આપણો ભારત દેશ ધર્મ અને સંસ્કૃતિનો દેશ છે. આ દેશમાં વિવિધ ધર્મના લોકો વસે છે. જેના લીધે આ દેશમાં અનેક સંસ્કૃતિઓ પાંગરી છે. દરેક ધરમાં અલગ અલગ દેવી દેવતાઓ હોય છે. જેના લીધે અલગ અલગ આપણે ત્યાં અનેક સંતો, મહંતો, દેવી, દેવતા, કુળદેવી અને દેવી દેવતા તેમજ ભગવાનોના મંદિરો અને સ્થાનકો જોવા મળે છે. આ લેખમાં આવુ જ હિંદુ સંસ્કૃતિનું ખુબ જ ખ્યાતનામ એવા દડવા ગામના જાગતી જ્યોત એવા રાંદલમાના ધામ વિશેની માહિતી આપીએ છીએ.
રાંદલમાતાને રન્નાદેવી કે રન્ના દે તરીકે ઓળખવામાં આવે છે. આ માતાજીને સૂર્ય દેવાના પત્ની તરીકે પૂજવામાં આવે છે અને જેમાં ગુજરાતમાં રાંદલમાનું પૂજન વધારે થાય છે. જે ઘેર પારણું બંધાય અને બાળક જન્મે તેવા આશ્વર્યથી બધા જ ઘેરે રાંદલ માતાનો પ્રસંગ રાખવામાં આવતો હોય છે.
ખાસ કરીને સીમંત પ્રસંગે રાંદલ માની સ્થાપનાં થાય છે, અને સાત જાતના ધાન્ય વાવીને જવારા ઉગાડવામાં આવે છે, બાજોઠ ઉપર માતા રાંદલની સ્થાપના કરવામાં આવે છે. આ પ્રસંગે માતાજીના અન્ય રાસથી અલગ હીંચ પ્રકારે માતાજીના રાસડા લેવામાં આવે છે. જેના ઘોડો ખુંદવો તેમ કહેવામાં આવે છે.
ગુજરાતમાં સૌરાષ્ટ્ર પ્રદેશમાં દડવા ગામમાં રાંદલ માતાનું ખુબ જ પ્રખ્યાત મંદિર આવેલુ છે. ગુજરાતના ભાવનગરના વલભીપુર તાલુકામાં આવેલા દડવા ગામમાં માતા રાંદલ દેવીનું મંદિર આવેલું છે. આ રાંદલમાતાજીની સ્થાપના લોક વાયકા પ્રમાણે દેવતાઓના શિલ્પી ભગવાન વિશ્વકર્માને ત્યાં માં રાંદલ ભાવની એ બાળકી સ્વરૂપે અવતાર ધારણ કર્યો. માંરાંદલ વિશ્વકર્માના માનસ પુત્રી હતા. દીકરી મોટી થવા લાગી પણ કાઈ બોલે નહિ. માં રાંદલને વાચા નહોતી આવતી છતાં ભગવન વિશ્વકર્મા આનંદ વિભોર રહેતા હતા. દેવી અને દેવતાઓને ત્યાં બોલાવતા માં ભગવતી રાંદલ આપમેળે પ્રગટ થયા હતા અને પિતા વિશ્વકર્માને કહ્યું હતું કે હું પૃથ્વી લોકમાં જઈને લોકોં દુખડા ભાંગીશ અને કષ્ટ રુપી માર્ગ બતાવીશ અને મૃત્યુ લોકમાં મારી લીલાના દર્શન કરાવીશ.
આટલું કહીને રાંદલ માતાજી પૃથ્વી લોકમાં પધાર્યા. આ વખતે પૃથ્વી પર ગુજરાત પ્રદેશમાં ભયંકર દુકાળ હતો. આ દુકાળમાંથી બચવા માટે માલધારીઓ કાઠીયાવાડ તરફ આવી રહ્યા હતા ત્યારે રાંદલમાં તેઓને ઉગારવા માટે ઉભા રહ્યા. આ માલધારીઓએ આ બાળકીને એકલી જોઈ પોતાની સાથે લઇ લીધા.
આ બાળકી માલધારીઓ સાથે આવે છે ત્યારે આ ગામમાં અલૌકિક ચમત્કાર થવા લાગે છે. આ અપંગ, આંધળા તેમજ કોઢિયા લોકો માતાજીની કૃપાથી સકુશળ સારા થવા લાગે છે. આ છતાં કોઈ માતાજીને ઓળખી શકતું અ નથી. આ માટે કોઈ અલૌકિક લીલા ગ્રામજનો સામે પ્રકટ કરવાનો નિશ્વય કરે છે. માતાજીબાજુના ધુતાર પુરા ગામમાં જાય છે ત્યાં બાદશાહના સિપાઈઓ હોય છે. ‘
દૂધ, ઘી આ માલધારી ઓ પાસેથી લેવા માટે તેમની સામેં તે 16 વર્ષની સુંદરીના રૂપે જાય છે. બાદશાહ સુધી આ વાતની જાણ થતા તે આ દીકરીને પોતાની પાસે લાવવા માલધારી પર ત્રાસ ગુજારે છે. આ દ્રશ્ય જોઇને માતાજી ગુસ્સે થાય છે અને એમની પાસે ઉભેલા વાછરડાને પરિવર્તિત કરી આ સમગ્ર બાદ શાહની સેનાનો નાશ કરે છે. જેથી આ ગામ દડવા તરીકે ઓળખાય છે.
આ પછી આ માલધારીઓ બાળા માલધારીઓને ઘી, દૂધ ભોજન કરાવે અને દુખડા દૂર કરે. આ માલધારીઓ સાથે એક ડોશીમાં હતા અને તેમને રક્તપિત્ત થયો. આ રોગથી બધા લોકો પોતાને થઇ જવાની બીકે આ દોશીમાથી દૂર ભાગવા લાગે છે ત્યારે આ રાંદલ માતાજી તેમના ખોળામાં બેસી ગયા અને ડોશીમાને સાજા કર્યા. આ રીતે માતાજીએ અનેક પરચાઓ બાળકી સ્વરૂપે આપ્યા અને નેહડામાં રહેતા માલધારીઓના દુખડા હર્યા અને લોકોના દુખડા હર્યાબાદ રાંદલ માતાએ પોતાના ભક્તોને દડવામાં પોતાનું મંદિર સ્થાપવાનું કહીને પોતાના પિતા પાસે દેવ લોકમાં પ્રસ્થાન કર્યું.
આજ સુધી રાંદલ માતા અનેક દુખિયા ના હરે છે. કે લોકો તન, મનથી માતાજીની આરાધના કરે છે, પૂજા પાઠ કરે છે તો તેમની મનોકામના અવશ્ય પૂરી કરે છે. આ માતાજી રાંદલમન સ્થાનકો ગુજરાતમાં અનેક સ્થળોએ આવેલા છે. પરંતુ તેમાં ગોંડલ નજીક આવેલું દડવા અને ભાવનગરમાં વલભીપુર પાસે આવેલું દડવા મુખ્ય માતાજીના પૂજનીય સ્થાનકો છે.
આ સ્થળે માતાજીના લોટા ચડાવવામાં આવે છે અને નવરાત્રી દરમિયાન હવન પણ થાય છે. ખાસ તો જે દંપતી નીસંતાન હોય તેવો આ માતાજીના આશીર્વાદ થી પુત્રપ્રાપ્તિ કરે છે. આ પછી માતાજીની આરાધના કરવા લોટા તેડવામાં આવે છે. ખાસ કરીને આ માતાજીની પ્રસંગ રવિવાર કે મંગળ વારના દિવસે જ ઉજવાય છે. આ દિવસે સવારે માતાજીની સ્થાપના કરીને બપોરે તેર ગોયણીઓ જમાડવામાં આવે છે. આ પછી માતાજીનો ઘોડો ખુંદવામાં આવે છે. માન્યતાઓ પ્રમાણે રાંદલ માતાજીની અનેક કથાઓ છે.
રાંદલમાં ભગવાન સુર્યદેવના પત્ની છે અને યમ અને યમુનાના માતા પણ છે. શનિદેવ અને તાપી નદી માતા રાંદલના છાયાના સંતાનો કે. સૂર્યદેવે માતા અદિતિની ઈચ્છાનું મન રાખીને માતા રાંદલ સાથે લગ્ન કર્યા હતા. એકવાર માતા અદિતિ ભગવાન સૂર્યને લગન કરવા મનાવે છે, અને કાંચના પાસે જાય છે અને પોતાની દીકરી રન્નાદેનો હાથ માંગે છે.
આ સમયને રાંદલમાં ના માતા ના કહી દે છે અને કહે છે કે તમારો દીકરો તો આખો દિવસ બહાર રહે છે અમારી દીકરી તો તો ભૂખે મરે. પરંતુ ત્યારપછી એક વખત કાંચના અદિતિ ના ઘરે તાવડી માંગવા આવે છે તેવા સમયે સૂર્યના માતા શરત રાખે છે કે તાવડી તૂટી જશે તો હું ઠીકરીની જગ્યાએ દીકરી માંગીશ. આ સમયે રસ્તામાં બે આખલાઓ લડાઈ કરતા હોય છે અને તાવડી અથડાઈને ફૂટી જાય છે અને શરત પ્રમાણે લગન થાય છે.
આ પછી માતા રાંદલ સૂર્ય ભગવાનના તેજ સામે ટકી શકતા નથી અને નજર પણ કરી શકતા નથી. આ પછી તે પોતાનું બીજું સ્વરૂપ રૂપ છાયાને પ્રકટ કરીને પિયર જતા રહે છે. આ સમયે તેમના પિતા સાસરે જવ સમજાવે અને કહે છે કે દીકરી તો સાસરે જ શોભે આ બધી વાતોથી માતા રાંદલને દુખ લાગે છે અને તે પૃથ્વી પર ઘોડીનું રૂપ રૂપ લઈને આવે છે અને એક પગે ઉભા રહ છે અને તપ કરે છે.
આ બાજુ ભગવાન સૂર્યનારાયણ છાયાને રન્નાં દે સમજે છે અને તેમને ત્યાં શની અને તાપીનો જન્મ થાય છે. એક દિવસ યમ અને શનિને લડાઈ થાય છે ત્યારે છાયા યમને શ્રાપ આપે છે ત્યારે સુર્યદેવને શંકા જાય છે અને તે સત્ય હકીકત પૂછે છે કે યમ પોતાનો દીકરો હોય તો માતા શ્રાપ ન આપે. આ સમયે છાયા રાંદલ પૃથ્વી લોકમાં ઘોડી સ્વરૂપે તપ કરતા હોવાનું કહે છે.
આ જજાણી સૂર્યદેવ ઘોડા સ્વરૂપે પૃથ્વી પર આવે છે અને તપનો ભંગ કરે છે. આ સમયે આશ્વ ઘોડો અને અશ્વિની ઘોડીના નસકોરામાંથી અશ્વિની કુમારનું સર્જન થાય છે.સૂર્ય દેવી રાંદલના કહેવાથી તેજ ઓછુ કરે છે. અને પૃથ્વીને આકરા તાપથી બચાવવાનું વજન આપે છે. આ પછી ભગવાન સૂર્ય માતા રાંદલના તપથી પ્રશન્ન થઈને વચન આપે છે કે જે કોઈ દેવી રાંદલના બે લોટા તેડશે. તેના ઘરમાં, સુખ, શાંતિ, સમૃદ્ધિ આવશે, પ્રગતી થશે અને સંતાન પ્રાપ્તિ થશે.
આમ, રાંદલમાં દરેક ઘરમાં પૂજાતા માતાજી છે. જેની માનતા રાખવાથી પુત્ર પ્રાપ્તિ થાય છે. સાથે અન્ય મનોકામનાઓ પૂરી થાય છે. સૂર્ય દેવની સાથે માતાજીની પૂજા કરવાથી અનેક દુખો દૂર થાય છે. અમે આશા રાખીએ કે આ માહિતી તમને ગમશે.