GujaratIndia

એક વખત ચાર્જ કરો અને 120 KM ચાલશે આ ઈલેક્ટ્રીક સ્કૂટર

ઘણા સમયથી પેટ્રોલના ભાવમાં પહેલાની સરખામણીએ વધારો થયેલો છે.  જેનાં લીધે પેટ્રોલ ડીઝલથી વાહનો ચલાવવા મોંઘા પડી રહ્યા છે. જેથી લોકો હવે ઇલેક્ટ્રિક વાહનો પર નજર નાખી રહ્યા છે. કારણ કે આ ઇલેક્ટ્રિક વાહનો એક વખત બેટરી ચાર્જ કરી લીધા બાદ લાંબા સમય સુધી ચલાવી શકાય છે.  જે પેટ્રોલ કરતા સહેલું પડે છે.

આ માટે ઘણા લોકો કયું ઇલેક્ટ્રિક વાહન સહેલું અને સરળ પડશે તે શોધતા હોય છે. જે પ્રમાણે હાલમાં જ OLA S1 અને TVS  આઈ ક્યુબના વાહનો બજારમાં ઉપ્લાબ્ધ છે. પરંતુ આ વાહનોમાં તમને રસ ન પડી રહ્યો હોય તો તમે હેદરાબાદની સ્ટાર્ટઅપ કંપની  પ્યોર ઇવીની એએન્ટ્રસ નિયો સ્કૂટર ખરીદી શકો છો.

એન્ટ્રસ નિયો સ્કૂટર

પ્યોર ઈવી નામની કંપની દ્વારા  આ એન્ટ્રસ નિયો સ્કુટર બહાર પાડવામાં આવ્યું છે જેની જેની શરુઆતની કિંમત રૂપિયા  78999  છે, જે અન્ય કંપનીઓની સરખામણીએ ખુબ જ ઓછી છે.  આ રીતે જોઈએ તો  અન્ય વાહનોની કિંમત લગભગ 1 લાખ રૂપિયાની નજીક હોય છે.

જયારે પ્યોર ઈવી કંપની દ્વારા બહાર પાડવામાં આવેલ વાહન દેશના અલગ અલગ રાજ્યોમાંથી ખરીદી શકાય છે. જે અત્યારે દેશના 20 રાજ્યોમાંથી ઉપ્લબ્ધ થાય છે.  આ બાઈકની ખાસિયત એ છે કે આ બાઈકની બેટરી એક વખત રીચાર્જ કરી લીધા બાદ ૧૨૦ કીલોમીટરના અંતર સુધી ચાલી શકે છે.

જયારે ઝડપ પણ ખુબ જ આપે છે, જેમાં તે 60 કિલોમીટર કલાકની ઝડપે ચાલે છે. જે પણ આ સ્પીડ આવતા સમય લાગતી નથી, માત્ર 5 સેકન્ડની અંદર તે 40 કિમીની ઝડપ પકડી શકે છે. આ માટે બધા જ લોકોને ચલાવવામાં પણ આ બાઈક અનુકુળ આવી શકે છે.

અન્ય વાહનની માફક આ કંપની દ્વારા પણ અલગ અલગ કલરમાં સ્કુટર બહાર પાડવામાં આવ્યા છે. જેમાં  સફેદ, રાતો, વાદળી, કાળો, ગ્રે અને સિલ્વર કલરની સ્કુટર બાઈક બજારમાં લાવવામાં આવી છે. જેથી જે લોકોને પોતાના મનપસંદ કલર પ્રમાણે ખરીદી કરી શકે છે.  જે તમને તમારા નજીકના શોરૂમ માંથી આ ગાડી મળી શકશે.

આ ઈ સ્કુટરમાં લાઈટ સિસ્ટમ ખુબ જ સારી ફીટ કરવામાં આવી છે. જેમાં 4 ઈંચની એલઈડી  ડિસ્પ્લે, રીજનરેટીવ બ્રેકીંગ, LED  હેડલાઈટ અને એન્ટી થેફ્ટ સ્માર્ટ લોક જેવી સીસ્ટમ ફીટ કરવામાં આવી છે. આમ આ બાઈક ખુબ જ આધુનિકતા પ્રમાણે લોકોને પસંદમાં બનાવવામાં આવી છે.

આ સ્કૂટરની બેટરીને ચાર્જ કરવા માટે ઉતારી પણ શકાય છે. જયારે અન્ય બેટરી ચડાવીને તમે બાઈક ચલાવી શકો, એટલે આ બાઈક પર બેટરી કાઢી શકાય અને ફીટ કરી શકાય તેવી સીસ્ટમ આપવામાં આવી છે. આ આ સ્કુટરમાં 2.5 KWH લીથીયમ બેટરી છે જે BLDC સાથે જોડાયેલી છે.

આમ, તમારા માટે સારી અને સસ્તી કિમતમાં પડે તેવી આ PURE EV નામની તાજેતરમાં સ્થાપિત કંપની દ્વારા બહાર પાડેલ છે. જેનું નામ પણ Etrance-Neo છે. આ સ્કુટર સ્ત્રી , પુરુષો , બાળકો અને વૃદ્ધ બધા જ લોકો માટે ચલાવવા અનુકુળ છે.

Gujaratime.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

What's your reaction?

Related Posts

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *