GujaratIndiaPolitics

રામદાસ આઠવલે: ગુજરાતના પાટીદારોનો OBCમાં સમાવેશ થઈ શકે નહીં

અનામતનો મુદ્દો વર્ષોથી અવાનવાર ચાલ્યા જ કરે છે, સમય પ્રમાણે અનામતમાં ફેરફાર થયા કરતા હોય છે. કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર કાયદો પસાર કરીને અમાનત બાબતે અનેક ફેરફાર કે સુધારા કરી શકે છે. હાલમાં જ કેન્દ્ર દ્વારા EWS બીલ પસાર કરીને પાટીદારોને તેમજ જનરલ જ્ઞાતિના અમુક લોકોને આર્થિક રીતે 10 ટકા અનામતનો લાભ સરકાર દ્વારા આપવામાં આવ્યો છે.

હાલમાં આ અનામત મુદ્દા વિશે ફરી એકવાર ચર્ચાએ જોર પકડ્યું છે. જેમાં કેન્દ્રીય સામાજિક અને ન્યાય બાબતોના પ્રધાન રામદાસ આઠવલેએ ગુજરાતની મુલાકાત  દરમિયાન એક અનામત મુદ્દે આપેલા નિવેદનથી રાજકીય માહોલમાં ગરમાવો આવ્યો છે.

તેમણે ગુજરાત મુલાકાત દરમિયાન કહ્યું હતું કે ગુજરાતના પાટીદારો, મહારાષ્ટ્રના મરાઠા અને હરિયાણાના રાજપૂતોને અલગ ક્વોટાબનાવીને અનામત મળવી જોઈએ. તેમને કહ્યું હતું ક આ જ્ઞાતિ ઓનો ઓબીસીમાં સમાવેશ થઈ શકે નહિ.  વધુમાં તેમણે જણાવ્યું હતું કે આવા જે લોકોની આવક 8 લાખથી ઓછી છે તેમને આ અનામત મળવી જોઈએ.

આ મુદ્દાને લઈને ગુજરાતના  નાયબ મુખ્ય મંત્રીની સામે નીતીન પટેલે પ્રતિક્રિયા આપી હતી. આ નીતિન પટેલ દ્બારા જણાવાયું હતું કે ભારત સરકાર દ્વારા જે કાયદા ઘડવામાં આવ્યા છે તેમાં રાજ્યની જ્ઞાતિઓનો સર્વે કર્યા બાદ અનામત સામેલ કરવાવામાં સરકારને હક છે.

આ નીવેદનથી નીતિન પટેલે નારાજગી વ્યક્ત કરીને જણાવ્યું હતું કે આ પ્રકારના નિવેદન કેન્દ્રના મંત્રી આપે જે બરાબર નથી. તેમણે કહ્યું છે આવા ખોટા નિવેદનો કોઈએ કરવા ન જોઈએ. કેન્દ્ર દ્વારા પસાર કરવામાં કાયદાઓના અભ્યાસ બાદ નિયમો અને કામ કરવાની પદ્દતિ તેમજ સર્વેની પ્રક્રિયા નક્કી થયા બાદ સરકાર સર્વે કરશે તેના આધાર પર  રાજ્ય સરકાર નિર્ણય કરશે.

આ પ્રકારે આપેલા નીતિન પટેલના નિવેદન બાદ રામદાસ આઠવલે પણ નીતિન પટેલના આ નિવેદનોના જવાબ આપ્યા હતા. તેમાં તેઓએ જણાવ્યું હતું કે વસ્તીમાં થઇ રહેલો વધારો એ દેશ માટે એક ચિંતાજનક સમસ્યા છે. આ સમસ્યાને લીધે આપણા દેશના વિકાસમાં અવરોધ આવે છે. જયારે આપણે વિકાસ કરવો હશે તો નાછૂટકે વસ્તી ઓછી કરવી પડશે.

કુટુંબ નિયોજન માટે અપનાવવામાં આવેલ નારો હમ દો હમારે દોજે વિચાર હવે પાર્ટી દ્વારો પણ અપનાવવામાં આવશે. વધુમાં તેમને જણાવ્યું હતું કે  અમે એવો કાયદો લાવવા માટે મોદી સામે પ્રસ્તાવ રાખીશું કે જેનાથી આ રીતે વસ્તી પર નિયંત્રણ રાખી શકાય.  બંધારણમાં ફેરફાર થવાની શક્યતાઓને આ રામદાસ આઠવલેજી દ્વારા નકારવામાં આવી હતી. તેમણે કહ્યુ હતું કે એવા ઘણા લોકો છે કે જે અફવા ફેલાવે છે કે ભાજપ સરકાર બંધારણ ફેરવી નાખશે.

મોદીજી બાબા સાહેબના સંવિધાનનું સમર્થન કરે છે અને માથું ઝુકાવે છે તો એમા કોઈ શંકા નથી કે તે બંધારણની સન્માન કરે છે. બંધાર બદલવાની કોઈ પાસે તાકાત નથી.  મોદીઈજી સંસદમાં માથું ઝુકાવીને સંવિધાનનું સન્માન કરે છે. તો તેમાં સંવિધાન બદલવાનો કોઈ સવાલ જ નથી.

આ રીતે કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેજી દ્બારા ગુજરાત મુલાકાત દરમિયાન આવી રીતે અનામત મુદ્દાને લઈને નીવેદન બાજી થઈ હતી. જેમાં તેમણે પાટીદારોને અલગ જ બંધારણ આપવાની વાત કરી હતી. જેનાથી રાજીકીય ગરમાવો આવ્યો હતો.

Gujaratime.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

What's your reaction?

Related Posts

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *