સરકાર દ્બારા નાગરિકોને લાભ થાય તે માટે અનેક યોજનાઓ બહાર પાડવામાં આવે છે. જેનાથી ગરીબ અને મજુર લોકો સરકાર તરફથી આ યોજનાનો લાભ લઈને તેને જરૂરી સુરક્ષા મેળવી શકે છે. સરકાર દ્વારા હાલમાં જ વૃદ્ધાવસ્થાને સુરક્ષિત કરવા માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી હવે કામદારોને વૃદ્ધાવસ્થાનાં ખર્ચની ચિંતા કરવાની જરૂર નથી.
સરકાર દ્વારા કામદારો માટે પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના બહાર પાડવામાં આવી છે. આ યોજના શેરી વિક્રેતાઓ, રિક્ષાચાલકો, બાંધકામ કામદારો અને અન્ય ઘણા કામો સાથે જોડાયેલા મજુરોને આ રીતે પેન્શન મળશે.
સરકાર આ યોજના સાથે પેન્શનની ગેરેંટી આપે છે. આ યોજનામાં દરરોજની માત્ર બે રૂપિયાનું રોકાણ કરીને તમે 36000 રૂપિયાનું પેન્શન મેળવી શકો છો. આ એક વડીલો માટે ખુબ જ ઉપયોગી થાય તેવી યોજના છે.
આ યોજનાનો લાભ મેળવવા માટે તમે દરરોજના 2 રૂપિયા લેખે દર મહીને 55 રૂપિયા જેટલી રકમ જમા કરવાથી ૩ 36000 રૂપિયા તમે વાર્ષિક પેન્શન મેળવી શકો છો. જે યોજનાની શરૂઆત કોઇપણ મજુર 18 વર્ષની ઉમરથી જ કરી શકો છો. જયારે 40 વર્ષની ઉમરે કોઈ વ્યક્તિ આ યોજનાઓ લાભ લે છે તો એને દર મહીને 200 રૂપિયા ભરવા પડશે.
60 વર્ષની પછી આ સ્કીમમાં ભરેલા રૂપીયાને લીધે દર મહીને 3000 રૂપિયા કે જે વર્ષની 36000 રૂપિયા જેટલી રકમ મળી શકે છે. જો આ યોજનાનો લાભ લેવો હોય તો લાભાર્થી પાસે બેંકમાં બચત ખાતું અને આધાર કાર્ડ હોવું ફરજીયાત છે. સાથે ઉમર 18 થી 40 સુધીની હોવી જરૂરી છે.
આ લાભ લેવા માટે CSC સેન્ટરમાં જઈને નોંધણી કરાવવી જરૂરી છે. જે આ કોમન સર્વિસ સેન્ટર સરકારે દરેક ગામડાનો મજુરો અને નાગરિકોના લાભાર્થે ખોલવામાં આવ્યા છે. નોંધણી સમયે આધારકાર્ડ, બચત અથવા જન ધન બેંક એકાઉન્ટ પાસબુક, મોબાઈલ નંબર વગેરેની જરૂર પડશે, આ સાથે સંમતી પત્ર પણ આપવો પડશે, જે બેંક શાખામાં પણ આપવો પડશે.
પ્રધાન મંત્રી માનધન યોજના હેઠળ કોઇપણ અસંગઠિત ક્ષેત્રના કામદાર, જેમની ઉમર 40 વર્ષથી ઓછી છે અને કોઇપણ સરકારી યોજનાનો લાભ નથી લઇ રહ્યા, તેઓ આ લાભ મેળવી શકે છે, જો કે આ યોજનાનો લાભ મેળવનાર વ્યક્તિની માસિક આવક 15 હજાર રૂપિયાથી ઓછી હોવી જરૂરી છે.
આ યોજના મારે સરકાર દ્વારા શ્રમ વિભાગ, LIC, EPFO ની ઓફીસને શ્રમિક સુવિધા કેન્દ્ર બનાવવામાં આવી છે, ત્યાં જઈને કામદારો આ દરેક યોજના વિષે માહિતી મેળવી શકે છે.આ સિવાય સરકાર દ્વારા ટોલ ફ્રી નંબર 18002676888 જાહેર કરવામાં આવ્યો છે. જે નંબર પર કોલ કરવાથી કામદાર વ્યક્તિને આ બાબતની સમ્પૂર્ણ માહિતી મળે છે.
Jay Modi srkar