રીતે આખું ગામ શોભાયાત્રામાં જોડાયુ હતું. આવી રીતે તેને આ એક નિવૃત થતા સૈનિકનું સ્વાગત કરીંને ખુબ જ આગવો દાખલો બેસાડ્યો છે. ખરેખર આવા દરેક સૈનિકનું સેવન કરવું જોઈએ જે ખરેખર હરહંમેશ જીવ જોખમમાં મુકીને પોતાની ફરજ પૂરી કરતા હોય છે. જય હિન્દ.
સૌજન્ય: અજય વિપુલભાઇ અણિયાળીયા