GujaratIndiaTech

આ છે સૌથી સસ્તી ઈલેક્ટ્રિક બાઈક જે ખાલી રૂ. 7માં આપે છે 100 કિમીની માઈલેજ

હાલમાં પેટ્રોલ અને ડીઝલમાં ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે, જેના લીધે લોકો ઇલેક્ટ્રિક વાહનો તરફ વળ્યા છે. પરંતુ આ વાહનો ઘણા લોકોને કિમતમાં મોંઘા પડી રહ્યા છે. જેમાં પણ અમુક સસ્તા વાહનો મળે છે. જે તમે ખરીદી શકો છો.

દેશમાં ઇલેક્ટ્રિક વાહનોની હાલમાં  માંગ વધી રહી છે જેના લીધે ઘણી કંપનીઓએ પોતાના ઇલેક્ટ્રિક સ્કૂટર, બાઈક અને કાર માર્કેટમાં આવી રહ્યા છે. જેમાં ઘણા હજુ નવા મોડેલ આવી રહ્યા છે. જેમાંથી ઘણા એવા વાહનો છે કે હે કિમતમાં પણ ઘણા સસ્તા છે અને જેનાથી ઘણો ફાયદો થવાની શક્યતા પણ છે.

આમાંથી અમે એવી એક ઇલેક્ટ્રિક બાઈક વિશે જણાવી રહ્યા છીએ જે ઘણી જ ઓછી કિમતમાં સારી રેંજ આપે છે, અને ચાલકને ફાયદો કરે છે. જેમાં નવી કંપની ઓટોમોબાઇલ પ્રાઈવેટ લીમીટેડનાં ઈલેક્ટ્રીક બાઈક Atum 1.0 વિશે.

ઓટોમોબાઇલ પ્રાઈવેટ લીમીટેડનાં ઈલેક્ટ્રીક બાઈક Atum 1.0

આ માટે કંપની દ્વારા 2020માં એક બાઈક લોન્ચ કરવામાં આવ્યું હતું, કે જેની કિમત 49999 રૂપિયા રાખવામાં આવી છે. આ બાઈકને ગ્રાહક ઓનલાઇન બુક કરાવીને ખરીદી શકે છે. કંપની આખા ભારતમાં આ બાઈકે ડીલીવર કરી રહી છે.

50 હજારથી પણ ઓછા ભાવમાં મળી શકે છે તમને આ પ્રકારના બાઈક, જેમકે આ બાઈકની શરૂઆતની કિંમત 49999 રૂપિયા રાખવામાં આવેલ છે. જે દિલ્હીમાં રહેતા લોકો 54442 રૂપિયામાં ખરીદી શકે છે. તેની ઓન રોડ કિમતમાં RTOની ફી 2999 રૂપિયા અને ઇન્સ્યોરન્સ ફી 1424 રુપીયા છે.

આ પ્રકારે આ કીમત દરેક રાજ્યોમાં પણ અલગ અલગ હોય શકે છે.  એક પ્રકારે અન્ય  ગાડીઓથી આ એક સસ્તુ બાઈક છે. જેં 47V, 27Ahની પોર્ટેબલ લીથીયમ ઓયન બેટરી પણ આપી રહી છે. આ સાથે 250 વોટની મોટર પણ આપવા આવે છે. જે ગાડીનેઇલેક્ટ્રિક પાવર માટે ઉપયોગી છે.

આ બાઈક ઇલેક્ટ્રિક છે, જેની બેટરીને ચાર્જ કરી શકાય છે. જેને ચાર્જ થવામાં 3 થી 4 કલાકનો સમય લાગે છે. આ બેટરીને ચાર્જ કરી લીધા બાદ 100 કિલોમીટરની રેંજ આપે છે.  સાથે કલાકની  35 કિલોમીટરની સ્પીડ ધરાવે છે.  આ એક ઇલેક્ટ્રિક વાહન હોવા છતાં તેને ચલાવતા લાયસન્સ રાખવું જરૂરી છે. આ બાઈકની બેટરીનાં પર વોરેંન્ટી આપવામાં આવે છે જે બેટરી 6 કિલો વજન ધરાવે છે. જે પણ ચાર્જ થવામાં પણ વધારે પાવડરની રીતે યુનિટ બળી જવાની સમસ્યા રહેતી નથી.  જે માત્ર એક યુનિટમાં ચાર્જ થઇ જાય છે.

જે ગણતરી કરતા માત્ર ચાર્જ કરતા 7 રૂપિયાઅમ ચાર્જ થઇ શકે છે, અને તમને 100 કિલોમીટર સુધી લઈ જઈ શકે છે, જે પેટ્રોલ કરતા અનેક ગણું સસ્તું છે.

Gujaratime.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

What's your reaction?

Related Posts

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *