છેલ્લા દોઢ વર્ષથી સમગ્ર દુનિયામાં કોરોના ફેલાઈ ચુક્યો છે. આનાં લીધે સમગ્ર દુનિયા ચિંતિત છે. જ્યારે વેક્સીન અને માસ્ક આ કોરોનાને નાથવાના મુખ્ય હથીયાર છે. જયારે આ રસી મૂકાવવાથી લોકોની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે અને કોરોના સામે રક્ષણ મેળવી શકાય છે.
પરંતુ અમુક અસામાજિક તત્વો દ્વારા વેક્સીનને લઈને અફવાઓ ફેલાવવામાં આવતી હોય છે. જેમાં અમુક અફવાઓ એવી હોય છે કે લોકો પણ તેની વાતમાં આવી જાય છે, જેના લીધે વેક્સીન મુકાવતા નથી. વેક્સીન બાબતે સરકારના રસીકરણ અભિયાન પહેલા જ સોસીયલ મીડીયાના માધ્યમથી અફવાઓ પ્રસરી જાય છે.
જેના લીધે વેક્સીનેશન કાર્યક્રમમાં સરકારને પુરતી સફળતા મળતી નથી. આ અફવાઓ ભારત સહીત અનેક દેશોમાં પણ ફેલાયેલી છે. જેના લીધે લોકોમાં વેક્સીન બાબતે જાગરૂકતા લાવવામાં સમસ્યાઓ ઉભી થાય છે.
આ માટે અનેક દેશના લોકો વેક્સિન બાબતે કડક વલણ અપનાવી રહ્યા છે. કોરોને આ દેશોએ ફરજીયાત રસીકરણ કરાવવા માટે અભિયાનો આદેશો આપી રહ્યા છે. જેમાં અમેરિકામાં વેક્સીનેશન કાર્ય સફળ બનાવવા માટે ઈનામી યોજના શરૂ કરી છે. જેમાં જે લોકો વેક્સીન મુકાવે તેને ઇનામ આપવામાં આવે છે.
આવા સમાચારો વચ્ચે વેક્સીનેશન કાર્ય સફળ બનાવવા પાકિસ્તાને કડક વલણ અપનાવ્યું છે. જેમાં તેને ધમકીનો માર્ગ અપનાવ્યો છે. મળતા સમાચારો અનુસાર પાકિસ્તાનના પંજાબ વિસ્તારમાં સરકારે ત્યાની જનતાને ધમકી આપી છે કે વેક્સીન નહિ મુકાવે તેવા લોકોના સીમકાર્ડ બંધ કરી દેવામાં આવશે. એટલે જે લોકોએ રસી નહી મુકાવી હોય તેવા લોકોના સીમ અને નેટવર્ક બંધ થઇ જશે.
આ માટે ત્યાં પાકિસ્તાના પંજાબ વિસ્તારના સ્વાસ્થ્ય મંત્રીની આગેવાનીમાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. આ બાબતે સરકારનું તારણ છે કે જે લોકોને વેક્સીન અપાય છે તે વિસ્તારમાં કોરોનાના કેસો ઘટ્યા છે. પરંતુ સરકારને જોઈએ તેટલા પ્રમાણમાં લોકો વેક્સીન મુકાવવા માટે નથી આવી રહ્યા.
પાકિસ્તાન પંજાબના સ્વાસ્થ્ય મંત્રીએ દ્વારા કહેવામાં આવ્યું હતું જે લોકોમાં કોરોનાની રસી મુકાવ્યા બાદ પણ સંક્રમણ લાગ્યું હતું. જેના લીધે લોકોમાં દર ઘુસી ગયો છે. જેના લીધે લોકો રસી મુકાવવા આવી રહ્યા નથી. જેના માટે હવા લોકોને સીમ કાર્ડ બંધ કરવાની જાહેરાત કરીને ધમકીનો રસ્તો અપનાવવામાં આવ્યો છે. જો કે આ અજીબ અમાચાર હોવાથી સોસીયલ મીડિયા અને વિદેશોના મીડિયામાં ફેલાઈ રહ્યા છે.
પાકિસ્તાનમાં અનેક પ્રકારે અજીબો ગરીબ માહોલ ઉભો કરવામાં આવે છે અને લોકોને ડરાવવામાં આવે છે. પાકિસ્તાનના લોકો પર આ રીત અપનાવીને લોકો વધારે પ્રમાણમાં વેક્સીનેશન કરે તે સરકારનો ઉદેશ્ય છે. જેના લીધે કોરોનાનું સંક્રમણ ઘટે. ઘણા લોકોને વેક્સીન લીધા બાદ સંક્રમણ થાય છે પરંતુ વેક્સીનની અસર વેક્સીન્નના બંન્ને ડોઝ પુરા થયા બાદ 14 દિવસે મ્યુનીટી બનવાની શરૂઆત થાય છે. એટલે કે વેક્સીન લીધા બાદ સંપુર્ણ સુરક્ષા માટે 45 દિવસ બંને ડોઝ પછી પુરા થયા હોવા જોઈએ.
પાકિસ્તાનમાં સ્વાસ્થ્ય મંત્રી ડૉ. યાસ્મીન રશીદ દ્વારા મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય બાદ તેમણે કહ્યું છે કે અમે એવા લોકોનું લીસ્ટ તૈયાર કરી રહ્યા છીએ કે જે લોકો પહેલો ડોઝ લીધા બાદ બીજો ડોઝ લેવા માટે આવ્યા નથી. ઘણા લોકો પહેલા ડોઝ લીધા બાદ પણ સંક્રમિત થયા હતા એટલે લોકોમાં ડર ઉભો થયો છે જેનાં કારણે લોકો વેક્સીન લેવા આવી રહ્યા નથી જેના લીધે તેઓએ આ નિર્ણય લીધો છે.
આમ, પાકિસ્તાનમાં જે લોકો વેક્સીન નહિ મૂકાવે તેવા લોકોનું સીમકાર્ડ બંધ કરી દેવામાં આવશે. આ રીતે હવે અનેક દેશોમાં બળજબરી કે લાલચથી કે સન્માનનો માર્ગ અપનાવી રહ્યા છે. એમાં ભારતમાં પણ ધીરે ધીરે વેક્સીન નો કાર્યક્રમ આગળ વધી રહ્યો છે. હવે લોકોમાં જાગરૂકતા આવે તેવા પ્રયાસો સરકારે કરવા જોઈએ.