GujaratReal Story

ગુજરાતનાં આ ગામડામાં 700 વર્ષથી રક્ષાબંધન ઉજવાતી નથી, તેની પાછળ છે અદભુત ઈતિહાસ

આપણા દેશમાં શ્રાવણી પૂનમનાં દિવસે રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે. આ તહેવાર ભાઈ બહેનના પ્રેમનું પર્તિક છે. આ એક એવો તહેવાર છે કે જે દિવસે બહેન ભાઈના હાથે રાખડી બાંધે છે અને બહેન તેની રક્ષા કરવાનું વચન લે છે.

આ રીતે રાખડી બાંધ્યા ભાઈ પણ બહેનને વચન આપે છે. આપણા દેશમાં આ તહેવારનું ખુબ જ પ્રાચીન કાળથી જ મહત્વ રહેલું છે. આ તહેવાર લોકો આપણા દેશમાં ધામધૂમથી ઉજવાય છે. વર્ષમાં બે જ તહેવાર એવા આવે છે કે જેમાં ભાઈ બહેનના પ્રેમનું મહત્વ રહેલું છે. જેમાં એક ભાઈ બીજ અને બીજો આ રક્ષાબંધન.

પરંતુ આપણા ગુજરાતમાં એક ગામ એવું છે કે જ્યાં 700 વર્ષોથી આ રક્ષાબંધનનો તહેવાર ઉજવાતો નથી. આ ગામ પાટણ જિલ્લાના સમી તાલુકાના ગોધાણા ગામ છે. જયા 700 વર્ષથી આ રક્ષાબંધનનો શ્રાવણી પૂનમનો રક્ષાબંધનનો તહેવાર ઉજવાતો નથી.

જ્યાં 700 વર્ષથી ત્યાં એક અલગ પરંપરા ચાલી આવે છે. જ્યાં પર આ તહેવાર ભાદરવા સુદ તેરસના દિવસે ઉજવવામાં આવે છે. હકીકત મુજબ આ દિવસે ભાઈ બહેનના પવિત્ર પ્રેમના રક્ષાબંધનના તહેવારને મનાવવામાં આવે છે. આ દિવસે તેઓ રક્ષાબંધને ધામધૂમથી ઉજવે છે.

કહેવામાં આવે છે કે 700 વર્ષ પહેલા ગામના 4 ભાઈઓએ ગામનાં એક સામાજિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ પ્રમાણે આ કાર્યક્રમમાં ભાગ લેનારને તે સમયે બળેવીયા તરીકે ઓળખવામાં આવતા હતા. આ કાર્યક્રમ પ્રમાણે જે વ્યક્તિ ગામના તળાવમાંથી સૌથી પ્રથમ શ્રીફળ લઈને બહાર આવે તે વર્ષભર બળવાન રહે છે. આ એક પરંપરા હતી.

આ નિયમ પ્રમાણે 4 ભાઈઓ 700 વર્ષો પહેલા આ તળાવમાં શ્રીફળ કાઢવા ગયા હતા. પરંતુ આ ચાર ભાઈઓ માંથી એક પણ વીરો બહાર આવ્યો નહી. જે સમયે આખા ગામમાં શોકનો માહોલ ફેલાઈ ગયો અને ગામમાં ગમગીની છવાઈ ગઈ. જે દિવસે પછી કોઈએ રક્ષાબંધનનો તહેવાર ઉજવ્યો નહિ. ગામના બધા લોકોએ હવે આ લોકોનાં આવવાની આશા છોડી દીધી હતી.

પરંતુ છેક 28 દીવસ બાદ આ ચારેય વીરાઓ જીવતા બહાર આવ્યા હતા.  તે દિવસ ભાદરવા સુદ તેરસનો દિવસ હતો. આ પછી બહેનોએ તેમને રાખડી બાંધી હતી. આ દિવસથી તે ગામમાં એક પરંપરા બની ગઈ છે. જતા ભાદરવા મહિનાથી તેરસના દિવસથી આ ગામમાં રક્ષાબંધનનો તહેવાર ઉજવાય છે. જેથી તે ગામમાં રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવતો નથી. પરંતુ રક્ષા બંધન પછી છેક 28 દિવસ પછી આ રાખડી બાંધવાનો કાર્યક્રમ રાખવામાં આવે છે.

આ દિવસ આખું ગામ ઉજવે છે, આ દિવસે આ ગોધાણા ધામધૂમથી આ તહેવારની ઉજવણી છેલ્લા 700 વર્ષથી કરવામાં આવે છે. આ દિવસે ગામમાં રહેલી અને ગામની બહાર રહેતી બહેનો તેમના ભાઈઓને રાખડી બાંધે છે. તેમજ આખુ ગામ ગામમાં આવેલા એક મંદિરે એકઠું થાય છે અને આ દિવસે ત્યાં મેળો ભરાય છે. આમ, આ તહેવાર ત્યાં 700 વર્ષ પહેલા બનેલી આ ઘટનાની યાદગીરી સ્વરૂપે મનાવવામાં આવે છે.

Gujaratime.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

What's your reaction?

Related Posts

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *