HealthLifestyle

આ આયુર્વેદિક ઉપચારથી ફંગસને અટકાવી મટાડી શકાય છે ગભરાવાની જરૂર નથી

અત્યારે કોઈ એલોપેથિક દવાઓ કરતા લોકોને આયુર્વેદ ઉપચાર પર વધારે વિશ્વાસ જાગ્યો છે. કોરોનાની દવા તેમજ બ્લેકફંગસની કોઈ ચોક્ક્સ દવા નથી ત્યારે આયુર્વેદિક દવાઓ અને ઔષધિઓ દ્વારા આ રોગ ઉપર કાબુ મેળવી શકાય છે.

અત્યારે ઘણા બધા કોરોના વાયરસ અને કોવીડ વેકસીનના ઘરેલું નુસ્ખાઓ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે તેમજ આ નુસ્ખાઓને અનુસરી રહ્યા છે તેમજ લોકોને તેનાથી ફાયદો પણ મળે છે. જેથી લોકો આયુર્વેદ ઉપર વિશ્વાસ કરતા થયા છે.

અત્યારે બ્લેક ફંગસ મ્યુકોરમાઈકોસીસના કેસો ઘણા આવ્યા છે. જેમાં જે લોકોને કોરોના થયો હોય, કોરોનાથી રીકવરી મેળવી હોય તેવા લોકોને આ રોગ વધારે પ્રમાણમાં જોવા મળે છે. સાથે જે લોકોને ડાયાબીટીસ હોય તેવા લોકોને વધારે પ્રમાણમાં જોવા મળે છે.

આ બ્લેક ફંગસ મ્યુકોરમાઈકોસીસમાં દર્દીની અંદરની દીવાલો પર સુકાપણું આવે, નાકની અંદર કાળો અને ભૂરા રંગની પોપડીઓ જામેં, નાક બંધ થવાનું શરૂ થાય, ઉપર વાળા હોઠો અને ગાલો સુન્ન થવાનું શરૂ થાય, આંખોમાં સોજો આવે, આંખો લાલ થાય વગેરે જેવા લક્ષણો આ રોગમાં જોવા મળે છે. માટે આ લક્ષણો દેખાય તો બ્લેક ફંગસ હોય શકે છે.

આવા લોકોને શરીરમાં કોરોના અને ડાયાબીટીસના દર્દીઓને આ રોગમાં તેની રોગ પ્રતિકારક શક્તિ ઓછી થઇ ગઈ હોય છે, એટલે ફૂગના આ રોગ સામે આપણું શરીર પ્રતિકાર મેળવી શકતુ નથી અને તેનાથી આ રોગ વધી જાય છે. જો શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધારે હોય તો શરીરમાં આ ફૂગના એકપણ રોગ લાગી શકતા નથી.

જયારે કોરોનામાં સતત એકના એક માસ્ક વારંવાર પહેરવાથી તેમાં ફૂગ જામે છે જેનાથી આ રોગની શક્યતાઓ વધારે છે. માટે માસ્ક સતત ધોઈને વાપરવું જોઈએ. આ સિવાય બીજા વ્યક્તિના કોરોના માટેના ઓક્સિજનની નળી, બીજાનું નાસ લેવાનું નળી વાળું માસ્ક લેવાનું મશીન કે જેના લીધે આ સંક્રમણ ફેલાય છે. આ માટે આ વસ્તુઓ ચોખ્ખી અને સ્વચ્છ વાપરવી જોઈએ.

આપણા શરીરમાં જયારે કુદરતી હવા શ્વાસમાં લઈએ ત્યારે તેમાં 78 ટકા નાઈટ્રોજન જેવો જીવાણુંનાશક વાયુ પણ હોય છે. જેમાં નાઈટ્રોજન પણ અનેક ફૂગને મારવાનું કાર્ય કરે છે. જે શ્વાસ નળીમાં અને સાયનસમાં રહેલી ફૂગનો નાશ કરી શકે છે સાથે શરીરની રોગ પ્રતિકારક શક્તિ પણ કાર્ય કરતી હોય છે. જયારે કોરોના રોગમાં સતત ઓક્સીજન માસ્ક રાખવાથી તેમાં માત્ર ઓક્સીજન હોય છે જેથી નાઈટ્રોજન જેવો ફૂગનાશક વાયુ મળી શકતો નથી અને સ્ટીરોઇડ લેવાથી ઈમ્યુનીટી પણ ઘટી ગઈ હોય છે જેથી આ રોગને ફેલાવાનું પ્રમાણ વધી જાય છે.

મ્યુકોરમાઈકોસીસના આયુર્વેદિક ઉપચારમાં ફટકડી, હળદર, સિંધવ મીઠું અને સરસવના તેલથી બ્લેક ફંગસનો ઈલાજ કરી શકાય છે. આ માટે 5 ગ્રામ ફટકડી, 10 ગ્રામ હળદર અને 20 ગ્રામ સિંધાલૂણ મીઠું ભેળવી દેવું. આ મિશ્રણનું કરીને જે લોકો હોસ્પીટલમાં સારવાર લઇ રહ્યા હોય તેમને આ પાવડરને પી લેવો. આ સિવાય તેમાં સરસવનું તેલ ભેળવીને તેને જડબા પપર લગાવી દેવુ અને 2 મિનીટ પછી ગરમ પાણીથી કોગળા કરી  લેવા. આ ઉપાય કરવાથી બ્લેક ફંગસનો રોગ અટકી જાય છે.

આ સિવાય ગળોના પાંદડા લઈને તેનું સેવન કરવું જોઈએ. બ્લેક ફંગસના દર્દ દરરોજ એક થી બે લીમડાની લીલી ગળોના પાંદડા સાફ કરીને તેનું સેવન કરે તો આ ફંગલ ઇન્ફેકશનથી થતો રોગ અટકી જાય છે.

આ સિવાય તુલસી, મધ, આદુનો પેસ્ટ બનાવીને ચાટી જવો. આ ઉપાયથી ઈમ્યુનીટી વધશે અને બ્લેક ફંગસનો ખતરો ઓછો થઈ જશે. આ બધા ઉપાયો  ફૂગનાશક કાર્ય કરે છે અને સાથે રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું કાર્ય પણ કરે છે જેના લીધે મ્યુકોરમાઈકોસીસ બ્લેક ફંગસ અટકે છે.

આયુર્વેદમાં ઘણા ઉપચારો છે કે જેના દ્વારા આ મ્યુકોરમાઈકોસીસના રોગને મટાડી શકાય છે. જેમાં બ્લેક ફંગસ મ્યુકોરમાઈકોસીસને અટકાવવા માટે હળદર, અજમો, લીમડો અને સુંઠ વગેરે ફૂગનાશક ગુણ ધરાવે છે. જેનાથી આ મ્યુકોરમાઈકોસીસ રોગને મટાડી શકાય છે.

બ્લેક ફંગસના ઈલાજ માટે હળદર અને અજમાની નાસ લેવાથી આ રોગ અટકે છે. આ માટે અજમા અને હળદરને કોઈ વાસણમાં શેકીને તેનાથી નાસ લેવી. આ બંને વસ્તુને પાણીમાં નાખીને તે પાણીથી પણ નાસ લઇ શકાય છે.

હળદર, સુંઠ અને કડવા લીમડાના પાંદડા લઈને તેને પાણીમાં નાંખીને ઉકળવા દેવા. જ્યારે આ ઉકળવા મુકેલા પાણીમાંથી અડધું પાણી વધે ત્યારે તેને ગાળીને ઠંડું થવા દેવું. જ્યારે આ પાણી પીવાલાયક હુંફાળું થાય ત્યારે આ પાણી પી જવું.  જેનાથી ફૂગનો આ મ્યુકોરમાઈકોસીસ નામનો રોગ મટે છે. આ પાણીથી કોગળા પણ કરી શકાય છે.

આપણા આયુર્વેદમાં ઘણી તૈયાર દવાઓ પણ મળે છે જે ફંગલ ઈન્ફેકશનને અટકાવવામાં અસરકારક છે. જેમાં ગંધક રસાયણ, આરોગ્ય વર્ધની, ત્રિફળા જેવી આયુર્વેદિક જડીબુટ્ટીઓથી બનેલી આ દવાઓ મ્યુકોરમાઈકોસીસને અટકાવવામાં ખુબ જ સફળ રહે છે. આ બધી જ દવાઓ આયુર્વેદિક સ્ટોર પર મળી રહે છે. જેને લાવીને તેનો ઉપયોગ કરી શકાય છે.

આ ઉપરાંત આ રોગને અટકાવવા માટ ફંગલ ઇન્ફેકશનને અટકાવી શકે તેવી ઔષધીનો ઉપયોગ કરવો જોઈએ, તેમાં તુલસી, હળદર, સુંઠ કે આદું, કાળી મરી, આમળા, અશ્વગંધા, જીરું, લસણ, લવિંગ વગેરેનો ઉપયોગ કરવાથી આ રોગ થવાની શક્યતાઓ ખુબ જ ઓછી રહે છે.

આમ, આ ઉપરોક્ત ઉપચારો બ્લેક ફંગસનો રોગ ફંગલ ઈન્ફેકશન એટલે કે ફૂગના સંક્રમણથી ફેલાય છે, એટલે ઉપરોક્ત ઔષધીય પ્રયોગો કરવાથી ફૂગને અટકાવવા અને તેનો નાશ કરવાનું કાર્ય કરે છે, જેના લીધે આ મ્યુકોરમાઈકોસીસનો રોગ મટે છે. અમે આશા રાખીએ કે બ્લેક ફંગસના રોગમાં આ માહિતી ખુબ જ ઉપ્યોગી થાય.

Gujaratime.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

What's your reaction?

Related Posts

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *