Health

માઈગ્રેન કે માથાના દુઃખાવા માટે કોઈ દિવસ દવા લેવાની જરૂર નહિ પડે

આયુર્વેદમાં એક પ્રખ્યાત ચિકિત્સા પદ્ધતિ છે. જેનું નામ છે પંચકર્મ ચિકિત્સા પદ્ધતિ. આ પંચકર્મ ચિકિત્સા પદ્દતિનો એક ભાગ એટલે નસ્યકર્મ પદ્ધતી. નસ્ય કર્મ ચિકિત્સા એક એવી પદ્ધતિ છે જેનાથી શરીરમાં ચમત્કારિક ફાયદાઓ થાય છે. ઘણી બધી એવી સમસ્યાઓ હોય છે જે આ ઉપચાર કરવાથી કાયમી શરીરમાંથી દૂર થઈ જાય છે. જડમૂળમાંથી મટી જાય છે. અમે આવી જ એક સમસ્યાને દૂર કરવા માટેના ઉપચાર આ આર્ટીકલમાં બતાવી રહ્યા છીએ. માથાનો દુખાવો એક એવી સમસ્યા છે. જે ઘણા બધા લોકોને થાય છે. ઘણા લોકોને કાયમી માથાનો દુખાવો રહેતો હોય છે.

આવા લોકોને કાયમી માથાનો દુખાવો દૂર કરવા માટે ગોળી અને દવાઓનો સહારો લેવો પડે છે. જે સતત આવી દવાઓ લેતા રહેવાથી આર્થિક રીતે પણ અસર કરે છે. સાથે આવી ટેબ્લેટ, દવાઓ કે ગોળીઓ શરીર માટે ખુબ જ ગંભીર સાબિત થાય છે. જે ઘણું બધું નુકશાન પણ કરે છે. માટે આવી કાયમીલેવા કરતા એવી કોઈ ટેબ્લેટ કે પદ્દતિ અપનાવવી જોઈએ કે એવો કોઈ આયુર્વેદિક ઉપાય અપનાવવો જોઈએ. જેથી જડમૂળથી માથાનો દુખાવો મટી શકે.

આવી માથાના દુખાવાની ગંભીર સમસ્યા એટલે આધાશીશી. આ આધાશીશી કે જેમાં માથાના અડધા ભાગમાં દુખાવો થાય છે. ઘણી વખત ડાબી બાજુ તો વળી ઘણી વખત જમણી બાજુ એવી રીતે માથાના વિવિધ ભાગોમાં માથાનો દુખાવો થયા કરે છે. ઘણી વખત આ માથાનો દુખાવો સૂર્યની ગતિ સાથે પણ થતો હોય છે.

આધાશીશી થાય એટલે ઘણી વખત ઉબકા પણ આવે છે. માથામાં ચણકા આવે છે. આ રીતે માથાનો દુખાવો થાય છે. આ દુખાવા માટે ઘણા લોકો ઘણા પ્રકારની દવાઓ લેતા હોય છે. પરંતુ તેનો કાયમી ઉપચાર થતો નથી.

આવા આધાશીશીના દુખાવાને દૂર કરવા માટે એક પદ્ધતિ છે નસ્ય કર્મ પદ્ધતિ. નસ્ય કર્મ પદ્ધતિથી કાયમી માથાનો દુખાવો મટી શકે છે. આધાશીશીની બીમારી હોય તો કાયમી જડમૂળમાંથી મટી જાય છે. આ સિવાય બીજા ચમત્કારિક ફાયદાઓ શરીરમાં થાય છે. જો આ નસ્ય કર્મ પ્રયોગ કરવામાં આવે તો તમે આ ગોળીઓ લેવાની સમસ્યામાંથી બચી શકો છો.

આ આયુર્વેદિક ની ચિકિત્સા પદ્ધતી છે જે નાક આધારિત છે. નસ્ય એટલે નાક. નાકની અંદર કોઈ આયુર્વેદીક ઔષધિ હોય તેને નાકની અંદર દાખલ કરવામાં આવે. નાક મારફતે શરીરમાં દાખલ કરવામાં આવે તો તેને આયુર્વેદમાં નસ્ય કર્મ કહેવામાં આવે છે.

આ પદ્ધતિ ઘણા બધા પ્રવાહીથી થતી હોય છે. ખાસ કરીને તેમાં તેલનો ઉપયોગ થાય છે. અલગ અલગ પ્રકારના તેલથી અલગ અલગ રીતે નસ્ય કર્મ થાય છે. જેનો અલગ અલગ રોગો માટે અલગ અલગ તેલનો ઉપયોગ થાય છે. આ માટે દેશી ઘીનો પણ ઉપયોગ થાય છે. નાકની અંદર આ બે ટીપા ઔષધી નાખવી તેને નસ્ય પ્રયોગ કહેવામાં આવે છે.

આ નસ્ય કર્મ કરવાથી ગળાની ઉપરનો મસ્તિષ્કનો જે ભાગ છે. જેની અંદર જે સમસ્યા હોય બધા જ પ્રકારની બીમારી મટે છે. વાળની કોઇપણ સમસ્યા હોય તે પણ આ નસ્ય કર્મ કરવાથી મટી જાય છે. વાળ ખરવાની સમસ્યા હોય, વાળમાં ખોડો હોય કે બીજી કોઇપણ વાળની સમસ્યા હોય, વાળની કોઈ ચામડી કે તાળવામાં કોઇપણ સમસ્યા થઈ હોય તો એ પણ મટી જાય છે.

તમને કાયમી ચક્કર આવતા હોય, માનસિક પ્રેસર, ડીપ્રેશન, આવું બધું થતું હોય તો એ પણ મટી જાય છે. આધાશીશીને મટાડવા માટેનો નસ્ય કર્મ પ્રયોગ એ ખુબ જ કારગર ઉપાય છે. આ માટે દેશી ઘીથી નસ્ય કર્મ કરવું જોઈએ. આ ઉપાય કેવી રીતે કરવો તે ઉપાય પણ અમે આ લેખમાં બતાવી રહ્યા છીએ.

આ માટે ગાયનું દેશી ઘી લેવું. આ ગાયના ઘી થી નસ્ય કર્મ કરવાથી તમારા મસ્તિષ્કમાં, તમારા શરીરમાં ચમત્કાર થાય એ રીતે ફાયદો થાય છે. જે લોકોને આધાશીશીની બીમારી હોય કે માથાનો ગમેં તેવો દુખાવો હોય, જેના માટે નસ્ય કર્મ પ્રયોગ કરવા માટે રાત્રે સૂતી વખતે ગાયનું ઘી સહેજ હુંફાળું કરવું.

જેથી ખુબ ઝાડુ હોય તો પ્રવાહી સ્વરૂપ થઇ જાય. આ ઘીને સહેજ હુંફાળું કરી અને સુઈ જવું. આ રીતે સુઈ અને બંને નાકમાં બે બે ટીપાં ગાયનાં ઘીના નાખવા. માથું સહેજ આ રીતે લટકતું રાખીને બે-બે ટીપા નાકમાં નાખવા. આમ  આ રીતે માથું લટકતું રાખીને 15 થી 20 મિનીટ સુઈ રહેવું. આ પછી ઊંડા શ્વાસ લેવા.

આ એક ચમત્કારિક પરિણામ આપે એવો પ્રયોગ છે. જો તમને આધાશીશીની સમસ્યા હોય, માથાના દુખાવાની સમસ્યા હોય, તો આ પ્રયોગ કરવાથી જડમૂળમાથી મટી જાય છે. કાયમી ટેબ્લેટ કે ગોળીઓ લેવી પડતી હોય તેમાંથી છુટકારો મળી જાય છે. આ  રીતના પ્રયોગથી બધી જ ગોળીઓ બંધ  થઇ જાય છે.

આ પ્રયોગ શરૂઆતમાં દિવસમાં બે વખત કરવો. જેમાં રાત્રે સુતી વખતે અને સવારે આ પ્રયોગ કરવો. તમે અઠવાડિયા સુધી આ ઉપચાર કરશો એટલે એટલે તમને ખુબ સારું પરિણામ મળશે. આ પ્રયોગ અઠવાડિયામાં બે દિવસ શરૂઆતમાં આ પ્રયોગ કરવો. જેમાં રાત્રે સૂતી વખતે અને સવારે આ પ્રયોગ કરવો.

તમે માત્ર એક અઠવાડિયા સુધી આ ઉપચાર કરશો એટલે તમને ખુબ જ સારું પરિણામ મળશે. આ -પ્રયોગ એક અઠવાડિયા સુધી કર્યા પછી બે ત્રણ દિવસનો વિરામ રાખવો અને ફરી અઠવાડિયું આ પ્રયોગ કરવો. આ રીતે ધીમે ધીમે કરવાથી જડમૂળમાંથી માથાનો દુખાવો દૂર થઇ જાય છે. આધાશીશીની સમસ્યા હશે તે પણ દૂર થઇ જાય છે. તમને ખુબ જ સારું પરિણામ મળશે. આ પ્રયોગથી માનસિક કોઇપણ પ્રકારની સમસ્યા રહેતી હશે તો પણ તે દૂર થઈ જશે. આ બધી જ સમસ્યા દૂર થઇ જશે. મગજની માનસિક શક્તિનો વિકાસ પણ થશે. આ ઉપાયથી યાદશક્તિ પણ તેજ બને છે.

આમ, જે લોકોને માથાના દુખાવાની સમસ્યા હોય તેનાં માટે આ ઉપાય દવા કરતા પણ ઉપયોગી છે. જે ઉપાય કરવાથી કોઇપણ પ્રકારની આડઅસર પણ થતી નથી. અમે આશા રાખીએ કે આ ઉપચાર તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.

Gujaratime.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

What's your reaction?

Related Posts

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *